Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 811
________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૯૧ 'હું મારો સ્વMશિલ્પી! –વિજયકૃષ્ણ અર્ટોસ........35 ૧૯૫૯ની ૨૦મી જાન્યુઆરીએ જન્મ બાદ-જીવનના આ એકાવન–બાવનમા વર્ષે મને આનંદ અને સંતોષ છે કે મારું જીવન મારી પોતાની દૃષ્ટિએ સાર્થક છે અને સ્વાભાવિક છે કે મારા જીવનમાં મારી પોતાની દૃષ્ટિનું જ સૌથી વધુ મહત્ત્વ હોય, કેમ કે મારું જીવન એ મારું છે–એની પળેપળનો સાક્ષી હું છું, અંદર અને બહાર એ બંને બાજુથી જોનાર હું પોતે છું! સૌની જેમ મેં અનેક સ્વપ્નો જોઈ તેમને સાકાર કરવા પણ કોશિશ કરી છે અને તે રીતે મારો પોતાનો સ્વપ્નશિલ્પી હું પોતે પણ છું. અનાયાસ આવનારા સંજોગો આપણા હાથમાં નથી હોતાં, પણ તેવા k. સંજોગોમાં શી રીતે વર્તવું તે જેમ ઘણાં ભાગે આપણા હાથમાં હોય છે તેમ એ સંજોગોમાંથી શો બોધપાઠ લેવો અને આપણું ડહાપણ–પ્રજ્ઞા-વિવેક વધારીને ભાવિમાં આવનાર સંજોગો માટે શી રીતે તૈયાર થવું એ તો આપણા હાથમાં જ હોય છે એ રહસ્યની મને ઈશ્વરકૃપાએ બહુ નાની ઉંમરે પ્રતીતિ થઈ હતી અને મેં જે કંઈ યોગ્ય લાગે તેના “અમલ’ માટે નક્કર મનોબળ કેળવ્યું. આથી મારું મારા જ જીવનમાં ઈશ્વરતત્ત્વની પ્રાપ્તિનું જે સ્વપ્ન હતું તે ફળ્યું, જે જેટલું ટૂંકમાં કહીશ એટલું અઘરું થશે, જેમ દૂધ કરતાં માખણ–ધી પચવામાં ભારે હોય છે તેમ! ભારે વસ્તુ પચવામાં–સમજવામાં વધુ શક્તિ અને સમય જોઈએ, તો તે રીતે તમારે અહીં સ્થળસંકોચ કે સમયસંકોચને કારણે ખૂબ સંક્ષિપ્તમાં કહેવાયેલું આ બધું ખરેખર સમજવું હોય તો એક-એક વાક્ય ન સમજાય ત્યાં સુધી ફરી-ફરી વાંચીને વિચારવું પડશે, નહીં તો અહીં લખેલું-છાપેલું કશું જ નહીં સમજાય. એટલે, ન સમજાય ને વિગતે સમજવું હોય તો હું હયાત છું ત્યાં સુધી ફોન કે રૂબરૂ સંપર્ક કરી પૂછી શકો....પણ અહીં તો ટૂંકમાં એટલું જ કે....... સાક્ષીભાવ કેળવીએ જીવનમાં જો કશું સમજવાનું હોય તો તે માત્ર પોતાના મન અને શરીરનાં રહસ્યો જ છે અને તે સમજવાનો એકમાત્ર ઉપાય છે : જીવનને જોતાં શીખવાનું, સાક્ષીભાવ. સામાને સ્થાને પોતાની જાતને મૂકીને જોવાનું..........આનાથી જીવનના મૂળ અહમ્ અને મનનાં અનેક રહસ્યો જાણવા-જાતે અનુભવવા મળશે, સામાના ગુણદોષની જેમ પોતાના પણ ગુણદોષ દેખાવા લાગશે, મર્યાદાઓ સમજાતી જશે, પૂર્વગ્રહો ઓગળતા જશે, મધ્યમ–માર્ગે જીવવાની એક નવીન-સમજણ ખીલતી જશે, જીવનમાં બેલેન્સસમતોલન સધાતું જશે.....શરીરનું બેલેન્સ હોય તો માણસ ઊભો રહી શકે, હાલી-ચાલી કે કૂદી શકે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820