Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 788
________________ સ્વપ્ન શિલ્પીઓ વિ.સં. ૨૦૪૪ના ભોરારા ચાતુર્માસથી પુનઃ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. તે ૨૦૪૯ ના સમાઘોઘા ચાતુર્માસ સુધી જિનવાણીની સરિતા વહાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. સં. ૨૦૪૮ના અમદાવાદ (પાલડી) ચાતુર્માસમાં પક્ષઘાતની બિમારી છતાં જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં સ્થિર થઈ નવકાર મહામંત્રના અખંડ જાપ કરવા લાગ્યા. તેના પ્રભાવથી તબિયત ઘણી સારી થઈ ગઈ હતી. સં. ૨૦૫૦ના ભૂજ ચાતુર્માસમાં પણ પોતે માંગલિક ફરમાવતા. એમની સરળતાથી આબાલવૃદ્ધ પ્રભાવિત થઈ જતા. ૭૬૮ “પ્રભુ નામની ઔષધિ, ખરાભાવથી ખાય; રોગ શોક આવે નહીં, સંકટ સવિ મીટ જાય'' વિ.સં. ૨૦૪૩ની સાલે માળિયા મુકામે ત્રણ દિવસ બેશુદ્ધ અવસ્થામાં હતા. ત્યાંથી મોરબી લઈ જવામાં આવ્યા. ત્યાં બે દિવસ બેશુદ્ધ અવસ્થામાં રહ્યા પરંતુ અરિહંતના નિરંતર જાપ ચાલુ કરી દીધા. મોરબીની કન્સલ્ટીંગ એમ. ડી. ડૉક્ટર એન.યુ. સંઘવીએ સાચા ભાવથી તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. તેઓ નવાઈ પામી ગયા કે મહાસતીજીની નવકાર મંત્ર પ્રત્યે કેવી અડગ શ્રદ્ધા! ડૉક્ટને થયું કે મારી દવા કરતાં જાપથી મળેલી દુવા મહાસતીજીને સારું કરી દેશે. ખરેખર પ્રભુ નામની ઔષધિમાં અમૂલ્ય લાભ છે. ગુરૂણી અમારા ગુણના ભંડારા વિ.સં. ૨૦૪૫ના મહા સુદિ-પના પૂ. તીર્થસ્વરૂપા મહાશ્રમણી વેલબાઈ મહાસતીજીની જન્મ શતાબ્દિ તથા શાસનોદ્વારક પૂ. આચાર્ય ભગવંત શ્રી અજરામરસ્વામીજીની દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં ૬૭ વર્ષની ઉંમરે ઉપવાસે વર્ષીતપ અખંડ ચલાવ્યો. પોતાના સાધનાકાળમાં ૧૦ ઉપવાસ, અઠ્ઠાઈ, પરદેશી રાજાના તેર છઠ્ઠ, બે વર્ષી તપ, એક વર્ષ એકાંતરા આયંબિલ, એક વર્ષ એકાંતર નીવી, ૨૦ સ્થાનકની ઉપવાસે ઓળી, ૨૫૦ પચ્ચક્ખાણ ઉપરાંત અટ્ટમ, છઠ્ઠ આદિ પુષ્કળ તપસ્યાઓ કરી હતી. પૂ. મહાસતીજી હંમેશા માતા જેવા વાત્સલ્યભાવથી શ્રાવક-શ્રાવિકાઓને તેમનું જીવન ઉન્નત બનાવવા બોધ આપતા કહેતા કે જીવન ઉગતું બનાવવું છે તો સૂર્યમુખી જેવા બની જાવ. સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં સૂર્યમુખી પોતાનું મુખ ફેરવે છે એમ સદ્ગુણો હોય તે જ દિશામાં આપણી નજર ફેરવીએ તો આપણામાં પણ સદ્ગુણો આવે છે. પૂ. મહાસતીજી અપ્રમત્ત સાધિકા હતા. પવિત્ર તપ તેજ યુક્ત નિર્મલ ચારિત્રનો તથા સરળતાનો જોટો જડવો મુશ્કેલ છે. તેઓશ્રી ગુણના ભંડાર હતા. તેમના વ્યક્તિત્વને માપવા આપણો માપદંડ ટૂંકો પડે. પૂ. વેલબાઈ માણિક્ય પરિવારના ૧૨૯ સાધ્વીજીના વડેરા સંઘાડાનાયક હતા.તેમના આજીવન અંતેવાસી યુગ્મ શિષ્યારત્નો બા.બ્ર. મીનાકુમારીજી આર્યાજી તથા બા.બ્ર. નિરંજના કુમારીજી આર્યજી આદિ ઠાણા-૧૯ના જીવનશિલ્પી બતા. શાસનના અણોલ રત્ન હતા. પૂ. મહાસતીજી ભૂજના પનોતા પુત્રી હતા. ભૂજ સંઘના માજી સંઘપતિ સ્વ. મોહનલાલ ભાણજી શાહ તથા સંઘપતિ શ્રી ગુલાબચંદ પોપટલાલ શાહના સગા કાકાઈ બહેન હતા. વિ.સં. ૨૦૫૦ની સાલે તેમનું ચાતુર્માસ ભૂજમાં નક્કી થયું. મોહનભાઈની હાજરીમાં ૨૦ ઠાણાનું ચાતુર્માસ નક્કી થયેલ, પરંતુ મોહનભાઈ એ ચાતુર્માસ પહેલાં જ સ્વર્ગવાસ પામ્યા. પરંતુ તેમની ભાવનાને તેમના ધર્મપત્ની શ્રી વસંતબહેન તથા સુપુત્રો હર્ષદભાઈ તથા હીરેનભાઈએ ચરિતાર્થ કરી. સં. ૨૦૫૦ની સાલે ભૂજ પધાર્યા પછી જૈન ભવનમાં સ્થિરવાસ માટે પણ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. શ્રી સંઘ વૈયાવચ્ચ માટે આતુર હતો પણ ભાવિના ભેદને કોણ જાણી શકે? ચાતુર્માસના પ્રારંભમાં જ પૂ. મહાસતીજી બિમાર પડ્યા. ભૂજના ખ્યાતનામ ડૉક્ટર અશોક હિન્દુજા (M.D.) તથા ડૉક્ટર જ્યોતિબહેન હિન્દુજા દંપતીએ હૃદયના ભાવથી સારવાર કરી હતી. પરંતુ તૂટીની કોઈ બૂટી નહીં એ ઉક્તિ અનુસાર વિ.સં. ૨૦૫૦, અષાઢ વિદ-૪, મંગળવાર, તા. ૨૬-૭-૧૯૯૪ના રાત્રિએ ૧૧.૨૦ કલાકે આત્મજાગૃતિ સાથે સર્વ જીવોને ખમાવી, ટૂંકી માંદગી ભોગવી ૫૪ વર્ષનો વિશુદ્ધ સંયમ પાળી ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820