Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 810
________________ ક . ક વિજય મેળવે છે, તે આકાશના સ્થિર તારકો જેમ શાશ્વત સ્થાન પ્રાપ્ત કરે છે. કિશોરભાઈ શેઠનું જીવન એવા શાશ્વત સ્થાનનું અધિકારી છે. માતુશ્રી કાન્તાબહેનના ધાર્મિક સંસ્કારોથી પોષણ મેળવીને કિશોરભાઇએ જીવનને ધન્ય બનાવ્યું. સદ્ગુણો અને સદાચારથી ઉજજવળ બનાવ્યું. દાન, દયા, ઉદારતા, પરોપકાર, અહિંસા અને કરુણાના ભાવોને જીવનકાર્યોમાં મૂર્ત કરીને આ મનુષ્ય અવતારને સફળ બનાવ્યો. ‘ધ તેષાં ધિણો’ એ સૂત્રથી બંધાઈને અનેક સત્કર્મો કયૉ. પરિણામે તા. ૮-૧૨-૧૯૯૪એ અલ્પાયુષ્ય ભોગવી દિવંગત થયા હોવા છતાં આજે પણ એમની જીવનસૌરભ સૌને હૃદયસ્પર્શી છે. શ્રી કિશોરભાઈ ડી. શેઠ (કે. ડી. શેઠ) દિવંગત તા. ૦૮-૧૨-૧૯૯૪ માને છે 'શેઠ પરિવારનું નાજુક પુષ્પ શ્રી આશિતભાઈ તા. ૨૪-૧-૧૯૬૯ના રોજ પુષ્પનું પ્રાગટ્ય અને તા. ) ૧૬-૧-૧૯૯૯ ના રોજ એ પુષ્પનું વિલીન થવું, એ માત્ર , શેઠ પરિવાર માટે જ નહીં, સમગ્ર સમાજ માટે અસહ્ય ઘટના આ હતી. ત્રીસ વર્ષની આયુમર્યાદા આ મહાકાળના અનંત પ્રવાહમાં તૃણ સમાન પણ ન કહેવાય. તેમ છતાં વ્યક્તિ પોતાના અલ્પ જીવનકાળમાં પણ અમીટ છાપ મૂકતી જાય છે. એ છાપ પૈસો કમાવાથી કે વેપારઉદ્યોગ વિકસાવવાથી કે સત્તા-હોદ્દો હાંસલ કરવાથી નથી ઊભી થતી. એ છાપ ઊભી થાય છે જીવનમાં સદ્ગણોનું આરોપણ કરવાથી, એ છાપ ઊભી થાય છે એનું સદાચરણ કરવાથી અને એ શ્રી આશિતભાઇ કિશોરભાઇ શેઠ. દિવગંત તા.૧૬-૦૧-૧૯૯૯) સદ્ગણનું સદ્ભાગ્ય સાંપડે છે ઘર-કુટુંબની પવિત્ર પરંપરાથી. શ્રી આશિતભાઈને મોટી બા કાન્તાબહેન અને પિતા કિશોરભાઈનો ભવ્ય વારસો મળ્યો હતો. એ વારસો ધનભવનો નહોતો, એ વારસો ધર્મ અને અધ્યાત્મ, અહિંસા અને કરુણા, પરોપકાર અને દાન, તપ અને આરાધનાનો હતો. તે ટૂંકા જીવનમાં શ્રી આશિતભાઈ એવું પાવનકારી જીવન જીવી ગયા કે એમનું અનુકરણ અનેક યુવાનોને પ્રેરણાદાયી બની રહે છે! લી. મહેન્દ્ર ડી. શેઠ ભાનુમતી કે. શેઠ તથા શેઠ પરિવાર . Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820