Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 747
________________ ૭૨૭ સ્વપ્ન શિલ્પીઓ કોઈપણ સ્ટેજ પ્રોગ્રામ (કાર્યક્રમ) હોય તો અવશ્ય હાજરી આપી લોકોને કાર્યમાં જોડાવા પ્રેરણા આપી દરેકનું મન જીતી લઈ કાર્ય સરળ બનાવા પ્રયત્ન કરતાં. સંસ્થાનું કોઈપણ અઘરું કામ તે કુનેહપૂર્વક સંભાળી સામાન્ય કરી લેતાં. તેઓ લોક પ્રત્યે પ્રેમભર્યા વર્તનથી લોકચાહના મેળવી લઈ સાથે રહી કાર્યને દિપાવા બહુ જ મહેનત કરવાની એમનામાં આવડત છે. તેઓ બેંગ્લોર ખાતે શ્રી ગુજરાતી અન્ય સંસ્થાઓ તેમ જ પ્રાદેશિક સંસ્થાઓ પોતાનું યોગ્ય દાનપ્રવાહ અને સેવાનો સુંદર યોગદાન આપી રહેલ. * ઇ.સ. ૧૯૬૬માં ગુજરાત અમદાવાદમાં રમખાણો ફાટી નીકળેલ તે સમયે શ્રીએ અપના બજારમાં સ્વયં સેવા આપી સમાજ સેવા કરેલ તે બદલ ગુજરાત રાજ્ય સરકાર તરફથી બહુમાન સાથે સર્ટીફિકેટ પ્રાપ્ત થયું હતું. --સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ ઉણ, બેંગ્લોર, દૂદમલજી સરતાનમલજી બાલર (સુરત) કાર્યસિદ્ધિ માટે સતત ઝૂઝનારા અને સાર્થકતાનાં મોતી શોધી લાવનાર એવા એક તેજોમય વ્યક્તિત્વના સ્વામી છે દૂદમલજી સરતાનમલજી બાલર, જેઓ રાજસ્થાનના મરુ પ્રદેશના સરતના મૂળવતની અને જેમણે લગભગ સાઠ વર્ષ પહેલાં બેંગ્લોર આવી પરિવારના આર્થિક ઉપાર્જન માટે સાડીઓનો વ્યવસાય શરૂ કર્યો. પોતાની દઢ ઇચ્છાશક્તિ અને મહેનતના પરિણામે પોતાના વ્યવસાયમાં નિરંતર પ્રગતિ સાધતાં તેમણે આજે પોતાના વ્યવસાયને એવા ઉચ્ચસ્તરે લઈ જવામાં સફળતા મેળવી છે કે જેનો જવાબ નહીં. એમના પરિવાર પર શ્રી લક્ષ્મીદેવીની અસીમ કૃપા છે. જ્યારે લક્ષ્મી આવે છે અને તેનો સદુપયોગ થાય છે ત્યારે તે ત્યાં જ સ્થિર થઈ જાય છે. લક્ષ્મીની ચંચળતા અંગે વિચારતાં એમણે લક્ષ્મીનો સારાં કાર્યોમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એમણે પોતાનાં સહધર્મચારિણી ડાયીદેવીની પ્રેરણાથી બેંગ્લોર પાસે હોસુરમાં સ્વદ્રવ્યથી શ્રી અજિતનાથ જૈન મંદિર સહ ધર્મશાળા અને આરાધનાગૃહનું નિર્માણ કરાવ્યું. એમણે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજીની પાવન નિશ્રામાં કુંભોજગિરિથી બેંગ્લોરના છરીપાલિત સંઘમાં સામુહિક આયોજકનો લાભ લીધો. એમના પરિવારે બેંગ્લોરની શાન ભગવાન મહાવીર હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગના નામકરણનો લાભ લીધો. એમણે પોતાના સ્વદ્રવ્યથી સિદ્ધિતપના તપસ્વીઓને પારણાં કરાવી એમને