Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 731
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૭૧૧ કલ્યાણ સાધનાર સુંદરબહેન નેમિદાસ જલકમલવતુ જીવન વિતાવે છે. સુંદરબહેન ભુજપુર-કચ્છમાં મહાવદ તેરસ ૧૯૨૫ના ગાંગજીભાઈ સાવલાના કુળમાં માતા હંસાબાઈની કૂખે જન્મ્યાં. બે ભાઈ અને બે બહેનો સહિતનો તેમનો પરિવાર ધર્માનુરાગી, અપિરિગ્રહી, સંતોષી છે. બન્ને ભાઈઓ વિપશ્યના-ધ્યાનસાધનાના વરિષ્ઠ પ્રણેતા છે. ૨૧ વર્ષની ઉંમરે ગાંગજી ખીમશી ભેદાના પુત્ર નેમિદાસ ભાઈ સાથે વિવાહ થયા. ૨૩ વર્ષની ઉંમરે પુત્ર જભ્યો પણ વા વર્ષની કોમળ ઉંમરે માતાના ખોળામાં નવસ્મરણ સાંભળતા મૃત્યુ પામ્યો. પ્રસૂતિ ખબૂ તકલીફદાયી હતી. મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા હતાં. આ પ્રસંગોએ ધર્મરુચિ વિશેષ વધારી. તેમનાં નિત્યકર્મમાં પરિવર્તન આવ્યું. નવકારશી, ચોવિહાર, પ્રતિક્રમણો, જિનદર્શન-પૂજા અને તપ જીવનનાં અંગ બની ગયાં. તેમની જ્ઞાનપિપાસા જાગૃત થઈ અને પાનાચંદભાઈ પંડિતજી પાસે ધર્માભ્યાસ પઠન-પાઠન-ચિંતન શરૂ થયું. જીવનમાં જાણે જ્ઞાનદીપકનું તેજ પ્રગટ્યું. પાંચ પ્રતિક્રમણ, જીવવિવાહ, નવતત્ત્વ-દંડક, લધુસંગ્રહણી, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ (૫ અર્થ સાથે) તત્ત્વાર્થસૂત્ર (અર્થસહિત) બૃહત્ સંગ્રહિણી (અર્થ સાથે) લઘુ ક્ષેત્ર સમાસ (અર્થ સહિત) સમોવસરણ પ્રકરણ, ૬૭ બોલની સજઝાય, વૈરાગ્યશતક, શત્રુંજય લઘુકલ્પ, વીતરાગ સ્તોત્ર, ગૌતમઅષ્ટક, સંબોધસિત્તરી, પુણ્ય પ્રકાશનું સ્તવન જેવો અભ્યાસ કરતાં ગયાં.' બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ, ઓળા, વિશસ્થાનક તપ, ૩ ઉપધાન, ૯૯ યાત્રા સહિતનાં તપ વિધિ સાથે કરતાં રહ્યાં. સંસારમાં સંયમનું તેઓ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. સુકૃતોની અનુમોદના અને દુષ્કતની ગ્રાનો ગુણ તેમની નસેનસમાં સમાયેલો છે. તેમનો એક મહાગુણ છે અપ્રમત્ત દશા. જીવનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરી લેવી તે જ માત્ર તેમનું અંતર–લક્ષ્ય. સમય મળે ધાર્મિક અનુષ્ઠાનોમાં જાતને એવી ઓત-પ્રોત કરી દે કે તેમનો આત્મા અંતરંગ ઉચ્ચદશાનો, જાગૃતિનો સમતાભાવનો અનુભવ કરી શકે. શરીરની બિમારીઓએ તેમની શ્રદ્ધાને વિચલિત થવા દીધી નથી. દેહ પ્રત્યેનો અનાસક્તિ ભાવ તેમને દેહાતીત અવસ્થાએ પહોંચાડે છે. શરીરની સ્પૃહાથી મુક્ત થઈ ઉપાધિમાં સમાધિ કેળવી જાણી છે. ભૌતિક પુદ્ગલોની રુચિ અને તૃષ્ણાથી પર થઈ ગયાં છે. તેથી અંતર્મુખી બની શકયાં છે. શરીર-રોગથી નહીં પણ ભવરોગથી મુક્ત થવા અને કરવાની કામના જ તેમનું ધ્યેય છે. જીવનમાં સદાચારીપણું, અવિચલ નિયમબદ્ધતા, સાદાઈ અને “સવિ જીવં કરુ શાસન રસી’ની મનોભાવના આ મૂઠી ઊંચેરા આત્માને સ્ફટિક જેવો નિર્મળ અને રત્નો જેવો તેજસ્વી બનાવે છે. તેથી જ નિર્મલગુણાશ્રી જેવા ગુરુજનના મુખેથી આશીર્વચન સરી પડે છે. “તમારી જ્ઞાન વૃત્તિ-પ્રવૃત્તિ મુક્તિના ધ્યેયપૂર્વકની હોઈ નિવૃત્તિ નિર્વાણકારણ બનશે જ.”...... શિક્ષણપ્રેમી બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી દામજી જાદવજી છેડા કચ્છની ભાતીગળ ધરતી પર અનેકાનેક રત્નો પાકયાં છે, જેમાંનાં કેટલાંકે પોતાના કુળની સાથે સાથે જ્ઞાતિનું નામ પોતાનાં સત્કાર્યોથી ઉજ્વળ કર્યું છે. તેવા જ એક અગ્રગણ્ય સર્જન છે “સમાજરત્ન' કચ્છ શક્તિ એવોર્ડ વિજેતા દામજીભાઈ જાદવજી છેડા. કચ્છ મુદ્રા તાલુકાના પત્રી ગામમાં ૨૧-૯-૧૯૨૭ના માતા મીઠાબાઈ તથા પિતા જાદવજીભાઈને ત્યાં દામજીભાઈનો જન્મ થયેલ પણ તેમની કર્મભૂમિ હુબલી રહ્યું છે. આ સહૃદયી સફળ સામાજિક કાર્યકર પોતાની નિઃસ્વાર્થ સેવા, કોઠાસૂઝ, સમસ્યાનું નિરાકરણ કરવાની કુનેહ, ધાર્મિક સ્વભાવ અને મળતાવડા સ્વભાવના કારણે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ વિવિધ શૈક્ષણિક, વૈદકીય, ધાર્મિક સંસ્થાઓને સ્થાપવા, પગભર કરવા ધગશ અને ખંતથી મચી પડે છે. દાદા તથા પિતા તરફથી તેમને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેવાનો વારસો મળ્યો છે, જેમાં તેમણે સમયાનુસાર વૈદકીય ક્ષેત્રનો સમાવેશ કરી દરેક ક્ષેત્રે સેવાભાવનાની હરણફાળ ભરી છે. ૧૯૪૫માં તેમનાં લગ્ન વિજયાબાઈ સાથે થયાં, જે તેમની દરેક પ્રવૃત્તિનું પ્રેરક બળ બની રહ્યાં. ૧૯૬૦માં તેઓ પુત્ર વીરેન્દ્રના પિતા બન્યા. હૈદરાબાદ, ચૈતન્યપુરી તેમ કચ્છ કોડાયના બોતેર જિનાલયમાં તેમણે પ્રભુજીની પ્રતિમા બિરાજમાન કરાવી. હૈદ્રાબાદ, કાચીગુડા તેમજ કચ્છ-વાંકી દેરાસરના નિર્માણમાં સહયોગ આપ્યો. દિગંબર દેરાસરોમાં દાનની ધારા વહાવી તો હુબલીમાં પણ દેરાસરનાં સર્વકાર્યમાં અગ્રેસર રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820