Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002 Author(s): Atmadarshanvijay Publisher: Diwakar Prakashan View full book textPage 2
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ચોવીસમા તીર્થંકર ચરમ તિર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી નો જન્મ ઇ. સ. પૂર્વે પ૯૯ અર્થાત વિ. પૂ. ૫૪ર ચૈત્ર સુદ ૧૩ની શુભ રાત્રિ માં થયો હતો. તેઓ બચપણ થી જ ધીર, વીર, સાહસી, કરૂણાશીલ અને સર્વોચ્ચ પુણ્યથી સંપન્ન હતા. અનંત બળના ધારક હોવા છતા પણ પરમ ક્ષમાશીલ હતા. “પ્રત્યેક જીવ ને અભયદાન દો, બધા સાથે મૈત્રીપૂર્ણ અને સમતાભર્યો વ્યવહાર કરો” આ સિદ્ધાન્તનો ઉપદેશ આપતા પહેલા તેમણે તેને જીવન માં ઉતાર્યો. ત્રીસ વર્ષની યુવાવસ્થા માં સંયમ અને ત્યાગની કઠોર સાધના કરવા માટે તેમણે રાજવૈભવ નો ત્યાગ કરી દીક્ષા લીધી . લગભગ ૧રા વર્ષ સુધી અત્યન્ત ભીષણ ઉપસર્ગ, કષ્ટ અને પરિષહ સહન કર્યા બાદ એમને કેવળજ્ઞાન થયું. સમસ્ત પ્રાણીગણ ને સમતા, સંયમ, અપરિગ્રહ, અનેકાન અને અહિંસાનો ઉપદેશ આપતા ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે પાવાપુરી માં નિર્વાણ પામ્યા . તીર્થંકર પદ સંસાર નું શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ઉચ્ચ પદ છે. અનેક જન્મો સુધી તપ-ધ્યાન, સંયમ- કરૂણામૈત્રી આદિ ની દીર્ઘ સાધના ર્યા પછી કોઈ વિરલ આત્મા આ શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરે છે. એટલા માટે ભગવાન મહાવીર ની જીવન-કથા પાછલા ૨૬ જન્મો થી શરૂ કરી વર્તમાન જીવન સુધી લીધી છે. આ કથા થી જાણવા મળે છે કે કેટલી સુદીર્ઘ સાધના પછી આ પદ પ્રાપ્ત થાય છે. આ જીવનકથાનો આધાર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી કૃત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર છે . અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન મુનિ શ્રી પૂર્ણચન્દ્ર વિજયજી મ. લા. એ સંક્ષિપ્ત પરંતુ સાર રૂપ ભગવાન મહાવીર નું દિવ્ય જીવન ચરિત્ર ચિત્રકથા દ્વારા રજૂ કર્યું છે લેખક પૂજ્ય મુનિ શ્રી પૂર્ણ ચન્દ્રવિજયજી મ. સા. સંપાદક શ્રીચંદ સુરાના “સરસ” પ્રબંધક સંજય સુરાના ચિત્રાંકન શ્યામલ મિત્ર © સર્વાધિકાર પ્રકાશકાધીન રાજેશ સુરાના દ્વારા દિવાકર પ્રકાશન એ- ૭, અવાગઢ હાઉસ, એમ. જી. રોડ, આગરા- ૨૮૨૦૦૨ દૂરધ્વનિઃ (૦૫૬૨) ૩૫૧૧૬૫, ૫૧૭૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 84