Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 756
________________ ૭૩૬ ૧૯૯૮માં બીજા અંતરાયકર્મનો જોરદાર ઉદય. બેંગ્લોર ક્ષેત્રમાં આવ્યા આચાર્ય ભગવંત જગચંદ્રની આજ્ઞા લઈને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ વળતર મેળવી કરવાનું શરૂ કર્યું જે આજ દિન સુદી ચાલી રહ્યું છે. ગળથૂથીમાં જ માબાપ તરફથી ધર્મના સંસ્કાર, અનેક સાધુ-સાધ્વી, ગુરુભગવંતો, મહાન વિદ્વાન પંડિતો અને સ્વનો પ્રબળ પુરૂષાર્થ અંતરની શુદ્ધ ભાવના, નીતિમત્તાની મક્કમતાથી દરેક ક્ષેત્રે સિદ્ધિ મળી અને બેંગ્લોરમાં આ. ભ. સ્થૂલભદ્રસૂરિને મહાવીર હોસ્પિટલમાં શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવાનો ઉત્કૃષ્ટ લાભ મળ્યો. સુશીલાબહેન પારેખ, ભાઈ સમાન પ્રવીણભાઈ તથા શ્રીમતી અમીબહેનની મારી આ ક્ષેત્રે ઓળખાણ કરાવવામાં મદદ બદલ તેમનો ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રભાવક વ્યક્તિત્વ સંપતરાજ ગાદિયા (આહોર) “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ.” પ્રતિભા કોઈની મહોતાજ નથી હોતી, જરૂર હોય છે એને ઉખેડીને બહાર લાવવાની. આવા જ એક વિલક્ષણ વ્યક્તિત્વના સ્વામી, આહોરની ધર્મધરામાં અવતિરત કુશળ અને ઝૂમનારા વ્યક્તિત્વના માલિક સંપતરાજ ગાદિયા, જેઓ ૭૨ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે એવા પોતાના સહજ વ્યક્તિત્વના પ્રભાવથી સમસ્ત બેંગ્લોર જૈન સમાજની આંખોનું તેજ બની ગયા છે. તેઓ ૧૯૪૮માં આહોરથી બેંગ્લોર પધાર્યા, ત્યારે એમના મોટાભાઈ કુશલરાજજી ધાતુ-વ્યવસાયમાં વેપાર કરી રહ્યા હતા. તેઓ પણ તેમની સાથે જોડાઈ ગયા, પરંતુ એમને આ વ્યવસાય માફક ન આવ્યો. એમણે ફિલ્મ−વિતરણ, સ્ટીલ– ફેક્ટરી વગેરે વ્યવસાયમાં હાથ અજમાવ્યો. સરકારી દખલ વધારે હોવાને કારણે એમને આ કામ પણ ન ફાવ્યું. પછી એમણે એક્સપોર્ટ–ઇમ્પોર્ટનું કામકાજ ‘કોન્ટિનેંટલ એક્સપોર્ટ'ના નામે શરૂ કર્યું. તરત જ એમના ભાગ્યનો સિતારો ચમકી ઊઠ્યો. આજે બેંગ્લોરનાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં એમની ફર્મનું નામ અત્યંત આદર સાથે લેવામાં આવે છે. તેઓ મહેનતુ હોવા સાથે કુશળ સંચાલકનો ગુણ પણ એમનામાં ભર્યો પડ્યો છે. તેઓ બેંગ્લોરની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંલગ્ન છે, જેમાંની એક શ્રી Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ભગવાન મહાવીર હોસ્પિટલ, જેના તેઓ વર્તમાન અધ્યક્ષ છે. એમના નેતૃત્વમાં ભગવાન મહાવીર હોસ્પિટલ, Super speciality Hospitalની શ્રેણીમાં પહોંચી ગઈ છે, જેનો સમગ્ર બેંગ્લોરને ગર્વ છે. એમણે હોસ્પિટલમાં સંપતરાજ ગાદિયા ફી કેમ્પ સેન્ટરનું નિર્માણ કરાવ્યું છે. આ ફ઼ી કેમ્પ સેન્ટર દ્વારા બેંગ્લોર શહેરના દૂર-સુદૂરના પ્રદેશોમાં દર માસે ફ્રી કેમ્પ યોજાય છે, જેમાં દરેક ગરીબ દર્દીની નિઃશુલ્ક સારવાર થાય છે અને સર્જરી (ઓપરેશન) પ્રસિદ્ધ મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ સિવાય કપાયેલા હોઠોની પ્લાસ્ટિક સર્જરી પણ એમની હોસ્પિટલમાં થાય છે અને દાનવીરો પાસેથી પ્રાપ્ત ધનરાશિમાંથી ડાયાલિસિસ કોઈ પ્રકારના ચાર્જ વિના ફ઼ી કરવામાં આવે છે. એમની હોસ્પિટલ આવાં જનોપયોગી કાર્યોના કારણે બહુચર્ચિત બની ગઈ છે. આ સિવાય તેઓશ્રી જિનકુશલસૂરિ જૈન સંઘના અધ્યક્ષ પદે બિરાજમાન છે. તેઓ ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી, શ્રી દેવનહલ્લી તીર્થના ટ્રસ્ટી, B.B.U.L. સ્કૂલના એક્ઝિક્યૂટિવ મેમ્બર, બેંગ્લોર ક્રિકેટ-ક્લબના સભ્ય, બિલિયર્ડ ક્લબના સભ્ય, ટેનિસ ક્લબના સભ્ય, કર્રર્રહ ક્લબના મેમ્બર, મડાસ રેસ ક્લબના મેમ્બર વગેરે જગ્યાઓ સાથે જોડાયેલા છે. વિશેષમાં એમની હોસ્પિટલમાં સાધુસંતોની સેવા–સારવાર ૧૦૦૪ ફી કરવામાં આવે છે. એમની હોસ્પિટલમાં ગરીબ સાધર્મિક ભાઈઓનો ઇલાજ પણ ફી કરવામાં આવે છે. —સંકલન : રમેશ ફોલામુથા તીવ્ર સ્મરણશક્તિ તેજરાજ નાગોરી (આહોર) શિખર ગમે તેટલું ઊંચું કેમ ન હોય, એના પર ચડાઈ કરવા ઉઠાવેલ કદમ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આવા જ દૃઢ વ્યક્તિત્વના માલિક તેજરાજ નાગોરી આહોર જૈનસમાજ માટે આદર્શ છે. દસ વર્ષની બાલ્યવયમાં એમણે આહોરથી બેંગ્લોર આવી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેઓ બચપણથી જ વિલક્ષણ પ્રકૃતિ ધરાવે છે. ગણિતમાં તેઓ ‘માસ્ટર’ ગણાય છે. એમની સ્મરણશક્તિ અદ્ભુત છે. જૂનાથી અતિ જૂના પ્રસંગો એમને તારીખ-વર્ષ સાથે મોઢે યાદ રહે છે. તેઓ પોતાના નામ પ્રમાણે સ્વભાવ અને ભલમનસાઈમાં તેજસ્વી છે, પરંતુ એ તેજસ્વિતામાં શીતળતાનો આભાસ પણ બની રહે છે. તેઓ સમાજના દરેક કાર્યમાં મુખ્ય ધુરા સમાન બની રહે છે. સમાજનું અહિત થાય એ એમને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820