Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 755
________________ સ્વપ્ન શિલ્પીઓ ધાર્મિક, વ્યાવહારિક, સંસ્કારો અને શ્રદ્ધા-સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ ગુજરાતી બાલમંદિર અને ડી.વી.વી. ગુજરાતી શાળામાં અભ્યાસ કરી ઉચ્ચતર અભ્યાસ ચામારજપેટની હાઇસ્કૂલમાં S.S.C.L. કરી અભ્યાસ પૂર્ણ થયા પછી સને ૧૯૬૬માં કાપડના ધંધામાં આવ્યા અને દિનેશ એન્ડ કંપનીમાં ચીમનલાલ જે તેમના દાદા પાસે ટ્રેઇનિંગ લીધી. ત્યારબાદ સને ૧૯૭૪માં ચીમનલાલ એન્ડ કંપનીની પેઢીમાં ધંધામાં જોડાયા. ધીરે ધીરે સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, વ્યાવહારિક ક્ષેત્રમાં ફતેહચંદ કેશવલાલ વિનયચંદ ભાઈચંદ શાહના પ્રેરણાથી અને સહયોગથી દરેક કાર્યમાં જોડાવા લાગ્યા. સને ૧૯૮૪માં ગાંધીનગર દેરાસરમાં મેમ્બર હતા પછી તેમની કામ કરવાની ધગશ, મહેનત, હિંમત જોઈ સને ૧૯૯૬માં શ્રીયુત્ રવિલાલ પારેખના નેજા હેઠળ કામગીરી હાથમાં લીધી. જેમ જેમ પ્રગતિનાં સોપાન સર થવા લાગ્યાં તેમ ઉન્નતિમાં આગળ વધી અત્યારે શ્રી ગાંધીનગર જૈન મંદિરની દરેક સંસ્થામાં પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે. સેક્રેટરીનો હોદ્દો સંભાળે છે. કાર્યની પ્રશંસા કરે છે. આ યુવાન કાર્યકર સાથે યુવા ટીમ કામ કરે છે. જેમાં દીપકભાઈ, અજિતભાઈ, લલિતભાઈ, હીરાભાઈ, દિનેશભાઈ, મનુભાઈ, અતુલભાઈ, બિપિનભાઈ અન્ય સંઘનું ગમે તેવું કામ હોય તો તે ખડા પગે તૈયાર રહી કામ દિપાવી સંસ્થાનું નામ રોશન કરે છે. ૮૫ વર્ષ સુધી દેરાસરના કામમાં વ્યસ્ત રહેતા શ્રી રવિભાઈનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા છે. આશા રાખીએ કે તેમના અનુગામી તરીકેની કાર્યકારિણીમાં શ્રી દિનેશભાઈ સફળ થાય. શ્રી રવિભાઈના શાસનકાર્યની સેવાના અનુભવોનો તેઓ અત્યારે લાભ લઈ તન-મન-ધનથી સેવા કરવા તત્પર બની રહ્યા છે. સંકલન : પ્રવિણભાઈ એમ. શાહ (ઉડ્ડ) બેંગ્લોર શ્રી સુસ્મિતાબહેન શાહ શ્રી ગુજરાત કલાકેન્દ્ર-બેંગ્લોર ઈ. ૨૦૦૭ના મહિલા દિવસ પ્રસંગે વિવિધ ક્ષેત્રે આગવી લાક્ષણિકતા, સિદ્ધિઓ ધરાવતી ૧૦ મહિલાઓનું આપ અભિવાદન કરવા ઇચ્છો છો. ઘણું જ અનુમોદનીય છે. “જબ Jain Education Intemational ૭૩૫ હમ પૈદા હુએ, જગ હંસે હમ રોય, ઐસી કરની કર ચલો, હમ હંસે જગ રોય.’' જીવન ઝરમર : જન્મ સને ૨૦-૫-૧૯૩૯ ગરવી ગુજરાત અમદાવાદ, ફઈએ પાડ્યું ‘સુસ્મિતા’ નામ. પિતા– જસવંતલાલ સુતરીઆ-ચુસ્ત ગાંધીવાદી, શ્રીમદ્ રાજચંદ્રકૃત દુહા ગળથૂથીમાં શતાવધાની જયાનંદસૂરીશ્વરજી લંગોટિયા દોસ્ત સુંદર આચાર વિચાર ધર્મના સંસ્કાર રૂડા મળ્યા. માતાગર્ભશ્રીમંત વકીલના ધર્મચૂસ્ત દીકરી. બે ભાઈ, છ બહેનોને ઉચ્ચ શિક્ષણ સાથે ઈતર પ્રવૃત્તિઓથી બાળકોને ઘડ્યા છે. વ્યવહારુ શિક્ષણ: B.A., B.ed., Hindi, first aid, Home nursing........રામજી આસર વિદ્યાલયઘાટકોપરમાં નવમા ધોરણમાં ૧૯૬૦-૧૯૬૫ વર્ષ પ શિક્ષાદાન (શિક્ષિકા) સંગીતક્ષેત્રે : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત વોકલ તથા હાર્મોનિયમ શ્રી દેવધરકૃત પરીક્ષાઓ પાસ. સુગમ સંગીતપુરુષોત્તમ ઉપાધ્યાય-અજિત શેઠ, નિરૂપમા-કૌમુદિની મુનશી, પૌરવીબહેન કર્મક્ષેત્ર મુંબઈ, ડાન્સ-ગરબા નાટિકા આદિ ભારતનાટ્યમ્-મણિપુરી અવિનાશ વ્યાસ, પિનાકીન દેસાઈ. ધાર્મિક શિક્ષણ : નાનપણમાં પંચપ્રતિક્રમણાદિ અર્થ સહિત પ.પૂ. રમણિકભાઈ પંડિત પાસે જીવવિચારથી કર્મગ્રંથ સુધી સાધ્વીજી ગુરુવર્યા પાસે સ્તવન, સજ્ઝાય, ઢાળિયા આદિ પ.પૂ.ઇન્દ્રચંદ્ર પં. તત્ત્વજ્ઞાન રત્નસુંદર જિનચંદ્ર મારા ભવોદધિતારક ગુરુ જગચંદ્ર, શતાવધાની પૂ. જયાનંદસૂરીશ્વરજી, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, વૈરાગ્યશતક, ૩૫૦ ગાથાનુ ઉ. યશોદેવ મ.નું સ્તવન, પૂ.મુ. કલ્પનાબહેન પાસે કુંદકુંદનાચાર્ય કૃત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, પંચસૂત્ર પૂજાઓના ગૂઢાર્થો, આત્મજ્ઞાની આત્માનંદજીના સત્સંગે સાધક–જ્ઞાયક ભાવો, ભેદજ્ઞાન, કૃપાળુ રાજચંદ્રકૃત પત્રાંકો. આ સર્વે ઉચ્ચ જ્ઞાની મહાત્માઓની અસીમ કૃપાથી સ્વાધ્યાય સાથે અઠ્ઠાઈ, દોઢમાસી, ઉપધાન તપ, ચાતુર્માસ વ્રત, અભક્ષ ત્યાગ, હંમેશ ઉકાળેલું પાણી. આરંભ–પરિગ્રહની અલ્પતા કરી. ‘હું બનું ભગવાન, સૌને બનાવું ભગવાનનો' ઊઠ્યો–જીવન જીવું ખીલતાં ગુલાબ જેવું ભલેને કંટક હજારો’ પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી–અનેક સુકૃતો પ્રભુ મૂર્તિ-પ્રભુ મંદિર, અંજનશલાકા-પ્રતિષ્ઠા-સમેતશિખરનો કુટુંબનો સંઘ, અનેક પૂજનો, પારણાંઓ, ધાર્મિક, સામાજિક, અનુકંપા, જીવદયા, સાધર્મિક ભક્તિ-૧૯૯૮ સુધી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820