કુલપાકજી, ભાંડુકજી અને ઉવસગર તીર્થ વગેરેની યાત્રા કરાવી. એમણે દેવનહલ્લીમાં દેવલી બનાવડાવવાનો લાભ લીધો. તેઓ પોતાની લોકપ્રિયતાના કારણે ૧૨ મંદિરોના ટ્રસ્ટી બની ચૂક્યા છે. તેઓ બેંગ્લોરના અક્કીપેટ મંદિરજીમાં ત્રણ વર્ષ સુધી માનદ્ સચિવપદે પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમનાં પત્ની એક ધર્મપરાયણ મહિલા છે, જેમની પ્રેરણાથી તેઓ નિરંતર ધર્મકાર્યોમાં હંમેશાં અગ્રણી રહ્યા છે. એમને શાસનદીપક શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીનું અનન્ય સમર્થન પ્રાપ્ત છે. પરમ પિતા પરમાત્મા આવા ધર્મવીરને શતાયુ બનાવે, જેથી ધર્મકાર્યોમાં નિરંતર અગ્રેસર રહીને જિનશાસનની અનુપમ સેવા કરી શકે એ જ મંગલકામના સહ. સંઘવી ચંપાલાલજી સુમેરમલજી સિંધી (ચેલાવાસ) ધ્યાનથી જીવનને ઊર્જા મળે છે અને સાધનાથી સંકલ્પશક્તિ દઢ થાય છે. આવી દઢ સંકલ્પશક્તિના સ્વામી બેંગ્લોરનું એક એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ સંઘવી ચંપાલાલજી છે, જેઓ રાજસ્થાનના ચેલાવાસના નિવાસી છે. સંઘવી નામ જ એવું છે સાંભળીને જ સમજી જવાય છે કે એમના પરિવારે સંઘ કાઢીને પોતાના સ્વધર્મી ભાઈઓને પ્રભુભક્તિ કરાવી હશે. તેઓ મિલનસાર વ્યક્તિત્વના માલિક છે. ઉંમરના ઊંચા પડાવે પહોંચીને પણ તેમનું બાલસુલભ સ્મિત એમના વ્યક્તિત્વની સૌમ્યતાનું પરિચાયક છે. એમણે પોતાના ધર્મક્ષેત્રને બેંગ્લોરથી ચેલાવાસ સુધી વિસ્તાર્યું છે. તેમણે પોતાના નાનકડા ગામમાં શ્રી નેમિનાથ જૈન મંદિરના નિર્માણ અને ઐતિહાસિક પ્રતિષ્ઠાનો સારો લાભ લીધો. એમના પરિવારે પાલિતાણામાં નવાણું યાત્રા કરાવી. એમના પરિવારે સમેતશિખરજી, ગિરિરાજ શત્રુંજય, કચ્છ મહેશ્વરનો રેલગાડીમાં સંઘ કાઢ્યો હતો. એમના પરિવારે શાંતિસૂરીશ્વરજી મંદિરમાં શાંતિસૂરિજીને બિરાજમાન કરવાનો લાભ પણ લીધો હતો. તેઓ અનેક જગ્યાએ ટ્રસ્ટી તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. એમનાં આવાં મહાન કાર્યોમાં એમના પુત્રો સહિત સમગ્ર પરિવાર સાથ આપે છે. પાલિતાણાની ઓમ શાંતિ ધર્મશાળામાં પણ એમના પરિવારે યથેષ્ટ લાભ લીધો છે. એમણે શ્રી સંભવનાથ જૈનમંદિર, દાદાવાડીમાં જીવંત મહોત્સવ સાથે મહાપૂજાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને જિનશાસન પ્રત્યે સાચી શ્રદ્ધા અર્પિત કરી છે. પરમાત્મા એમને દીર્ધાયુ બનાવે એવી મંગલકામના સાથે... Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820