Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 812
________________ ૭૯૨ અને તંદુરસ્ત રહી શકે તેમ મનનું બેલેન્સ સધાય ત્યારે માણસ સ્વસ્થપણે કુદરત અને પોતાની પ્રકૃતિને સમજી ગમે તે સંજોગોમાંથી માર્ગ કાઢી સુખશાંતિથી જીવતો થાય છે. યોગ્ય-અયોગ્યનો વિવેક એવો તો ખીલે છે કે મોહ–લોભ-ભય-જાતીય વૃત્તિ-ક્રોધ-ઈર્ષ્યા કે રાગદ્વેષ જેવા અનેક તત્ત્વોની મન–શરીર પર થતી અસરો જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ કે ત્રીજું નેત્ર ખૂલી જાય છે. સામાન્યતઃ બધાં મર્મો—શાસ્ત્રો કે વિદ્વાનો એમ કહે છે કે અહમાંથી ઊપજતા આ બધા ભાવો અવગુણો છે અને માણસે એમના પર વિજય મેળવી તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે મને દેખાય છે કે જેમ ગુણો જરૂરી છે તેમ આવા અવગુણો પણ જીવન જીવવા માટે યોગ્ય પ્રમાણમાં જરૂરી છે અને અહમ્ના સંપૂર્ણ નિરસનની તો જરૂર જ નથી; જો કે મૃત્યુ સુધી તે શક્ય પણ નથી. જેમ ઊંડાણમાં સ્થિતપ્રજ્ઞતા જરૂરી છે તેમ સપાટી પર આ બધી જ લાગણીઓ પણ જરૂરી છે, જીવનના બળ–ઉત્સાહનું કારણ છે આ! સ્વપ્ન શિલ્પીઓ આમ, ત્રીજું નેત્ર ખૂલ્યા પછી જેને કુંડલિની કે ક્રિયાશક્તિ કહેવાય છે તે જાગી જાય છે અને સમગ્ર જીવનમૃત્યુના કે ઈશ્વર, જન્મોજન્મ, ભૂતપ્રેત, ચમત્કાર, યોગ, તંત્ર, સ્થિતપ્રજ્ઞતા, આત્મા અને પરમાત્મા સહિત આ સૃષ્ટિનાં સર્વ રહસ્યો ઉપરના પડદા એક પછી એક ખૂલવા લાગે છે. સિનેમાના પડદા ઉપરનાં દૃશ્યો દેખાય તેમ પાંદડાની પાછળનાં દશ્યો પણ દેખાવા લાગે છે, સિક્કાની બંને બાજુઓ જોઈ શકાય તેવી દીર્ધ દૃષ્ટિ અને આત્મસંયમ પ્રાપ્ત થાય છે. આ આત્મસંયમ-વિવેકશક્તિ દ્વારા ‘પાતંજલ-યોગસૂત્ર’માં વર્ણવેલાં વિરાટ અને વામન રૂપોને સામાન્યતઃ મધ્યમમાર્ગી રહેતું મન, અનુકૂળ સમયે ધારણ કરી શકે છે. આંતરિક રીતે આવો માણસ એટલો તો સમૃદ્ધ થાય છે કે પછી તેને પોતાના બાહ્ય દેખાવ, સામાજિક પ્રતિષ્ઠા-પ્રખ્યાતિ, ધન-સમૃદ્ધિ, સત્તા, જાતીયવૃત્તિની પણ પરવા રહેતી નથી; પોતાની અંદરથી જ એટલી બધી તૃપ્તિ થવા લાગે છે કે ક્યાંય હરવા-ફરવા કે તીર્થસ્થાને દર્શને જવાની પણ ઇચ્છા રહેતી નથી, કેમ કે તે અંદરના ઈશ્વરને પામી ચૂક્યો હોય છે. અરે, ભાવસમાધિ કે સમાધિ સ્થિતિને અનુભવ્યા પછી તેને વારંવાર અનુભવવાની કે તેમાં ખોવાવાની પણ ઇચ્છા રહેતી નથી! આ ઈશ્વર-સાક્ષાત્કાર પછી બધી બહારની દોટ સમાપ્ત થઈ જાય છે. જીવનમાં જબરજસ્ત સંતોષપ્રદ પરિવર્તન આવે છે. કશું મળ્યું તોય ભલે, ને ન મળ્યું તોય ભલે....જરૂરિયાત પ્રમાણે તે મેળવવાનો પ્રયત્ન તો હું જરૂર કરું, પણ ન જિવાય તો એનો કોઈ હરખશોક કે લોભભય નથી. ઈશ્વરને મારા માટે જે કંઈ જરૂરી જણાય તે એ આપશે જ અને જો પ્રયત્ન છતાં કંઈ નથી મળતું તો એ ન મળવું તે જ મારા હિતમાં છે. દા.ત. કુદરતે મને આકર્ષક વ્યક્તિત્વ નથી આપ્યું તો તે ઘણું સારું છે; જો હું ચુંબકીય વ્યક્તિત્વ ધરાવત, તો દુનિયાની માયામાં જ અટવાઈને રહી જાત અને પોતાની જાત સાથે સંવાદ સાધી આત્મ-સાક્ષાત્કાર ન કરી શકત. મારા ભાગે જે કંઈ કુદરતી રીતે આવે છે તે બહુધા સહજ રીતે સ્વીકારવાની મનઃસ્થિતિ કેળવવામાં હું માનું છું, જે સંતોષની જનક છે. જે કુટુંબીજનો–મિત્રો કે મારો ઓફિસસ્ટાફ છે તે પણ ઈશ્વરની ઇચ્છાથી જ મારા ભાગે આવેલો છે, તો જેમ મારામાં ખામીઓ-ખૂબીઓ છે તેવી એમનામાં પણ હોવાની જ; જેમ હું ઇચ્છું છું કે મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820