Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 780
________________ ૭૬૦ મોતિયા પાકી જતાં સફળ ઓપરેશન થયું હતું અને ત્યાર પછી ખૂબ સંતોષપ્રદ નજર આવી ગઈ હતી. જિનશાસનને પોતાના નિષ્કલંક ચારિત્રથી સમુજ્વલ બનાવનાર એ વિરલ વિભૂતિ આચાર્યદેવશ્રીનું ૮૧મું ચાતુર્માસ (૨૦૩૯) લાડિયા મુકામે નક્કી થયું હતું. તે વખતે ઉનાળામાં એક બહેનનો દીક્ષા પ્રસંગ થઈ ગયા પછી ધાર્મિક સંસ્કાર શિક્ષણ શિબિર ચાલી રહી હતી. તેમાં ભાગ લેનાર બાળકોની કૃપાદૃષ્ટિથી જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાંજે શિષ્યો સાથે આહાર-પાણી પણ બરાબર કર્યા. ચાર વાગ્યે નાના સંતોને કહ્યું, “આવતી કાલે વિહાર કરવો છે.' મુનિરાજોએ સાહેબના સમાધાન માટે કહ્યું, ભલે કાલે જોઈશું. દોઢ કલાક સુધી કૃપાકાંક્ષી સંતો સાથે ખૂબ જ સ્વસ્થતાથી વાતો કરી, હિત શિખામણો આપી. રાત્રે થોડો આરામ કરી ૧ વાગ્યે પાછા ઊઠીને પોતાની આરાધનામાં મગ્ન હતા ત્યારે આચાર્યશ્રી તરફ ભારે ભક્તિભાવ ધારણ કરનાર શ્રી ભાસ્કર મહારાજે કહ્યું “સાહેબ આરામ કરો, ઘણો સમય થઈ ગયો, બેઠા-બેઠા થાકી જવાય. તેમની વિનંતી સ્વીકારી શાંતિથી નિદ્રાધીન થયા.” સવારે રાઈસી પ્રતિક્રમણ પણ કર્યું. ત્યાર પછી થોડીવાર આરામ કરવા માટે લંબાવ્યું. થોડી જ વારમાં કોઈ પણ જાતની વેદના વિના સમાધિભાવે લગભગ ૭-૦૦ વાગ્યે સંવત ૨૦૩૯ વૈશાખ વદ ૦|| શુક્રવારે પંડિત મરણે તેઓશ્રી કાળધર્મ પામ્યા. ભચાઉમાં જ જન્મ, ત્યાં જ દીક્ષા અને ત્યાં જ નિર્વાણ. આ પણ કુદરતી સંકેત જ ગણાય ને! સાધનાની સફર કરે તે સંત.... પૂ. ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ગરવી ગુજરાતનો કામણગારો કચ્છ જિલ્લો એટલે ખમીરવંતી ખાનદાન અને ખંતીલી પ્રજાનો મુલક. તેનું ભોરારા રળીયામણું ગામ. જૈનોની વસ્તી, તેમાં ખીમજી પાલણનું ખાનદાન ખોરડું, તેમના ખોરડે ત્રણ સંતોની મહામૂલી ભેટ જિનશાસનને આપી, તેમાં આપણે જેમની વાત કરીએ છીએ તે મુનિ શ્રી ભાવચંદ્રજી સ્વામી ગુજરાતમાં વિચરતા જૈનસંતોમાં એક મહાન વિભુતિ ગણાય છે. તેમની ગુણ ગરિમાનું વર્ણન કરવું મારા જેવા સામાન્ય વ્યકિત માટે અઘરું કાર્ય ગણાય, છતાં એ મહાન વિભૂતિની ઓળખાણ તો આપવી જ ઘટે. તેમના અમુક ગુણો ઉડીને આંખે વળગે એવા છે....પરમાત્મામાં અખૂટ શ્રદ્ધા, આત્મામાં દૃઢતા, વિચારમાં પરિપૂર્ણતા, મનમાં સંતુષ્ટતા, બુદ્ધિમાં દિવ્યતા, સંસ્કારમાં શ્રેષ્ઠતા, દૃષ્ટિમાં પવિત્રતા, જ્ઞાનમાં ગંભીરતા, કાર્યમાં નિપૂણતા, સ્વભાવમાં નમ્રતા, વ્યવહારમાં સરલતા, હૃદયમાં શુદ્ધતા આવા અનેક ગુણોથી સંપન્ન અધ્યાત્મયોગી ગુરુદેવ ગુજરાતની ધન્યધરાને પાવન કરી રહ્યા છે. સ્વપ્ન શિલ્પીઓ તેમનું આધ્યાત્મિક પ્રવચન સાંભળવું એ જીવનનો એક લ્હાવો છે. નિર્મોહી નિસ્પૃહી સંતના પરિચયમાં આવનાર વ્યકિત ધન્યતા અનુભવે છે. અને તેમના ભક્ત બની જાય છે, નાના મોટા દરેકને આકર્ષે તેવું તેમનું વ્યક્તિત્વ છે. ગુરુદેવનું ત્યાગપૂર્ણ વૈરાગ્ય સભર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820