Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 768
________________ ૭૪૮ રત્નચંદ્રજી સ્વામીને સંસ્કૃતનો અભ્યાસ સામાન્ય હતો, શરત કઠિન હતી છતાં માન્ય કરી. અભ્યાસ શરૂ કર્યો. તેમની અજબ ધારણાશક્તિ જોઈ પંડિતજી ખૂબ પ્રસન્ન થયા. અવધાનોની હારમાળા સર્જતા શતાવધાનીજી ધારણા શક્તિની પ્રબળતાથી અવધાન શક્તિનો પણ તેમનામાં વિકાસ થયો હતો. અવધાન શક્તિ ને વિરલ શક્તિ છે. અવધાનમાં ચિત્તની ત્રણ ક્રિયાઓ થાય છે. (૧) ગ્રહણ (૨) ધારણ (૩) સ્મરણ. સામાન્ય માણસોમાં તો નહીં પરંતુ વિદ્વાનોમાંય બહુધા આ ત્રણ ક્રિયાઓ કરનારી શક્તિ સુવ્યવસ્થિત કાર્ય કરતી નથી હોતી. જ્યારે પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી સ્વામીએ સૌ પ્રથમ સંવત ૧૯૬૨માં થાનગઢ ચાતુર્માસમાં પહેલી વાર ૮, બીજી વાર સત્તર અને ત્રીજી વખત જાહેરસભામાં ૫૦ અવધાન કર્યા હતા. સંવત ૧૯૯૧ અલવરમાં રાજઋિષ કૉલેજમાં ૪૮ અવધાન કર્યા. એ જ વર્ષે દિલ્હીમાં અવધાન કરતાં સભાએ ‘ભારત રત્ન’ની ઉપાધિ આપી. સંવત ૧૯૯૨માં ગુરુકુલ પંચકુલામાં ૧૦૧ અવધાનની યોજના હતી પણ સમયના અભાવે ૮૬ અવધાન થયા ત્યારે ‘ભારત ભૂષણ'ની પદવી એનાયત કરવામાં આવી. સંવત ૧૯૯૩માં પટિયાલામાં જાહેરમાં ૬૦ અવધાન કર્યા. વિદ્યા વારિધિ'ની ઉપાધિ મેળવી. સંવત ૧૯૯૫માં આગ્રામાં ૬૦ અવધાન કર્યા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મધ્ય ભારત તથા ઉત્તર ભારત જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં જુદા જુદા સ્થળે અવધાન પ્રયોગો કર્યા હતા. આઠ અવધાનની શરૂઆત · કરીને ૧૦૧ અવધાન સુધીની શક્તિ તેમણે પ્રાપ્ત કરી હતી. તેથી જૈન જૈનેતર પ્રજા સામાન્ય રીતે ‘શતાવધાની'ના નામથી જ ઓળખતા. શુદ્ધ સમાચારીનાં પ્રખર હિમાયતી ઊતરતા કાળને કારણે સમાજમાં શિથલતાનું પ્રમાણ વધતું જતું હતું. તેનો પ્રશ્ન સમાજમાં જોરશોરથી ચર્ચાતો હતો. સાધુઓની જીવન વિશુદ્ધિનો પ્રશ્ન પણ તેમને ખટકતો હતો. ચરિત્રનાયકે સૌપ્રથમ સંવત ૧૯૬૬માં રામાણિયા (કચ્છ)ના સાધુ સંમેલનમાં ભાગ લઈ સાધુઓને શોભે તેવા આચારો વર્ણવ્યા હતા. સાધુઓની જીવન વિશુદ્ધિનું કાર્ય સાધુ દ્વારા જ થવું જોઈએ તેવું તેઓ માનતા હતા. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ અફસોસ! તેમને સંપૂર્ણ સફળતા ન મળી છતાં નિષ્ફળતા Jain Education International સ્વપ્ન શિલ્પીઓ પણ નહોતી મળી. તેઓ નિરાશ ન થતાં વધુ ને આગળ વધતા હતા. વધુ ઉત્સાહથી સંવત ૧૯૬૮માં કચ્છમાં વિચરતા આર્યાઓની એક પરિષદ મુન્દ્રામાં મળી. આ પરીષદની દોરવણી પણ શ્રી રત્નચંદ્રજી મહારાજે કરી હતી. બે દિવસની ચર્ચા પછી વિહારાદિનું નિયમન કરનારી અગિયાર કલમો ઘડવામાં આવી હતી. એજ વર્ષમાં લીંબડી સંપ્રદાયના સાધુઓનું સંમેલન લીંબડીમાં મળ્યું અને એમાં પણ પૂ. મ.શ્રીની દોરવણી હેઠળ નિયમો રચાયા, જેમાં પુસ્તકોના પરિગ્રહનો ત્યાગ, ગુરુશિષ્યોના પરસ્પરના વર્તન ઇત્યાદિ વિષે વિચારણા પછી ઘડાયેલી કલમો મુખ્ય હતી. સમગ્ર દેશના સાધુ સમુદાયના એકંદરે લેખાતા બાવીસ ટોળાં કે બત્રીસ સંપ્રદાયોની શુદ્ધિને માટે તેમને એમ લાગતું કે એકવાર દેશના બધા સાધુઓ નહીં તો બધા સાધુવૃંદોના મુખ્યોએ એક સ્થળે મળીને વિચાર વિનિમય કરવો જોઈએ, આ માટે કંઈક કરવું જોઈએ. અખિલ ભારતવર્ષીય સ્થાનકવાસી જૈન સાધુ સંમેલનનું બીજ એ વિચારસરણીમાં રહેલું હતું. સંવત ૧૯૮૭માં સુશિક્ષિત શ્રાવકવર્ગને લાગ્યું કે હવે સમય પાકી ગયો છે. કેટલીક માન્યતાઓની પૃથક્કતાને લીધે આખા સાધુ સમાજમાં એકતા થતી નથી. મુખ્યત્વે તિથિપત્રની એકતા માટે પૂ. શ્રી સોહનલાલજી મ.ની પ્રેરણાથી સાધુ સંમેલન કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીની સૂચનાનુસાર કૉન્ફરન્સ કાર્યાલયે સૌથી પહેલા જુદા જુદા સંપ્રદાયોના આચાર્યોનો અભિપ્રાય પૂછ્યો કે સાધુ સંમેલન ભરવું જરૂરી છે? જરૂરી હોય તો ક્યા સ્થળે અને ક્યા સમયે ભરવું? વગેરે ઘણા પ્રશ્નો જ્યારે સાધુ સમુદાયને પૂછવામાં આવ્યા ત્યારે દરેકે બૃહત સાધુ સંમેલન ભરવાની તરફેણ કરી. લીંબડી સંપ્રદાય તરફથી આચાર્ય ગુલાબચંદ્રજી સ્વામી તરફથી શ્રી રત્નચંદ્રજી મહારાજે પણ સૂચના-સંમતિ લખી મોકલાવી. શતાવધાનીજીએ વર્ષોથી સેવેલું ઐક્ય બળનું સ્વપ્ન સિદ્ધ થવાનાં ચિન્હો દેખાવા લાગ્યા. બૃહત સાધુ સંમેલન પૂર્વભૂમિકા સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ સૌ પ્રથમ મોરબીમાં સં. ૧૯૬૨માં મળી હતી. ત્યાર પછી જુદે જુદે સ્થળે તેના આઠ અધિવેશનો થયાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોમાંનો એક મહત્ત્વનો પ્રશ્ન સંવત્સરીની એકતાનો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820