Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 754
________________ ૭૩૪ અમલમાં મૂકીને તેમણે પોતાનો વ્યવસાય વિકસાવ્યો. સપના બુક હાઉસનો આરંભ ૧૦૦ પુસ્તકો સાથે ૧૯૬૭માં થયો હતો. પછી ધીમે ધીમે પરિસ્થિતિનો સામનો કરતાં રહીને તેઓ વિકાસ સાધતા રહ્યા. સુરેશભાઈની ઇચ્છા મહાન કન્નડ-પ્રકાશક થવાની હતી. તેઓ હંમેશાં પોતાને કન્નડીગ ગણે છે અને કન્નડ ભાષાના પ્રેમને કારણે તેઓ કન્નડ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરતા રહ્યા. આજે સપના માટે કન્નડ સાહિત્યનાં પુસ્તકોનો સૌથી મોટો ભંડાર ઉપલબ્ધ છે. તેમને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી શિવરામ કારથ જેવા ટોચના લેખકોનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. પરિણામે સપના બુક હાઉસ આજે કન્નડ ભાષાના પુસ્તક પ્રકાશન ક્ષેત્રે રાજા ગણાય છે. તેઓ વિખ્યાત કન્નડ લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ કન્નડ પુસ્તકોનું પ્રકાશન તેઓએ કર્યું છે. તેઓ આજે દરરોજનું એક પુસ્તક પ્રગટ કરે છે, જે એક વિક્રમ છે: તેઓ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં પણ પુસ્તકો પ્રકાશિત કરે છે. સુરેશભાઈએ આટલી વિશાળ સફળતા મેળવ્યા પછી પણ સાદગી અને નમ્રતાને વરેલા છે. તેઓ ઉદારમને શિક્ષણ તથા વિવિધ સેવાકાર્યોમાં દાન આપતા રહે છે. સુરેશભાઈ સી. શાહે પોતાની આવી યશસ્વી સફર દરમ્યાન વિવિધ પુરસ્કારો પણ મેળવ્યા છે. જેમ કે— * કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ, ૧૯૯૧-૯૨. ⭑ ફેડરેશન ઓફ પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ એસોસિએશન, નવી દિલ્હી તરફથી દક્ષિણ ભારત માટે શ્રેષ્ઠ પુસ્તક વિક્રેતા તરીકેનો એવોર્ડ. અનેક સંસ્થાઓમાં અગ્રેસર શ્રી ઉત્તમચંદ દેવીચંદજી ભંડારી બેંગ્લોર ખાતે લગભગ સો વર્ષથી રહેતા દેવીચંદજી જે દેવીચંદ મિશ્રીમલ એન્ડ કંપનીના નામથી પ્રતિષ્ઠા ધરાવે છે. આ પહેલાં ચોથમલજી નવલાજી એન્ડ નવલાજી માસિંગજીના નામે ફર્મ હતી. દેવીચંદજી બહુત સક્રિય કાર્યકર્તા હતા. જે શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિરમાં ૧૯૧૮થી જોડાયેલ છે. અન્ય સંસ્થામાં ટ્રસ્ટીની નિમણૂંક જ્યાં કરેલ હતી ત્યાં દરેક જગ્યાએ શ્રી ઉત્તમચંદ ભંડારીની ટ્રસ્ટીપદની નિમણૂક કરવામાં આવેલ. Jain Education International સ્વપ્ન શિલ્પીઓ દેવીચંદજીના પરિવાર દ્વારા જાલોર ખાતે હોસ્પિટલમાં લાભ લીધો હતો. શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાના હોલના નામકરણનો ચઢાવો લઈ આદેશ મળેલ છે. જાલોરથી શ્રી નંદીશ્વર દ્વીપમાં પ્રમુખ હતા. અમારાં પરિવાર ઘણાં ટ્રસ્ટોમાં લાભ લઈ સક્રિય કાર્યકર્તા રૂપથી જોડાયેલ હતા. ઉત્તમચંદજી ભંડારી ૨૩ વર્ષથી શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી રૂપમાં હતા. ૨૦૦૫માં પહેલીવાર પ્રમુખ બનેલ અને ૨૦૦૭માં બીજી વાર પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. * શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જવનગર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી છે. * શ્રી સિદ્ધગિરિ બેંગ્લોર જૈન ટ્રસ્ટ (બેંગ્લોર ભવન)માં ઉપપ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે. * શ્રી શ્રાવસ્થી તીર્થ (U.P.) મંત્રી તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે. * શ્રી ભગવાન મહાવીર હોસ્પિટલમાં ટ્રસ્ટી * શ્રી C. B. ભંડારી હાઇસ્કૂલમાં સહમંત્રી–ઉપપ્રમુખનો હોદ્દો સંભાળેલ. શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ-ચિકપેટની અંતર્ગત સંસ્થાઓ જેવી કે * શ્રી સંભવનાથ જૈન મંદિર વી. વી. પુરમ્ -* શ્રી લબ્ધિસૂરી જૈન પાઠશાળા-ચિકપેટ* શ્રી સી. બી. ભંડારી હાઇસ્કૂલ એન્ડ P.U. કોલેજ શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા * શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતા * શ્રી જૈન ધર્મશાળા–શ્રી ભોજનશાળા આદિ *શ્રી આદર્શ વિદ્યાલયમાં સભ્ય છે. ઘણી સંસ્થામાં પોતાની યોગ્ય કોઠાસૂઝબુઝમાં સંસ્થાનો વહીવટ સંભાળી રહ્યા છે તે બદલ અનુમોદનીય અનુકરણીય ધન્યવાદને પાત્ર ગણ્યા. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર નવયુવાન કાર્યકર શ્રી દિનેશભાઈ ચંદ્રકાંતભાઈ હકાણી પુણ્યસંયોગે બહુ સંપત્તિવાન નહીં પરંતુ ભાગ્યયોગે ઉચ્ચકુળમાં જન્મ-આ સિદ્ધાંત અનુસાર ચંદ્રકાન્ત જમનાદાસ હકાણી ધર્મનિષ્ઠ પરિવારમાં માતુશ્રી નિર્મળાબહેનની કુક્ષીએ તા. ૩૦-૧૧-૧૯૪૯ના શુભ દિવસે બેંગ્લોરમાં સુપુત્રનો જન્મ થયો તેનું નામ પાડ્યું દિનેશભાઈ. નાનપણથી પુત્રનો ઉછેર સંસ્કારી ઘરમાં થયેલ. તેનું જીવન ધર્મમય જેવું બને તે રીતે સિંચન કરવા લાગ્યા. ઉત્તમ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820