Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 790
________________ 990 સ્વપ્ન શિલ્પીઓ સંસ્થામાં, સાધુ અને સાધ્વી બંનેને યથોચિત સ્થાન આપવામાં આવેલ છે. વર્તમાન સમયમાં દુનિયા ભલે ગમે તે માર્ગે ચાલતી હોય પરંતુ જૈન દર્શનમાં સાધુ સાધ્વીને હજુ એટલા જ માન સન્માન અને આદર અપાય છે. તે નિર્વિવાદ હકિકત છે. મારા જીવનમાં આવા જ એક સાધ્વી રત્નનો બહુ મોટો પ્રભાવ પડેલો છે. કચ્છ-ભૂજના વતની શ્રાવકવર્ય શ્રી સેજપાલ ભાઇ વીરચંદ દોશી ના આંગણે જન્મ ધરનાર વહાલનો દરિયા સમી હોશીયાર દીકરી... કલા' માટે પિતાને વિશેષ લગાવ. જયારે દીકરીએ વૈરાગ્ય વાસીત થઇ દીક્ષાની અનમતી માંગી ત્યારે આત્મકલ્યાણની ભાવના સાથે પર કલ્યાણની ખેવના જાણી, પિતાજીએ સહર્ષ અનુજ્ઞા આપી. ઘરના સભ્યોએ મોહવશ થોડી નારાજગી દર્શાવી તો પિતાજીએ જણાવ્યું કે હશીયાર ઇન્ટેલિજન્ટ વ્યકિત જો દીક્ષા લે તો સમાજની સારામાં સારી સેવા કરી શકે, સમાજમાં સદભાવનાના બીજ રોપી શકે, માટે તેને દીક્ષા લેવાની ના કહેવી તે યોગ્ય નથી. આ રીતે અનુજ્ઞા મળતા ૧૯ મે ૧૯૮રના દિવસે દીક્ષા લીધી. મેટ્રીક સુધી સ્કુલના અભ્યાસમાં કાયમ ડીસ્ટીશન માર્કસૂ સાથે જ પાસ થવાની પરંપરા જાળવી રાખી હતી. દીક્ષા લીધા બાદ શ્રમણી વિધાપીઠમાં સંસ્કૃત, પ્રાકૃત, જૈન આગમશાસ્ત્રો, ન્યાય, સાહિત્ય, હીન્દી - ગ્લીશ. છંદ કાવ્યો આદિનો પંડિતજી પાસે ચાર વરસ ગહન અભ્યાસ કરી સ્નાતક બન્યા. અને જ્ઞાન ભાસ્કરની પદવી મેળવી. તેના સિવાય વિશેષ વિશાળ વાંચન અનેક વિધ વિષયોનો અભ્યાસ કરી વિદ્વતા પ્રાપ્ત કરી, કળા કુશળતા દરેક કાર્યમાં નિપૂણતા અને ઊંડી સુઝ બુઝના કારણે ગુરુ ગુરુશીના પ્રિયપાત્ર અને સૌના આદરપાત્ર બન્યા. તેમણે જૈન ધર્મની સમજ આપતા ૧૫ જેટલા પુસ્તકો લખ્યા છે. તેમનું એક પુસ્તક જેનું નામ છે “લોક અવલોકન' જે જોવા માત્રથી ખ્યાલ આવી જાય કે સાધ્વીજી કેટલા ઊંડા અભ્યાસી છે. આ પુસ્તક સમસ્ત જૈન સમાજ ના સાધુ સાધ્વીને અભ્યાસ કરવા માટે તથા કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. તેના દ્વારા ઘણા સાધુ સાધ્વીજી જ્ઞાન શિબિરો માં અભ્યાસ કરાવે છે. પોતે જયોતિષશાસ્ત્ર, મૂહુર્ત જયોતિષ, ફેંગસુઇ, હેન્ડરાઇટીગ એનાલિસીસ, બોડી લેન્ગવેજ, પામશાસ્ત્ર, આદિ અનેક વિધ વિષયોનું જ્ઞાન ધરાવે છે. તેઓ પ્રવચન પ્રભાવક પણ છે. તત્ત્વજ્ઞાનની મોટી મોટી વાતો કરવાને બદલે સરળ લોકભોગ્ય ભાષામાં સચોટ દૃષ્ટાંત દાખલા આપી ધર્મ સાથે વિજ્ઞાનનો સમન્વય કરી ધર્મની ગહન વાતો એકદમ સરળતાથી સમજાવે છે. તેમજ વર્તમાન સાથે રહી વર્તમાન સમયમાં કેવી રીતે સમસ્યાના સમાધાન કરી શાંતિપૂર્ણ અને સમાધિમય જીવન જીવવું તેની એકદમ પ્રેકિટકલ અને વ્યવહારીક સમજ આપે છે. જોશીલા પ્રવચનથી શ્રોતા વર્ગને જકડી રાખે છે. પ્રજ્ઞાશીલ અને બુદ્ધિસંપન્ન હોવાના કારણે ગમે તેવું પડકારરૂપ કામ પણ તેમને અશક્ય નથી લાગતું. પડકારરૂ૫ ઘણા કાર્ય તેમણે સરલતાથી પાર પાડ્યા છે. સંપ્રદાયના મોટા મોટા પ્રસંગોના આયોજનો તેમણે ખુબ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કર્યા છે. તેમાં દસ હજાર મહિલાનું અધિવેશન અને ૩૧૦૦ વરસીતપના સામુહિક પારણાનો મહોત્સવ ખાસ યાદગાર પ્રસંગો છે. ઘણા બધા પ્રસંગો દીપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820