Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 771
________________ સ્વપ્ન શિલ્પીઓ આ વિદ્યાશ્રમ સાથે સમિતિએ “શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય” પણ એમના પુણ્ય સ્મારકરૂપે સ્થાપિત કર્યું છે. પંજાબના વિહાર દરમ્યાન શ્રી રત્નચંદ્રજી મ. ના હાથે જે મહાન કાર્યો થવા પમ્યાં છે તે કાર્યોમાં આ સમિતિ તથા આ વિદ્યાશ્રમ અનેરું સ્થાન ધરાવે છે. તેવી જ રીતે પંજાબમાં તેમનો વિહાર તથા પ્રચારનું અનેરું સ્મારક પંજાબના ગુણજ્ઞ શ્રાવકોએ ‘શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય' દ્વારા નિર્માણ કર્યું છે. પંજાબના શીતળ પ્રદેશમાં વિહાર કરવાથી અને ત્યાં વારંવાર પડતા વરસાદથી શ્રી રત્નચંદ્ર મ. તથા તેમના શિષ્યોની તબિયત વારંવાર બગડી જતી હતી. દિલ્હી પહોંચ્યા પછી તેમને લોહીના દબાણની બિમારી થતાં દિલ્હીથી આગળ વધી શક્યા નહીં. વિહારના કડવા મીઠા અનુભવો જૈન મુનિના પાદ વિહારની સાથે અનેક પ્રકારના કષ્ટો પરીષહો વણાયેલા જ હોય છે. રાજપૂતાના, મારવાડ અને ઉત્તર ભારતના બીજા પ્રાંતોમાંના શ્રી રત્નચંદ્રજી મ.ના વિહારના કેટલાક અનુભવો તેમના મુનિધર્મની અને ધૈર્યની કસોટી કરનાર નીવડ્યા હતા. અજમેરથી પાછા ફરતા એરીનપુરા રોડ નામના સ્ટેશને એક વાર શ્રી રત્નચંદ્રજી મ. વિહાર કર્યો ગાઈડ બુકમાં કોટાર નામનું એક નાનું સ્ટેશન જણાવેલું હતું. સ્ટેશન પહોંચતા તદ્દન ઉજ્જડ જણાયું. સ્ટેશન માસ્તર પણ નહીં. થોડી દૂર એક ઝૂંપડી હતી તેમાં એક માણસ રહેતો હતો. તેની પાસેથી સ્ટેશનમાં રાતવાસો ગાળવાની રજા મળી. પ્રતિક્રમણાદિ કરી મુનિઓ બેઠા હતા, ત્યાં આશરે રાતે નવેક વાગ્યે થાણેદાર સાહેબ ૩૫૧ આવ્યા. તેમણે ખુલાસો કર્યો કે અહીં ત્રણ-ચાર વર્ષથી લૂંટફાટ ચાલે છે તેથી સ્ટેશન ઉજ્જડ થઈ ગયું છે. ગાડીના ટાઈમે ગાર્ડ જ ટિકિટ આપે છે. મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. આ લૂંટારાઓનો અડ્ડો છે. અહીં રહેવું સલામતભર્યું નથી અહીંથી એકાદ ફ્લાંગ દૂર મારું મકાન છે, આપ ત્યાં પધારો. મુનિશ્રીએ જવાબ આપ્યો, રાત્રે અમારાથી ક્યાં જવાય નહીં. વળી અમારી પાસે એવું કાંઈ નથી કે જે લૂંટારાઓ લૂંટે. રાત ત્યાં જ ગાળી પણ વરસાદ ખૂબ પડ્યો તેથી લૂંટારાઓ આવ્યા જ નહીં. Jain Education International એ સ્ટેશન પરથી આગળ વિહાર કરતા માર્ગમાં એક વાઘનો ભેટો થઈ ગયેલો પણ મુનિ મંડળથી પચાસેક કદમ જેટલે દૂરથી પોતાને માર્ગે પસાર થઈ ગયો હતો. આગ્રાથી ભરતપુર થઈને તેઓશ્રી શિષ્યો સાથે જયપુર એ સાધુઓ આહારપાણી ગ્રહણ કરી શકતા. બ્રહ્મચારી વીર સંઘનો ઉદ્દેશ તરફ પાછા ફરતા હતા ત્યારે સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવી અટક્યા. એવા મંદિરોમાં તેમને અનેકવાર આશ્રયસ્થાનો સાંપડેલા તેથી આ મંદિરમાં પણ રાત્રિવાસ કરવા સ્થાન મળી રહેશે એવી તેમની ગણત્રી હતી પણ તે ખોટી ઠરી. મંદિરમાંથી એવો જવાબ મળ્યો કે અહીં રાત્રે કોઈને સૂવા દેવામાં આવતા નથી. પાસે એક ખુલ્લી ધર્મશાળા હતી. પોષ મહિનાની ઋતુ હતી. તે ધર્મશાળા તરફ આંગળી ચીંધવામાં આવી એટલે તેઓ તે ધર્મશાળામાં ગયા, ધર્મશાળા ત્રણે બાજુથી ખુલ્લી હતી. તેમણે કડકડતી ઠંડીમાં ત્યાં જ સમભાવપૂર્વક રાત ગાળી. આવી મુશ્કેલીઓ ઉપાંત જૈનેતરોના ઘરોમાંથી આહાર મેળવવામાં કેટલીક વાર અપમાનો વેઠવા પડતા. કોઈ વાર તિરસ્કાર થતો, કોઈ કોઈવાર તો દરવાજાની બહાર સાધુને ઊભા રાખતા અને પછી ભિખારીને ટુકડો રોટલો આપવાની જેમ દયાદાન કરવા માગતા. જૈન મુનિઓ ભિક્ષુક હોય છે પણ ભિખારી નથી હોતા એવું જ્યારે સમજાવવામાં આવતું ત્યારે સાધુઓને ઘરમાં આવવા દેતા અને ત્યાર પછી જ એવા ઘરોમાં આ યોજનાનો હેતુ એવો હતો કે એવા પ્રકારનો વર્ગ તૈયાર કરવામાં આવે, જે ન સાધુવેશધારી હોય કે ન પૂરો ગૃહસ્થ હોય. જીવન નિર્વાહ અને ઘરની ચિંતાઓથી મુક્ત થઈને મધ્યમ માર્ગ વડે સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે પરંતુ જ્યાં સુધી નીર સંઘની પૂરી યોજના અમલમાં આવે નહીં, ત્યાં સુધી સેવાભાવી બ્રહ્મચારીઓની સંસ્થા અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે તરતમાં જ સેવાભાવીઓની એક સંસ્થા સ્થાપવાના આશયથી ઘાટકોપરના અધિવેશનનો એક વીર સંઘની સ્થાપના કરવાનો પણ ઠરાવ કર્યો હતો. જીવનના અંતિમ શ્વાસ સુધી ‘‘વીર સંઘ'' નું રટણ વીર સંઘ યોજનાની સુંદરતા અને ઉપયોગિતા સ્વતઃ સિદ્ધ હતી. તેની પાછળની એકતા અને વિશુદ્ધ સાધુજીવનની ભાવના તથા જૈન શાસનનું શિસ્તબદ્ધ સંચાલન ઉત્તમ હતાં. તે યોજના પર સાધુ-સાધ્વીઓના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. તેમાં યોજનાને પ્રશંસવા છતાં કેટલાક મુનિઓએ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820