Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 789
________________ સ્વપ્ન શિલ્પીઓ. 9૬૯ ભૂજના જૈન તથા જૈનેતર લોકો ચોધાર આંસુએ રડી પડ્યા. જૈન સમાજના સાતે ગચ્છના ભાવિકોએ પૂ. મહાસતીજીના માનમાં આખો દિવસ કામકાજ બંધ રાખ્યા હતા. ભૂજની આજુબાજુના ગામો સુખપર, માનકુવા, સામત્રા તથા માધાપરનાં જૈન સમાજે પણ અડધો દિવસ પોતાના કામકાજ બંધ રાખી પાલખી યાત્રામાં જોડાયા હતા. હજારો જૈન-જૈનેતર ભાવિકો અંતિમયાત્રામાં જોડાયા હતા. જન્મભૂમિ-દીક્ષા ભૂમિ તથા સ્વર્ગવાસ ભૂમિ-ભૂજની ભૂમિ ધન્ય બની ગઈ. સહિષ્ણુતાની મૂર્તિ યાને.... 'નિરજનાબાઈ મહાસતીજી આમ તો પૂ. નિરંજનાબાઈ મ. એ દીક્ષા લીધી ત્યારથી જ તેમને અશાતા વેદનીય કર્મનો ઉદય જોરદાર હતો. ડાયાબિટીસ, બી.પી., પેરેલીસીસ, હાર્ટ એટેક આદિ અનેક દર્દોની વચ્ચે પણ સતત સ્વાધ્યાય, જાપ, વાચન, મનન આદિ સંયમપોષક પ્રવૃત્તિથી સમતાપૂર્વક કર્મના દેણાં ચૂક્ત કરતા હતા એટલું નહીં પણ નાના ઠાણાઓને જ્ઞાન તથા સંસ્કાર આપી સંયમ જીવનનું સારી રીતે ઘડતર કરતા હતા. વાચણી પણ પોતે કરાવતા. પોતે વ્યાખ્યાન આપી શકતા ન હતા પણ નાનાં ઠાણાઓને વ્યાખ્યાન વાંચતા શીખવાડતા. ખરેખર માળી જેમ બગીચાને હરિયાળો બનાવે તેમ પૂ. નિરંજનાબાઈ મહાસતીજી નાના ઠાણાઓને ખૂબ સારી રીતે તૈયાર કરતા. તેઓના સંયમબાગને જ્ઞાન-ધ્યાન આદિનું સિંચન કરી ખૂબ જ હરિયાળો બનાવતા. ઓ સમતાના ધરનારા, તારા જીવન રહસ્યો ન્યારા એક વખત પૂ. નિરંજનાબાઈ મ.ના આખા શરીરમાં સેપ્ટીક થયું. ડૉક્ટર સાહેબ હાથ-પગ વગેરે અંગોમાં છેકા મારીને રસી કાઢે. આપણા જેવાના તો હાંજા ગગડી જાય. જોઈ પણ ન શકાય એવી વેદના થાય. આપણા જેવાના મોઢામાથી ચીસ નીકળી જાય પરંતુ મહાસતીજી એટલા જ સમતાભાવમાં લીન રહે અને કહે, સમજણના ભવમાં સમતાપૂર્વક કર્મોના કરજ ચૂક્ત કરવા દો. સતત સમાધિ મરણ માટેનું વાચન કરતા તથા તેમને એક જ લગની કે મારું સમાધિ મરણ થાય. છેલ્લે બંને કીડની નિષ્ફળ થઈ ગઈ. આખા શરીરે ખૂબ જ સોજા આવે પરંતુ દરેક ઠાણાને કહે, “મને સ્વાધ્યાય સંભળાવો, એટલું જ નહીં પણ છેલ્લે છ મહિનાના છેદનું પ્રાયશ્ચિત્ત લીધું અને સંથારો લીધો.” શ્વાસ તો ધમણની માફક ચાલે છતાં ય મુખ પર પરમ પ્રસન્નતા જોવા મળતી. અંતે સર્વ જીવને ખમાવતા ખમાવતા સમાધિમરણ પામ્યા. ખરેખર . નિરંજનાબાઈ મહાસતીજી એટલે સહિષ્ણુતાની મૂર્તિ. એમનામાં સરળતા, નમ્રતા, ગુરુસમર્પણતા આદિ અનેક ગુણો હતા. આવા સમાધિસ્થ આત્માના જીવનમાંથી સૌએ પ્રેરણા મેળવવા જેવી છે. કોયૂટર માઈન્ડેડ જૈન સાdt શ્રી કલ્યાણી કુમારી મહાસતી જૈનદર્શનમાં ભગવાન મહાવીરે મહિલાઓને મોક્ષના અધિકારી બનાવી ગૌરવવંતુ સ્થાન આપેલ છે. કરોડો અબજો વર્ષ અગાઉ પ્રથમ તીર્થકર ખુદ ઋષભદેવ સ્વામીએ પણ નારીને એટલું જ વિશિષ્ટ મહત્વ આપેલ છે. તેમની બે પુત્રીઓ ને તેમણે ચોસઠ કળામાં નિપૂણ કરેલ. બ્રાહ્મી લિપી નામે ઓળખાતી લિપી તેમની પુત્રી બ્રાહ્મીની દેન છે. સુંદરી નામની પુત્રીએ અંક ગણિત આપેલ છે. આ પરંપરા અનુસાર આજે પણ જૈન સમાજમાં, સાધુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820