Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 802
________________ ૭૮૨ એસોસિયેશનને ત્રણ લાખ રૂપિયાનું દાન આપ્યું, જેમાંથી આજે પ્રતિવર્ષ અર્થશાસ્ત્રના વિષયમાં નામાંકિત અને નિષ્ણાત એવી વ્યક્તિઓનું વાર્ષિક પ્રવચન યોજાય છે. આનું પ્રથમ પ્રવચન બારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર એવા ડૉ. સી. રંગરાજને અટવાયેલું કુટુંબ, પિતાએ વડીલોના બારમા ને લગ્નના પ્રસંગોએ આપ્યું હતું. પોતાનાથી પાંચ મોટી બહેનો, સામાજિક રીતરિવાજોમાં ખોટા ખર્ચા કરીને ઘરની ૧૭ વીઘા જમીન વેચી મારેલી. મફતભાઈને ભણવું હતું, પણ કોઈ ભણાવનાર ન હતું. મામાએ ભણાવ્યા. ૯મું ધોરણ પાસ કર્યા પછી પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, ત્યાર બાદ કોઈ પણ કૉલેજ, હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યા વિનાનોકરીની સાથે સ્વબળે જ ભણ્યા. એસ.એસ.સી.થી માંડીને એમ.એ. સુધીની તમામ ડિગ્રીઓ ઘરે ભણીને પાસ કરી. તેઓની શૈક્ષણિક યોગ્યતાઓની નોંધ ગુજરાતે લીધી છે. કોઈની મદદ વિના કે આર્થિક સહાય વિના તેઓ જુદા જુદા વિષયોને લઈને ત્રણ વાર બી. એ. થયા ને બી.એ.ની ડિગ્રીમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલા. એમ. એ. પણ જુદા જુદા વિષયો લઈ ત્રણ વાર થયા ને પીએચ.ડી. જેવી ઉચ્ચતમ ડિગ્રી બે વાર મેળવી. હિન્દી અને મનોવિજ્ઞાનમાં પોતે પીએચ.ડી. થયા છે. મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે ૩૩ વર્ષ નોકરી કરીને અત્યારે નિવૃત્તિ ભોગવી રહ્યા છે. ડૉ. આર. એલ. સંઘવીની પ્રતિભાનો લાભ માત્ર કેળવણીના ક્ષેત્રને મળ્યો છે એવું નથી, પરંતુ સમાજની અનેકવિધ સેવાઓ કરનારી જુદી જુદી સંસ્થાઓને પણ એમની કાર્યકુશળતા, દૂરંદેશીનો લાભ મળ્યો છે. જૈન જાગૃતિ સેન્ટરકર્ણાવતીના સ્થાપક તરીકે તેમ જ ઝાલાવાડ વીસા શ્રીમાળી સ્થાનકવાસી સમાજના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. શ્રી ચંપકલાલ ચૂનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર, સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર ફાઉન્ડેશન, મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અને વિદ્યાવિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે તેઓ આ ધાર્મિક સંસ્થાને અદ્યતન દૃષ્ટિ અને રૂપ આપી રહ્યા છે. એમનાં આ બધા કાર્યોની સફળતા પાછળ એમનાં પત્ની શ્રીમતી મંજુલાબહેન સંઘવીનો આતિથ્યપ્રિય હસમુખો સ્વભાવ કારણભૂત છે. પરગજુવૃત્તિ ધરાવતાં મંજુલાબહેન સૌમ્ય પ્રકૃતિ અને સેવાપરાયણ ભાવનાશીલ વ્યક્તિત્વથી સમાજમાં આગવી સુવાસ ધરાવે છે. આજના સમયમાં કેળવણીક્ષેત્રે ચોપાસ ભ્રષ્ટાચાર અને અંધાધૂંધી જોવા મળે છે એવા સમયે ડૉ. આર. એલ. સંઘવી આજની પેઢીને માટે દીવાદાંડીરૂપ છે. નિયમિતતા અને વ્યવસ્થા માટેના એમના આગ્રહો સંસ્થાઓને સુંદર સ્વરૂપ આપે છે. આમ શિક્ષણ, સમાજ, ધર્મ અને માનવકલ્યાણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં ડૉ. આર. એલ. સંઘવીએ કરેલું પ્રદાન દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે. સેવા અને શિક્ષણને વરેલું એક અનોખું વ્યક્તિત્વ ડૉ. મફતલાલ પટેલ ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આજે હજારો લોકોનાં હૃદયમાં જેનું સ્થાન રહ્યું છે તે છે ડૉ. મફતભાઈ પટેલ. મૂળ મહેસાણા જિલ્લાના કડા ગામના વતની. અત્યંત ગરીબાઈમાં ઊછરેલા, માતા સ્વપ્ન શિલ્પીઓ પિતા બન્ને અભણ ને ખેડૂતનહ ત્યાં ૧૪મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ૧૯૩૭માં મફતભાઈનો જન્મ થયેલો. Jain Education International સામાજિક ક્ષેત્રે તેઓનું પ્રદાન અત્યંત નોંધપાત્ર અને હજારો લોકોને પ્રેરણાદાયક રહ્યું છે. પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે પોતાના પિતાએ મોટી બહેનોના લગ્નપ્રસંગે અને દાદા-દાદીના મૃત્યુ પ્રસંગે દેવું કરેલું, જમીન વેચેલી ત્યારે તેઓએ બે પ્રતિજ્ઞાઓ લીધેલી (૧) હું સોનાને નહીં અડકું, નહીં ખરીદું કે ખરીદીને કોઈને નહીં આપું. (૨) બીજી પ્રતિજ્ઞા એ હતી કે હું લગ્ન માત્ર સો રૂપિયામાં કરીશ સો રૂપિયાથી વધારે ખર્ચ લગ્ન પાછળ નહીં જ કરું. આ બન્ને પ્રતિજ્ઞાઓ સમાજ વચ્ચે રહીને તેઓએ પાળી બનાવી. પોતાના લગ્ન પ્રસંગે પોતાની પત્નીને ૧૭ તોલા સમાજના રીતિરવાજ પ્રમાણે આપેલા. લગ્નમંડપમાં જ પોતાની પત્નીને પહેરાવેલા તમામ સોનાના દાગીના ઉતરાવીને પરત કર્યા, ત્યારબાદ લગ્ન કર્યું. આની સમાજ ઉપર મોટી અસર થઈ. લોકોએ દહેજના રિવાજને તોડવા સામે સંપૂર્ણ વિરોધ નોંધાવેલ. તેઓના લગ્નમાં આવેલા તમામ જાનૈયાઓ ચાલ્યા ગયા. કોઈ રહ્યું નહીં, છેલ્લે તેઓ ૧૩ માઇલ પોતાની પત્નીને લઈને ચાલતા ઘરે આવ્યા. આની અસર એ થઈ કે સમાજમાંથી કાયમના માટે દહેજની પ્રથા બંધ થઈ ગઈ ને સો રૂપિયાની અંદર લગ્ન કરી બતાવેલું, તેમનું વર્ણન રૂવાંટાં ઊભાં કરી દે તેવું છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820