Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 764
________________ ૭૪૪ યતિઓમાંના કેટલાક જે ખાસ વિદ્વાનો હતા તેમણે પૂજ્યશ્રી સાથે વાર્તાલાપ કર્યો પણ અંતે એટલું તો સ્વીકારતા જ ગયા કે આટલું બધું; શાસ્ત્રો તેમ જ સાહિત્ય તથા ન્યાય વગેરેનું તલસ્પર્શી જ્ઞાન પૂજ્યશ્રીમાં હશે એ અમારી કલ્પનામાં જ ન હતું. આમ તેમણે પૂજ્યશ્રીની મુક્તકંઠે પ્રશંસા કરીને ત્યાંથી વિદાય. લીધી. પ્રસંગ-૨ મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં રે.... પૂજ્યશ્રી જેટલા જ્ઞાની અને પ્રતિભાસંપન્ન હતા તેટલા જ નીડર પણ હતા. તેમની નીડરતા નીચેના પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાશે. તેઓશ્રી એકવાર થાનગઢથી ચોરવીરા ગામે વિહાર કરીને પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા. તે રસ્તામાં ગીચ ઝાડી અને જંગલ હોવાને કારણે જંગલી જાનવરો તે જંગલમાં ફરતા હતા. પૂજ્યશ્રી જ્યારે રસ્તામાં આગળ વધી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સિંહ નિશ્ચિંત બનીને બેઠો હતો. આગળ ચાલનારા સાધુઓ સિંહને જોઈને એકદમ થંભી ગયા. પૂજ્યશ્રી આવ્યા એટલે સહુએ કહ્યું કે “ગુરુદેવ! રસ્તામાં સિંહ બેઠો છે, આગળ જવાય તેમ નથી માટે પાછા ફરીએ અને થાનગઢ પહોંચી જઈએ.” પૂજ્યશ્રીએ બધા શિષ્યોને શાંત કર્યા અને કહ્યું, “તમારે ગભરાવવાની જરૂર નથી, નવકારનું સ્મરણ કરો અને મારી પાછળ પાછળ ચલ્યા આવો.” બધા શિષ્યો ગુરુદેવની વાત સાંભળીને હિંમતમાં આવી ગયા. પૂજ્યશ્રીએ બરાબર શિષ્યોને પસાર કરાવ્યા. સિંહ ત્યાં ને ત્યાં જ શાંત રીતે બેસી રહ્યો. આ પ્રસંગ ઉપરથી પૂજ્યશ્રીની ધીરજ, નીડરતા, નવકાર મંત્ર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જણાઈ આવે છે. આત્મા જ્યારે પવિત્ર બને છે ત્યારે ઉપરના ગુણો તેના જીવનમાં સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. પૂજ્યશ્રી જેવા જ્ઞાની, ચારિત્રશીલ અને નીડર હતા તેવા જ લબ્ધિસંપન્ન પણ હતા. તેઓશ્રી જ્યાં ત્યાં લબ્ધિનો ઉપયોગ કરતા નહીં. સાધુનો આચાર તથા મર્યાદાને સારી રીતે આચરતા હોવાથી કોઈ અનિવાર્ય પ્રસંગ સિવા અર્થાત્ અપવાદ માર્ગ સિવાય તે લબ્ધિનો ઉપયોગ કરતા નહીં. પ્રસંગ-૩ : લૂંટારા અંધ બની ગયા એક વખત તેઓશ્રી સૌરાષ્ટ્રમાંથી કચ્છ તરફ વિહાર Jain Education International સ્વપ્ન શિલ્પીઓ કરતા હતા. ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં માળિયા (મીંયાણાનું) પધાર્યા. ત્યાંથી રણ ઉતરીને કચ્છમાં પધારી રહ્યા હતા, તેમના શિષ્યો બધા સાથે ચાલી રહ્યા હતા. રસ્તામાં તેમને માળિયાના મીંયાણા મળ્યા. તે મીયાણાઓ તે જમાનામાં લોકો લૂંટીને માલ ઘરભેગો કરવામાં હોશિયાર હતા. તેમનું જાર પ તે વખતે ઘણું હતું. પૂજ્યશ્રી જ્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એકદમ મીયાણાઓ ઘોડા ઉપર સવાર થઈને આવી પહોંચ્યા અને અડધે રણે પૂજ્યશ્રીને આંતર્યા. પૂજ્યશ્રી આદિ સંતોને કહે છે, “તમારી પાસે જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજ્યશ્રી તરત જ ઊભા રહી ગયા અને કહ્યું, “ભાઈ! સાધુ પાસે બીજું શું હોય? જરૂરીયાત પૂરતા વસ્ત્રો હોય તેથી વધારે હોય નહીં. અત્યારે ઠંડીના દિવસો છે એટલે કપડાંની અમારે જરૂર હોય. તે સિવાય લાકડાના પાત્રા તથા જ્ઞાન ભણવા માટે સૂત્રની પોથી સિવાય કાંઈ નથી. ધન કે દાગીનો અમારી પાસે નથી કારણ કે જૈન સાધુ કંચન કામિનીના ત્યાગી હોય છે માટે સાધુને હેરાન કરવાનું છોડી દો.” પેલા મીયાણાઓ તો અભિમાનમાં અંધ બનેલા તેથી એમને એવું ક્યાંથી સૂઝે કે સાધુ સંતને હેરાન કરવા એના જેવું બીજું કોઈ પાપ નથી. તેઓ તો રોફમાં જ બોલ્યા કે ગમે તેમ કરો પણ તમારી પોતકી સિવાય જે કાંઈ હોય તે બધું આપી દો.” પૂજ્યશ્રીએ તેમને ઘણી રીતે સમજાવ્યા છતાં તેમણે એમને એક વાત પકડી રાખી. પૂજ્યશ્રીને લાગ્યું કે આ લૂંટારાઓને આધીન થવું એમાં શાસનની લઘુતા થશે, લોકો એમ કહેશે કે જૈન સાધુઓ લુંટાણા. આવું કરવા દેવું નથી. આમ વિચારી પૂજ્યશ્રી એક બાજુ ઊભા રહ્યા અને પાંચેક મિનિટ ધ્યાન ધરીને હાથ ઊંચા કર્યા કે તરત જ જેટલા મીંયાણાઓ હતા તે બધા આંધળા ભીંત થઈ ગયા. તેઓ ઘણી આંખો ફફડાવવા લાગ્યા પણ કંઈ જ વળ્યું નહીં. કાંઈ દેખાય નહીં. તેમને થયું કે આમ તો આપણે રણમાં જ ખલાસ થઈ જશું અને પકડાઈ જશું તો કમોતે માર્યા જશું માટે આ સાધુની માફી માંગ્યા સિવાય છૂટકો નથી. તેથી તેઓ તરત જ પૂજ્યશ્રીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા. પૂજ્યશ્રી તો સંત પુરુષ હતા તેમને મીયાણાઓ ઉપર દ્વેષ તો હતો જ નહીં, તેમને મન તો બધાય સરખા હતા એટલે તેમણે કહ્યું, “કે હવેથી તમે પ્રતિજ્ઞા કરો કે આજથી લૂંટફાટનો ધંધો નહીં કરીએ, તેમ જ ભૂલ ચૂકે પણ સાધુ સંતને હેરાન કરશુ નહીં.” મીયાણાઓ તરત જ સંમત થઈ જ્યારે પ્રતિજ્ઞા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820