Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 729
________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૦૯ ન જવો જોઈએ કે સાધુ-સાધ્વીજી પોતાને ત્યાં લાભ માટે ન પધારે તેવા દૃઢ આગ્રહી છે. કોઈપણ સંત હૉસ્પિટલમાં યા વિહારમાં હોય, બિમાર હોય તેવા સમાચાર મળતાં જ ગોચરી લઈ હાજર થતાં તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવથી સારામાં સારી વસ્તુઓથી ભક્તિ કરે છે. કયારેય પણ કંટાળ્યા વગર પોતાની બબ્બે પુત્રવધૂઓ સાથે જ્યારે પણ જાઓ ત્યારે રસોઈ તૈયાર જ હોય અને ભક્તિ માટે આગ્રહ હોય જ. મ.સા. પાસે પણ જઈ મહેમાનોને માટે પોતાને ત્યાં જ મોકલવા આગ્રહ કરતાં પૂરો પરિવાર ધર્મના રંગે રંગાયો છે. પોતાના સુપુત્ર મૂકેશને શાસનને અર્પણ કરી પૂ.આ.દેવશ્રી પદ્મસાગર, સૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં સમર્પિત કરી ધન્ય બનેલ છે જે આજે પૂ. ગણિવર્ય જ્યોતિર્વિદ અરવિંદસાગરજી મ.સા. તરીકે સુપ્રસિદ્ધ છે. અમદાવાદથી પાલિતાણા છ'રી પાલિત સંઘના તેઓ સંઘવી હતા. પોતાના ગૃહાંગણે શ્રી મુનિસુવ્રત જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિદિન સ્વદ્રવ્ય-સ્વહસ્તે ખૂબ જ ઉત્કટભાવથી પરમાત્મ ભક્તિ કરે છે. પાઠશાળામાં પણ ખૂબ જ ઊંચાં કર્મગ્રંથ-તત્ત્વાર્થ આદિનો અભ્યાસ કરેલ છે. સ્વ. શ્રીમતી મધુબહેન ચોથાલાલ શાહ તપસ્યા અને તપસ્વી નામ પડતાં મધુબહેનનું નામ યાદ આવ્યા વગર રહે જ નહીં. બેંગ્લોર પાઠશાળાના પ્રાધ્યાપક સુરેન્દ્રભાઈ સી. શાહનાં માતુશ્રી મધુબહેન એટલે તપસ્યાની હાલતી ચાલતી જીવંત પ્રતિકૃતિ. ગામડાગામમાં જીવન વિતાવવા છતાં બેંગ્લોરના ૩૦ વર્ષના વસવાટ દરમ્યાન ક્યારેય ખુલ્લું મોટું રાખ્યું નથી. બબ્બે વખત જીવલેણ મોતના મુખમાં જવાની તૈયારી છતાં પણ તપમયજીવન રાખ્યું. ૧૭–૧૭ વર્ષોનાં વર્ષીતપના આ આરાધિકાએ વચ્ચે છઠ્ઠ છઠ્ઠથી વર્ષીતપ કર્યું. તેમજ ચાલુ તપસ્યામાં પ્રતિવર્ષ ૫૧ ઉપવાસ-માસક્ષમણશ્રેણીત-સિદ્ધતપ-ચત્તારી અટ્ટ તપ–મોક્ષદંડક–૧૩ કાઠિયાતપ જેવી ભીષણ તપસ્યાઓ કરી. પર્યુષણમાં તો અઠ્ઠાઈ સાથે ૬૪ પ્રહરી પૌષધ હોય જ તે સિવાય રોહિણી તપજ્ઞાનપંચમી–બીજ-મૌન એકાદશી-વીશસ્થાનક ઓળી-નવપદ ઓળી આવી નાની તપસ્યા કે જે એમણે બાકી રાખી હોય. પાંચ-પાંચ નવાણું યાત્રા-ત્રણ-ત્રણ ચાતુર્માસ, અનેક છ'રી પાલિત સંઘ. છેલ્લે ૭૫ વર્ષની ઉંમરે પણ ચાલુ વર્ષીતપમાં લકવો થઈ જતાં દવા લેવા ખૂબ જ મુશ્કેલીમાં પારણું કરાવ્યું. પોતાનાં સુપુત્રી ભાનુને દીક્ષા અપાવી રામચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં સમર્પિત કરી. પૂ.