Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ છે. આ પરિવર્તનશીલ સંસાર છે. બધું પરિવર્તન પામી રહ્યું છે. આ આજના સંયોગો આવતીકાલે બદલાઈ જવાનાં છે. યE આજનો સમય આવતી કાલે ચાલ્યો જવાનો છે. P. આજની સામગ્રી આવતી કાલે વિદાય લેવાની છે છે. આ એક વાસ્તવિકતાને સમજવી. એટલે જ જૈનશાસનના કર્મફિલોસીફીના હાર્દને સમજવું. ગતિ બદલાય એટલે કેટલી ઝડપથી કર્મનો બંધ, કર્મનો છે ઉદય, ગુણસ્થાનક બદલાઈ જાય છે. તેની સુવિસ્તૃત સમજણ એટલે જ તૃતીય કર્મગ્રંથ... હUS પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી દેવેન્દ્રસૂરિ મ. સા. વિરચિત જ છે તૃતીયકર્મગ્રંથનું સરળ-સુબોધ ભાષામાં ગુજરાતી વિવેચન પૂ. સાધ્વીજી / શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીજી શ્રી હર્ષગુણાશ્રીજીએ લખેલ છે. રમણના બધા કર્મગ્રંથના પુસ્તકો જૈન સમાજમાં આદરણીય અને આવકારપાત્ર બન્યા છે. પાઠશાળામાં પાઠ્યપુસ્તક તરીકેનું સ્થાન પામેલ આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ આજે ટૂંક સમયમાં રિપ્રિન્ટ કરવી પડી છે. તે જ તેની ગ્રાહકતાની પ્રતીતિ કરાવે છે. આ પુસ્તક પ્રકાશનનો લાભ શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરતે લીધો છે. પ. પૂ. સૂરિમંત્રારાધક આ.ભ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજાથી ઉપકૃત આ ક્ષેત્ર... શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય.. બે આરાધના ભવનો અને આયંબીલશાળાદિથી આરાધનાસાધનાથી સુસમૃદ્ધ બન્યું છે. પૂજ્યપાદ સંઘ એકતાશિલ્પી આ.ભ. શ્રી ઉઠેકારસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય પૂજ્યપાદ તપસ્વીરત્ન શ્રી ચંદ્રયશવિજયજી મહારાજા તથા પૂ. પં. શ્રી ભાગ્યેશવિજયજી મહારાજે કરેલ ત્રણ-ત્રણ ચાતુર્માસોની અમીટ છાપ શ્રી સંઘમાં છે. પૂજ્યપાદ તપસ્વીરત્નશ્રી ચંદ્રયશવિજયજી મહારાજાની આ ઉપકાર સ્મૃતિ અર્થે શ્રી રાંદેર રોડ જૈન સંઘે શ્રુતજ્ઞાનની ભક્તિ કરેલ છે તે અનુમોદનીય છે. શ્રી સંઘ દ્વારા શ્રુતજ્ઞાનના આવા કાર્યો થતાં રહે અને પૂજ્ય સાધ્વીજી મહારાજ કર્મગ્રંથના આવા સુંદર લેખન દ્વારા કર્મપિપાસુને પીયૂષ પાતા રહે એ જ અભ્યર્થના..

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 322