Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 732
________________ ૩૧૨ કચ્છની ગૌશાળામાં ફંડ એકત્રિત કરી આપી અને હુબલી પાંજરાપોળના ઉપાધ્યક્ષ રહીને જીવદયાનો ઝંડો ફરકાવ્યો છે. વૈદકીય ક્ષેત્રે કર્ણાટક કેન્સર થેરાપી એન્ડ રિસર્ચ ઇન્સિટટ્યૂટનું અધ્યક્ષ પદ શોભાવે છે. તે સિવાય તેમણે અરવિંદ જનરલ હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. વિવેકાનંદ જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી રૂપે ફરજ બજાવી હોસ્પિટલના વિકાસમાં સહાયરૂપ બન્યા છે. આ ઉપરાંત ગામડામાં મફત મેડિકલ કેમ્પ અને દવાવિતરણ વગેરે કાર્યો કરે છે. શૈક્ષણિક ક્ષેત્રે તેમણે ૧૯૭૨માં શ્રી મહાવીર જૈન એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમાં અંગ્રેજી હાઇસ્કૂલ I.T.T સંસ્થાની સ્થાપના કરી, જેમાં Professional Course થાય છે. આ ઉપરાંત બીજી સ્કૂલોમાં પણ તેમણે અનુદાન આપ્યાં છે. સામાજિક ક્ષેત્રે તેમણે વર્ધમાન કો.ઓ. બેંક લિમિટેડની સ્થાપના કરી હતી. ગૌરી–શંકર ફાયનાન્સ કંપની ચલાવે છે. પત્રી ગામમાં અઘતન સેનેટોરિયમ બંધાવવા તથા અમદાવાદમાં અતિથિભવન નિર્માણમા સહયોગી થયેલા. સર્વોદય સમાજ તરફથી ત્રણ યોજનાઓ આરંભ કરાવી શિક્ષણ, રહેઠાણ અને મેડિકેર માટેની લોન વ્યવસ્થા કરાવી આપેલ. ક્યારેક કૌટુંબિક, સામાજિક વિવાદો અને મતભેદોમાં લવાદ બની મધ્યસ્થીપૂર્વક નિવેડો લાવે છે. દામજીભાઈ દાનવીર, ધર્માનુરાગી, શિક્ષણપ્રેમી અને બહુમુખી પ્રતિભાના માલિક છે. દરેક ક્ષેત્રે તેઓ તન-મનધનથી નિર્વ્યાજ સેવા બજાવે છે. તેમના થકી સમાજ અને જ્ઞાતિના જરૂરતમંદોને હંમેશાં લાભ મળતો રહે તેવી અભ્યર્થના. દાનવીર : સમાજસેવક શ્રીમતી મણિબાઈ કાંતિલાલ શાહ શ્રીમતી મણિબાઈ કાંતિલાલ મૈશેરીનો જન્મ મુંબઈમાં સ્વ. બાંયાબાઈ તથા શા. શિવજી ચત્રભોજ નાગડા (કચ્છનલિયા)ને ત્યાં તા. ૧૧-૧-૧૯૨૮ના રોજ થયો. પ્રાથમિક શિક્ષણ મુંબઈની પાઠશાળામાં લીધું. માતાપિતાના ઉચ્ચ સંસ્કારો વારસામાં મળ્યા. નાનપણથી જ તેમનો સ્વભાવ ખૂબ જ મસ્તીપ્રિય, સેવાભાવી અને વ્યવસ્થિત છે. તેઓ પાકશાસ્ત્રમાં પારંગત છે અને એટલા જ સ્વચ્છતાના આગ્રહી છે. Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ૨૦ વર્ષની ઉંમરે ગદગના શ્રી કાંતિલાલ કલ્યાણજી મૈશેરી (કચ્છ-નલિયા) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં, ૪૦ વર્ષના સુખી, સંપન્ન અને આદર્શ લગ્નજીવનબાદ જૂન ૧૯૮૭માં એમના પતિશ્રીનો દેહાંત થયો તે વખતે તેમણે પતિના શરીરનું ‘દેહદાન' કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમનું મક્કમ મનોબળ દર્શાવેલ, પણ ગદગમાં દેહદાન સ્વીકારવાની વ્યવસ્થા ન હોવાથી માત્ર ચક્ષુદાન કરી અંધ વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવવા નિમિત્ત બન્યાં. ત્યારબાદ પોતે નિષ્ક્રિય ન રહેતાં નાનાંમોટાં કાર્ય કરી આજીવિકા મેળવી લેતાં. એમને કાયમ એક જ વિચાર આવતો કે મારું જીવન સાર્થક કેમ બને અને હું સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકું? આ વિચારને અમલમાં મૂકવા તેઓશ્રીએ શ્રીયુત તિલકચંદભાઈ કુંવરજી લોડાયાનો સંપર્ક સાધ્યો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા. મધ્યવગરની એકાકી મહિલાના આવા ઉમદા વિચારો જાણી શ્રીયુત તિલકભાઈને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. શ્રીયુત તિલકભાઈએ એમને ૨-૩ યોજનાઓની જાણકારી આપી. એમાંથી ‘વૃદ્ધાશ્રય ગૃહ’ નો વિચાર એમને યોગ્ય લાગ્યો અને રક્ષા કાર્ય માટે તુરત જ તેમણે પોતાના એકમાત્ર રહેઠાણનું વેચાણ કરી એમાંથી રૂા. ત્રણ લાખ જેવી માતબર રકમ ઉપરોક્ત યોજનાને અમલમાં મૂકવા માટે ફાળવી અને પોતે ભાડાના મકાનમાં રહેવા ગયાં. આ નારીના અદ્ભુત ત્યાગ અને સમર્પણની ભાવનાની કદર રૂપે અને એમની સ્મૃતિ કાયમ રહે એ ઉપદેશથી એમના નામથી જ એક અલગ ટ્રસ્ટ સ્થાપવાનો નિર્ણય શ્રી તિલકભાઈ તથા સમાજના અન્ય આગેવાનોએ લીધેલ. આ ઉપરાંત એમણે પાંચ વખત આય–કેમ્પ યોજી આંખના દર્દીઓ માટે પ્રકાશનાં કિરણો ફેલાવ્યાં છે. કોઈમ્બતુર જૈન દેરાસરને રૂ। ૧૦૦૦૦/- નું દાન આપેલ છે અને ધર્મ પ્રત્યે પણ પોતાની ભાવના વ્યક્ત કરેલ છે. તદ્ઉપરાંત ગદગના સ્મશાનના નવીકરણ માટે તેમણે રૂા. ૫૧૦૦૦/- નું માતબર દાન આપેલ છે. સ્મશાનના નવીકરણ માટે આટલી મોટી રકમનું દાન આપનાર તેઓ કદાચ ક.દ.ઓ. જૈન જ્ઞાતિનાં પ્રથમ મહિલા છે. તેવી જ રીતે ગદગની ક.દ.ઓ. જૈન શાળાને પણ રૂા. ૫૧૦૦૦/-નું દાન આપેલ છે. આવી રીતે એમણે ધર્મ, શિક્ષણ અને સામાજિક કાર્યો માટે વહેવડાવેલ દાનગંગાનો પ્રવાહ ઉદાહરણીય, અનુકરણીય અને અનુમોદનીય છે. હમણાં તેઓ ૭૬ વર્ષની જૈફ ઉંમરે પણ સંપૂર્ણ કાર્યરત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820