Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ લેખાંક નં - ૧ સૂર્યનો ઉદય અને તિથિની આરાધના જૈન અને જૈનેતર સમાજોમાં જે જે આસ્તિક સમાજ છે તે તે દરેક વર્ષે પોત પોતાના ઇષ્ટ એવા દેવ-ગુરૂ કે ધર્મને અંગે તિથિની આરાધના કરે છે. આર્યંતર સામાજવાળા જેમ પોતાના વાર, તહેવારો, રવિવાર આદિવારો ઉપર રાખે છે. તેવી રીતે આર્યપ્રજામાં કોઇપણ તહેવાર, વારને અંગે મુખ્ય નિયમિત કરવામાં આવ્યો નથી તેમજ જેવી રીતે આર્યેતર પ્રજાએ કેટલાક તહેવારો, તારીખો ઉપર નિયમિત કરેલા છે તેવી રીતે આર્યપ્રજા ના પર્વ અને તહેવારો તારીખો ઉપર પણ નિયમિત નથી. આર્ય પ્રજાના પર્વ અને તહેવારો તો તિથિઓ ઉપર જ નિર્ભર હોય છે. વારની શરૂઆત અને સમાપ્તિ,સૂર્યના ઉદયથી તે અન્ય સૂર્યના ઉદયના પ્રથમ ભાગ સુધી રહેતી હોવાને લીધે વારોથી ગણાતા તહેવારોમાં વિચાર ભેદને વધારે સ્થાન ન હોય તે સ્વભાવિક છે. તેમજ તારીખને અંગે તહેવારોમાં પણ તેનું મધ્યરાત્રિ ના બાર વાગ્યા પછીથી નિયમિત પરિવર્તન થતું હોવાને લીધે તેમાં પણ વિચારણાને વિશેષ અવકાશ રહેતો નથી. ફકત આર્યપ્રજા જે વિશેષ તિથિ અંગે વિશેષ તહેવારને માનનારી છે. તે વિશેષ તિથિનો આરંભ તેમજ સમાપ્તિ વર્ષ અગર માસની અપેક્ષાએ નિયમિત હોતી નથી અને તેથી આર્યપ્રજા ‘પછી તે જૈન હોય, શૈવ હોય કે વૈષ્ણવ હોય કે બીજું કોઇ પણ હોય છતા, પર્વોને માનવાને માટે તિથિની માન્યતામાં જરૂરીયાત સ્વકારવાવાળી હોય છે. અને ૩ Jain Education Internationár onal Use Only www.aeltbrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44