Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 779
________________ સ્વપ્ન શિલ્પીઓ નવકાર મહામંત્રનો પ્રભાવ એક વખત પૂજ્યપાદ શ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ષ ગુરુદેવ શ્રી વીરજી સ્વામી તથા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામી તથા શાંતમૂર્તિ શ્રી રૂપચન્દ્રજી સ્વામી કઠાણા-૪ સોરઠ વિસ્તારમાં ચાતુર્માસ અર્થે પધારી રહ્યા હતા. જેતપુરના રસ્તે જતાં વચ્ચે રેલ્વેનો મોટો પુલ આવ્યો. પુલ એકદમ સાંકડો હતો. કિનારે ચલાય તેમ ન હતું તેથી વચ્ચે ચાલતા હતા. પુલ ઉપર પડતા પહેલા આગળ પાછળ નજર કરી લીધેલી ત્યારે ગાડી દેખાઈ નહિ જેથી નવકાર મંત્રનું સ્મરણ કરતા આગાળ વધી રહ્યા હતા. બરાબર પુલની મધ્યમાં પહોંચ્યા અને એકદમ ગાડીની બીસલનો તીલુ અવાજ કાને અથડાયો, ધમધમાટ કરતી ગાડી આવી રહી હતી. નીચે ઉતરી શકાય તેમ નથી, બીજો કોઈ રસ્તો નથી, શું કરવું? ઝડપભેર ચાલવાનું શરૂ કર્યું પણ ઉપરાઉપરી વ્હીસલનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ટ્રેન ઘણી નજીક આવી ગઈ હતી. પૂ. ગુરુમહારાજે બધાને સૂચના આપી કે સાગારી સંથારો લઈ લ્યો અને જો ટ્રેન એકદમ નજીક આવી જાય તો નીચે નદીમાં કૂદી પડવાનું. નવકાર મંત્રનો સતત સ્મરણ સાથે ચાલવાની ગતિ વધારી. મહામંત્ર ઉપરની અજોડ શ્રદ્ધા અને આયુષ્યના બળે હેમખેમ પુત્ર ઓળંગાઈ ગયો. કિનારે પગ મુક્યો તે જ જાણે ધસમસતી ગાડી આવી પહોંચી પરંતુ ચારે મુનિરાજો મૃત્યુના મુખમાંથી બચી ગયા. પસીનો લૂંછતા ડ્રાઈવરે બે હાથ જોડીને નિરાંતનો દમ લેતાં સંતોનું અભિવાદન કર્યું. સડસડાટ દોડી જતી ગાડીને પૂ. ચારે ગુરુભગવંતો નિહાળતા રહ્યા અને સ્વગત બોલી ઉઠ્યા. “હજારો, મત્ર શું કરશે? મારો નવકાર બેલી છે.* આચાર્યપદ પ્રદાન વિ.સં. ૨૦૨૮ના બીજા વૈશાખ મહિનામાં લીંબડીમાં તમામ સાધુઓનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પુણ્યપ્રભાવક પૂજ્ય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામીનો આચાર્યપદે અભિષેક કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. બીજા વૈશાખ સુદ-૧૩ ગુરુવારે ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં ભવ્યતાથી લીંબડી સંપ્રદાયની ગાદીએ ૮૩માં પધર તરીકે વિધિસર આચાર્યપદવી આપવામાં આવી. તે આચાર્યપદના પ્રતીકની પછેડી પંડિત મ. શ્રી ચુનીલાલજી સ્વામીએ ચતુર્વિધ સંઘની ઈચ્છાથી ઓઢાડી Jain Education International 9че શાસન પ્રભાવક આચાર્યદેવ જ પૂર્વે શાસન પ્રભાવક આચાર્યશ્રીના પગલે પગલે દરેક ક્ષેત્રોમાં અપૂર્વ જાગૃત્તિ આવતી. માનસરોવરના હંસો ઊડીને ગમે ત્યાં જાય તોપણ તે મહીમંડલને શોભાવનાર જ બને. ત્યારે આ તો પરમહંસ. એમના પરમ પુણ્યોદયે અનેક મુમુક્ષુ આત્માઓ ચરણોમાં સંયમી જીવન અંગીકાર કરવા માટે તૈયાર થઈ જતા. તેઓશ્રીના ૧૪ વર્ષના શાસનકાળમાં કુલ ૧૨૬ મુમુક્ષુઓની દીક્ષા થઈ હતી. તેમાંથી ૧ જેટલા ભવ્યાત્માઓ તો એમના જ શ્રીમુખે સંયમ સ્વીકારવામાં સદ્ભાગી બન્યા હતા. પરમાત્મપ્રકાશ, નિર્વાણમાર્ગનું રહસ્ય વગેરે આધ્યાત્મિક પુસ્તકોનના વાંચન દ્વારા તેમણે આત્મભાવને સારો વિકસાવ્યો હતો. આત્મચિંતનમાં તેઓથી એવા મસ્ત થઈ જતા કે વસતિમાં રહેવા છતાં જાણે વનમાં રહીને અધ્યાત્મની સાધના કરનાર યોગીરાજ જોઈ લ્યો ! વિરહની વેદના છતાં અનુપમ આરાધના પૂજ્ય આચાર્યદેવશ્રીના ડાબા જમણા હાથ સમાન તેમના પરિક પંડિત શ્રી વલચન્દ્રજી સ્વામી તથા પરમ અંતેવાસી ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી અનુક્રમે સં. ૨૦૨૨ માગસર વદ-૧૧ તથા ૨૦૩૪ આસો વદ-૮ના અચાનક સમાધિભાવે સ્વર્ગવાસ પામતા તેઓશ્રીને ભારે આઘાત લાગ્યો હોવા છતાં આધ્યાત્મિક સમતુલા જાળવી રાખી પોતાની આત્મ આરાધના અનુષમ બનાવી હતી. ભવ્ય જીવોના માટે પોતાનું જીવન ભારે પ્રેરણાદાયી બનાવ્યું હતું. જન્મભૂમિમાં અંતિમ ચાતુર્માસ સં. ૦૩૭ના ચાતુર્માસમાં ભચાઉ સંઘ તથા લાકડિયા સંઘની ચાતુર્માસની વિનંતી આવી ત્યારે પૂજ્ય સાહેબે વિચાર્યું કે કચ્છમાં જઈ પહેલું ચોમાસુ તો ભચાઉ જ કરવું છે કારણ કે ભચાઉ જન્મભૂમિ છે અને દીક્ષાભૂમિ પણ છે. તેઓશ્રીના અદ્ભુત પુણ્ય પ્રભાવે એ ચાતુર્માસ પણ અભૂતપૂર્વ હતું. તપજપ વગેરેની અપૂર્વ જમાવટ થઈ હતી. પૂજ્ય આચાર્ય ભગવંતની ૯૫ વર્ષની ઉંમર હતી. છતાં પાર્ચે ઇન્દ્રિયો સક્ષમ અને ક્રિયાશીલ છેલ્લે સુધી હતી. આટલી ઉંમરે પણ તેઓશ્રી ચશ્મા વિના વાંચી શકતા તથા ભીતને ટેકો દીધા વિના એમ જ બેસતા. આવું દ્રશ્ય જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. આટલી મોટી ઉંમર સુધી ઓપરેશન આદિ કરવું પડ્યું ન હતું. પરંતુ સં. ૨૦૩૯ના શિયાળામાં ડાબી આંખે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820