Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 773
________________ સ્વપ્ન શિલ્પીઓ નાગરકુમારને એક મોટાભાઈ હતા. જેમનું નામ જેસંગભાઈ. આખું કુટુંબ વિશાળ તેમજ ખાનદાન હતું. દિવસો આનંદપૂર્વક પસાર થઈ રહ્યા હતા. નાગરકુમાર પાંચ વર્ષના થયા હતા ત્યાં અચાનક માતા રળિયાતબાઈ કાળધર્મ પામ્યા. પુત્રના માટે આ આઘાત અસહ્ય હતો. પરંતુ તેને સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અધૂરામાં પૂરું અગિયારમે વર્ષે પિતાશ્રી પાનાચંદભાઈ પણ અવસાન પામતા નાગરકુમારની દુઃખની કોઈ સીમા ન રહી. બંને ભાઈઓએ સમજણથી મનને મનાવ્યું. મોટાભાઈ જેસંગભાઈના લગ્ન થઈ ગયા હતા તેથી તેમા ઘરેથી મોંધીબાઈ નાગરકુમારને પુત્રની જેમ સાચવતા હતા. શ્રીમતી મોંઘીબાઈ બહુ ભણ્યા ન હતા. પરંતુ ગણ્યા ખૂબ હતા. એક દૃષ્ટિએ ભણતર કરતાં ગણતરની કિંમત વધારે છે. નાગરકુમાર પણ પોતાનાં ભાભીને જનેતાની જેમ માનતા હતા અને એટલું જ તેમનું સન્માન કરતા હતા. સુખશાંતિથી દિવસો પસાર થવા લાગ્યા. નાગરકુમારને પ્રથમથી જ કંઠ કળા તથા અભિનય ફળી ચૂક્યા હતા. જ્યારે જ્યારે સંગીત તેમજ નાટકનો યોગ મળતો ત્યારે તેમાં રસ લેતા જેથી ગૃહસ્થ જીવન ઉપર તેમનું જરાય ધ્યાન ન હતું. વડીલોને લાગ્યું કે નાગરને ખીલે બાંધીએ તો સારું, એમ વિચારી મુરબ્બીઓએ સુદામડાની એક કન્યા સાથે સગપણ કર્યું. મોંઘીબા મોંઘેરા દિયરના સગપણથી રાજી થયા પણ એવામાં ફરીને એક કરુણ ઘટના બની જેથી નાગરના હૈયે ચોટ પહોંચી. સાયલામાં ધંધાનો બરાબર મેળ ન થતાં બંને ભાઈઓ ભાવનગર પહોંચ્યા. ત્યાં ધંધો મળ્યો. ધીરે ધીરે જમાવટ થવા લાગી. કમાણી ધીકતી થવા માંડી ત્યાં તો મોટાભાઈની ઓથ હતી તે પણ ચાલી ગઈ અર્થાત્ મોટાભાઈ મોટી માંદગીમાંથી બચી ન શક્યા, તેમનું મૃત્યુ થયું. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે જીવન એક કરૂણ ઘટના છે. ભાઈ-ભાભીની નાગરભાઈને હુંફ મળે તેના બદલે ભાભી મોંધીબાઈને હુંફ આપવાની જવાબદારી નાગરભાઈ માથે આવી પડી. પરણવાની વાતને ઠેલી ન શક્યા ત્યાં તો બીજી એક આધતજનક ઘટના બની. અચાનક કોઈએ નાગરભાઈને કહ્યું કે “કન્યામાં દગો થયો છે બતાવી હતી મોટી કન્યા પણ તમારું સગપણ થયું છે નાની કન્યા સાથે.” આ સાંભળી દિયર Jain Education International ૭૫૩ ભોજાઈને આરપાર ચોટ લાગી, નાગરભાઈએ કહ્યું, “ભાભી, સંકેત મળી ગયો' દુનિયામેં સાર નહીં હૈ, વો મૂતતા વિવાના દુનિયામાં ક્યાંય સાર નથી, તું શા માટે ભૂલે છે? આમ કહીને જ્યારે તેમણે દીક્ષાની વાત કરી ત્યાં ભાભીને બેવડું દુ:ખ થયું કુટુંબીજનો નાગરભાઈને સમજાવવા લાગ્યા “મોંઘીબા જનેતાને સ્થાને છે. તેઓ વિધવા થયા છે તેની સેવા કરો.' કાલ સવારે કન્યા મોટી થશે અથવા બીજે સગપણ કરવું હોય તો માંગા પુષ્કળ આવે છે. નાગરભાઈને જે બોધ આપવા આવ્યા હતા તેઓ જ બોધ પામી ગયા. ઠાણાંગ સૂત્રનો દાખલો આપી તેમણે કહ્યું “મા-બાપનું ૠણ ચામડી ઉતારી તેના જોડા બનાવી આપવાથી નહીં ઉતરે તે જ ૠણ તેમને ધર્મ પમાડતાં પળવારમાં છૂટી જાય.” મોંઘીબાએ કહ્યું “બસ મારે એ જ જોઈએ છે. બીજું કશુ જ નહીં.” જે રોકી રાખે તેમ હતા તેમણે જ પ્રેરણા આપી. નાગરભાઈ સુદામડા જઈ ભાવિ પત્નીને ચુંદડી ઓઢાડી બહેન બનાવી. ગુરુકૃપા વિના માયાવાળા મનનો પાર ન આવે; શી શોધ કરું અજાણ નરને અંધારે કેમ ફાવે. ચરિત્રનાયકશ્રીનું બનાવેલું આ પદ છે. નાગરભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો તેવામાં જ લીંબડીના સ્થા. જૈન પોપટભાઈ હંસરાજભાઈ મળ્યા. તેમણે કહ્યું “ઊઠ નાગર! તારા જેવા યોગ્ય ચેલાને ઘડી શકે તેવા સુયોગ્ય ગુરુ દેખાડું...!” ભાભીના આશીષ લઈ નાગરભાઈ મુરબ્બી શ્રી પોપટભાઈની સાથે કંઠીમાં બિરાજમાન પૂજ્ય શ્રી દેવચન્દ્રજી મહારાજના ચરણોમાં પહોંચી ગયા. પૂર્વના ઋણાનુબંધે તેઓના દર્શન થતાં જ એમના અંતરમાંથી કાવ્યસરિતા ફૂટી નીકળી. “આ અંતરમાં આનંદજલ ઉભરાય, સાગરનું પાણી ગાગરમાં ન સમાય'' એકદા ગુરુ મહારાજ પૂ. શ્રી દેવચન્દ્રજી મ. કહે, “નાગર! તું ૨૩ વર્ષનો યુવાન છે. તારામાં વિનય, વૈયાવચ્ચ બંને ગુણો પ્રબળ છે પણ સંસારમાં રહીને મોક્ષસાધના થઈ શકે છે હો!” નાગરભાઈ ગુરુનું મંથન સમજી ગયા. “ગુરુદેવ! સંસારપક્ષે મારી બધી ફરજ બજાવી ચૂક્યો છું. રજા લઈને આવ્યો છું. આપ ઇચ્છો તો મારા જનેતાતુલ્ય ભાંભી અહીં આપની સમક્ષ રજા આપશે. બીજા કુટુંબીજનો પણ આપશે. દીક્ષા વિના પોતાનો મોક્ષ અટકતો નથી પણ ગુરુદેવ! For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820