સા. શ્રી ઉજ્વલ જ્યોતિશ્રીજી તરીકે પ્રસિદ્ધ કર્યા. પોતે પણ નિરંતર દીક્ષા લેવા જ આગ્રહ કરતાં હતાં. દૈનિક આરાધનાઓમાં ક્યારેય છૂટ નહીં....પૂરા પરિવારને પણ ધર્મ સંસ્કારોથી વાસિત બનાવ્યો. મહામંત્રની આરાધનામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. સ્વ. સંઘવી જશરાજજી ખુમાજી સ્વ. કસ્તુરબેન જશરાજજી | (રાજ.-તવરી) બેંગ્લોર ૩૨–૩૨ વર્ષોના સજોડે અખંડ વર્ષીતપના આ આરાધક આ દંપતી ખરેખર આદર્શમય જીવન જીવી ગયા. સાદગીનાં પ્રતીકોએ પોતાના ગૃહાંગણે શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર બનાવ્યું. સમેતશિખરનો સ્પેશલ ટ્રેનથી સંઘ કાઢ્યો. અનેક ધાર્મિક કાર્યોમાં લક્ષ્મી વ્યય કરી. દૈનિક આરાધનામાં તત્પર, જશરાજજી કોઈપણ મહાત્માને ચાતુર્માસ વિનંતી કરવામાં અને સંઘના કાર્યોમાં અગ્રગણ્ય હતા. આયંબિલ ખાતામાં તપસ્વીઓની ભક્તિ કરતાં તેમને અપૂર્વ આનંદ આવતો. વર્ષીતપમાં પણ પર્વતિથિએ આયંબિલ કરતા દરેક ગુરુવર્યોની સુંદર ભક્તિ કરવી તેમનો આદર્શ હતો. દર વર્ષે તપસ્વીઓનાં પોતાનાં ઘેર પારણાં કરાવી ખૂબ ભક્તિ કરતાં. વૃદ્ધ ઉંમરે પણ કસ્તુરબેન પાઠશાળા મંડળ આદિ ક્યારેય ન ચૂકતાં. પરિવારને પણ ધર્મસંસ્કારો અને નવ સંસ્કારોથી વાસિત બનાવ્યો છે. વર્ષીતપ સાથે અનેક મોટી તપસ્યા પણ કરતા. શ્રીમતી સુંદરબહેન ઘેવરચંદજી દાંતવાડિયા (રાજ.-માંડવલા) બેંગ્લોર શરીરમાં ભારી પણ સદાય ઉત્સાહી....શરીર બિમારીગ્રસ્ત પણ મનોબળનાં પાકાં આ શ્રાવિકા ખરેખર અનુમોદનીય શાસનભક્તિ ભરેલ શ્રાવિકા છે. પૂ. આ. દેવશ્રી અશોકરત્નસૂરીશ્વરજી મ.સા.ના પરિચયથી ધર્મપ્રાપ્ત તેઓ તેમને ધર્મગુરુ માને છે. ગુરુદેવના 100 ઓળીના બેંગ્લોરમાં પારણાં પ્રસંગે તેમણે કરેલ ગુરુભક્તિનો આદર્શ દરેક માટે અભિનંદનીય હતો. સોનાની થાળી, સોનાની ચમચીથી ગુરુદેવને વહોરાવ્યું. ઉદ્યાપન મહોત્સવ દરેક લાભ લીધો. પ્રતિવર્ષ બેંગ્લોરના સમસ્ત ગુરુજીઓની અપૂર્વ ભોજનભક્તિ કરી બહુમાન કરે છે. સાધુ તેમજ સાધ્વીજી ભગવંતો પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતાં તેઓ શારીરિક પ્રતિકૂળતા છતાં દરરોજ પાંચમંદિર દર્શન કરે છે. કોઈપણ શ્રમણના પધારવાના સમાચાર સાંભળી તરત જ ભક્તિ-લાભ માટે પહોંચી જાય છે. શાસનનાં દરેક કાર્યોમાં Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820