Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 785
________________ સગ્ન શિલ્પીઓ ૩૬૫ (અજરામર ઉપવનના પૂજ્ય સતીરનો) 'શાસનોદ્ધારક પૂ. આચાર્યદેવ અજરામરજી સ્વામીના માતુશ્રી પૂ. કંકુબાઈ મહાસતીજી હાલારી વિશા ઓસવાળ જૈન જ્ઞાતિના સદ્દગૃહસ્થ મોટ લખીયા ગામમાં સંસ્કારી માતા-પિતાને ત્યાં શ્રી કંકુબાઈનો જન્મ થયો હતો. તેમના લગ્ન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા (વાછરા દાદાનું)ના સગૃહસ્થ માણેકચંદભાઈ સાથે થયા હતા. તેમના સસરાનું નામ ખીંયશી હરગણ મારૂ હતું. કંકુબાઈના પિતાશ્રીની અટક સુખરિયા શાહ હતી. શ્રી માણેકચંદભાઈ તથા કંકુબાઈ ખૂબ જ પ્રેમથી રહેતા હતા. એમના જીવનમાં શીલ-સદાચાર આદિ મહત્ત્વના ગુણો હતા. તેઓને પાંચ સંતાનો થયા. (૧) વીરપારભાઈ (૨) આણંદજી (૩) પુરીબહેન (૪) સંતોકબહેન (૫) જીવી બહેન. પ્રાયઃ આણંદજી (પૂ. અજરામરજી સ્વામી) સૌથી નાના હતા. પૂ. શ્રી અજરામરજી સ્વામીના કાકાનું નામ મેઘાભાઈ હતું. શ્રી કંકુબાઈના જીવનમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો સારા હતા. એકદા શ્રી માણેકચંદભાઈ બિમારીનો ભોગ બન્યા અને નાની ઉંમરમાં સ્વર્ગવાસ પમ્યા. કંકુબાઈ તથા પાંચેય સંતાનોના આઘાતનો કોઈ પાર ન રહ્યો પરંતુ કાળ પાસે સહુ લાચાર...આવા સમયે ધર્મના સંસ્કારો તેમના વિશેષ જાગૃત થયા. પૂ. યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટધર સુશિષ્ય પૂ. આચાર્ય શ્રી મૂલચંદજી સ્વામીના સંઘાડામાં પૂ. હીરાજી સ્વામી તથા પૂ. કાનજીસ્વામી આદિ ગુરુભગવંતો તથા મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સત્સંગથી શ્રી કંકુબાઈના ધર્મના સંસ્કારો વિશેષ દૃઢ થયા. તેઓશ્રી નિયમિત સામાયિક-પ્રતિક્રમણ આદિની આરાધના કરતા. સૌથી નાના સુપુત્ર આણંદકુમારને પણ ધર્મના સંસ્કારો આપતા. એમના પતિના અવસાન પછી એમના અન્ય સંતાનો પોતાના મોસાળમાં વધારે રહેતા હતા. શ્રી આણંદકુમાર પાંચ વર્ષના થયા ત્યારે ચોમાસામાં એકદી મૂશળધાર વરસાદ વરસ્યો. કંકુબાઈ ચિંતામાં પડી ગયા કે આજે મારું પ્રતિક્રમણ નહીં થાય. પાંચ વર્ષના સુપુત્રે કહ્યું, “મા! શેની ચિંતા સતાવે છે?' માતાએ પ્રતિક્રમણની વાત કરી ત્યારે આણંદકુમાર કહે, બેસી જા, હું પ્રતિક્રમણ કરાવું છું.' એમ કહીને માતા-પુત્ર સામાયિક લઈને બેઠા તથા પાંચ વર્ષના સુપુત્રે વિધિ સહિત પ્રતિક્રમણ કરાવી દીધું. ત્યારે કંકુબાઈ સાનંદાશ્ચર્ય પામ્યા. એમને થયું કે મારી ભાવના ચોક્કસ ફલીભૂત થશે. મારો સુપુત્ર શાસનને અજવાળશે. ‘નરિત માતૃણનો ગુરુ:1’ મા સમાન કોઈ ગુરુ નથી. આ ઉક્તિને માતા કંકુબાઈએ અક્ષરશઃ સાચી સાબિત કરી. પોતે ગુરુ બનીને આણંદકુમારને ધર્મના સંસ્કારો આપવા લાગ્યા તથા તે નવ વર્ષનો થયો ત્યારે ગોંડલમાં બિરાજતા પૂ. હીરાજી સ્વામી તથા પૂ. શ્રી કાનજી સ્વામી પાસે અભ્યાસ કરવા લાગ્યા. સં. ૧૮૧૮નું ગોંડલનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી દીક્ષાની તૈયારીઓ થવા લાગી. ગોંડલ સંઘની વિનંતી ગોંડલમાં જ દીક્ષા કરવાની થઈ. તે વખતે બૃહદ્ ગુજરાતના (ખંભાત તથા દરિયાપુરી સંપ્રદાયને બાદ કરતા) બધા સંપ્રદાયો એક હતા તથા “પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીનો સંઘાડો” એ નામથી ઓળખાતા હતા. તે વખતે સાધુજીની સંખ્યા ૫૬ તથા સાધ્વીજી ૮૪ હતા. ત્યારે ચાતુર્માસના ક્ષેત્રો માત્ર ૩૨ હતા. વિ.સં. ૧૮૧૯ મહા સુદ-૫ના પવિત્ર દિવસે માતા કંકુબાઈ તથા સુપુત્ર આણંદકુમારની ગોંડલ મુકામે દીક્ષા થઈ. પૂ. દાદા-ગુરુ શ્રી હીરાજી સ્વામીએ દીક્ષાનો પાઠ ભણાવ્યો તથા નૂતન નામ નવદીક્ષિત અજરામરજી સ્વામી રાખી પોતાના સુશિષ્ય શ્રી કાનજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા તથા કંકુબાઈ મહાસતીજીને પૂ. જેઠીબાઈ મહાસતીજીને શિષ્યા તરીકે સોંપ્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820