Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
દર્શનોને સ્થાપન કરનારાઓએ નથી તો સંવરનું નિરૂપણ કર્યુ કે નથી તો નિર્જરાને ધ્યેય તરીકે રાખી. !
અને તેમ હોવાથી જ અન્ય મતોના અને અન્ય દર્શનોના પર્વો અને હેવારો સંવર અને નિર્જરાના સાથ્યથી સર્વથા શૂન્ય જ હોય અને માત્ર તેઓમાં રાગ રંગ અને ખાવા પીવાના સાધન માટે ઉત્સવો મનાવી પર્વો અને હેવારોને આરાધવામાં આવતા હોય છે તેમાં જૈન જનતાને અંશે પણ આશ્ચર્ય થશે નહિ, અને આ જ કારણથી જૈન શાસ્ત્રકારો મુખ્યતાએ સાધુ સાધ્વીવર્ગને અને ગૌણપણે ચારે પ્રકારના શ્રી સંઘને અતિથિ તરીકે જણાવે છે. કારણ કે શ્રી ચતુર્વિધ સંઘમાંથી કોઇપણ વ્યકિત તેવા અન્યમતો અને અન્ય દર્શનકારોએ માનેલા પર્વો અને હેવારોના એટલે રાગરંગના તિથિ અને પર્વોના ઉત્સવોને માનવાવાળી હોતી નથી. અને તેથીજ તે ચતુર્વિધ સંઘને કે શ્રમણ શ્રમણી સમુદાયને ‘અતિથિ’ તરીકે કહેવામાં શાસ્ત્રકારોએ પક્ષપાતનો ગંધ પણ રાખ્યો નથી. એ ચોકખું સમજાશે.
જો કે જૈન દર્શનમાં મનાયેલા પર્વો અને વ્હેવારોની અંદર આભૂષણ, વસ્ત્ર, સ્નાન વિગેરેની વિશિષ્ટતા કરવાનું શાસ્ત્રકારો જણાવે છે અને તે બાહ્યદ્રષ્ટિવાળાને ઉત્સવરૂપ ગણાય તેમાં આશ્ચર્ય જ નથી. પરન્તુ તે આભૂષણ–વસ્ત્ર અને સ્નાનાદિની પર્વ અને હેવારોને અંગે કરાતી વિશિષ્ટતા, ધર્મની પ્રભાવના અને સમ્યગ્ દર્શનાદિક મોક્ષમાર્ગની પ્રાપ્તિની ઇચ્છાદારાએ સંવર અને નિર્જરાને સાધવાવાળી હોવાથી કોઇપણ પ્રકારે તે લૌકિક પર્વ આદિની માફક અમન ચમન રૂપ ઉત્સવની પ્રધાનતાવાળી હોતી નથી. જૈન ધર્મનું
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org