Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
મુખ્ય ધ્યેય જ “રાગદ્વેષને જીતવા અને કર્મોને ખપાવવા' એવું હોવાથી જૈનદર્શનમાં એક અંશે પણ અમન ચમનને સાધ્ય કરવાનું સ્થાન રહેતું નથી. પરંતુ જૈનદર્શનમાં સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘમાંથી કોઇપણ વ્યકિત હોય તો તેને ભગવાન જિનેશ્વર મહારાજનું અને જૈન શાસનનું એ જ ફરમાન છે કે તેણે સંવર અને નિર્જરાના પોષણને માટે જ તત્પર રહી સમગદર્શનાદિક રૂપ મોક્ષમાર્ગની તરક દરેક ક્ષણે વધવું જોઇએ.
આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ જૈન દર્શનકારોમાં ૧ (બે) આઠમ, ૨ (બે) ચૌદશ, ૩ પૂનમ અને ૪ અમાવસ્યા આવી રીતે ચાર પર્વો દરેક મહિનાની અપેક્ષાએ મુખ્યત્વે માનવામાં આવેલા છે અને એનું જ નામ શાસ્ત્રકારોએ ચતુષ્કર્વી કહી છે. જે કોઈ જમ્બુકાચારી પુનમ અને અમાવાસ્યાને લીધા સિવાય બે આઠમ અને બે ચૌદશના નામે ચતુષ્કર્વી નામે જણાવે છે તે શાસ્ત્રોની ગન્ધ લેનારાના વાકય કરતા પણ વેગળું છે. સામાન્ય રીતે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. ઉપર જણાવ્યા પ્રમાણે (બે) આઠમ (બે), ચૌદશ, પુનમ અને અમાવાસ્યા એ ચારને ચતુષ્કર્વી તરીકે વતુષ્પર્ચામુએ શ્લોકની અંદર સ્પષ્ટપણે જણાવે છે, પરંતુ જમ્બુકો, વસતિથી દુર રહેવાવાળા હોય તેમ શાસ્ત્રથી દૂર રહેવાવાળા જમ્બુકાદિ સહાય તેમ બોલે અને વર્તે તેમાં સુજ્ઞ મનુષ્યને તો આશ્ચર્ય થાય જ નહિ.
જો કે જંગલમાં રહેનાર કેટલાક જાનવરો જમ્મુકાદિના પક્ષને પાગ સારા ગણનારા હોય છે, પરંતુ સાધન અને શિક્ષણથી સંપન્ન એવા વસતિમાં રહેનારા લોકો તો જણૂક આદિના પક્ષને સારો ગાગનારા