Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
આવી રીતે આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજીની પહેલાના પણ બે પુનમની બે તેરસ અને પુનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાનાં સબલ પ્રમાણો છે, તેથી આરાધના કરનારે એકવડી પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિએ તેની પહેલાની તિથિની ક્ષય કે વૃદ્ધિ કરવી જોઇએ. અને જોડલી પર્વતિથિઓમાંની એક પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિએ પૂર્વતર અપર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરવી જોઇએ. આ વસ્તુ શાસ્ત્રોકત છે અને પરંપરાએ પણ અત્યાર સુધી ચાલી આવે છે, અને તેથી કાર્તિક પૂર્ણિમા શુક્રવારે શ્રી સિધ્ધાચલજીની પટયાત્રા અને વિહાર વિગેરે
થાય.
સિદ્ધક્ષેત્ર સુદ ૭ કાર્તિક સં. ૧૯૯૭પૂ. આચાર્યદેવ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીની આજ્ઞાથી અરૂણોદયસાગરજી.
લેખાંક નં. – ૨
પર્વ આરાધનાની બલિષ્ઠતા
સામાન્ય રીતે જૈન જનતામાં આત્માના કલ્યાણને અંગે સંવર અને નિર્જરાની ક્રિયા સાધવા માટે પર્વો અને વ્હેવારો નિયમિત રીતે માનવામાં આવે છે, જો કે અન્યમતોમાં અને અન્ય દર્શનોમાં પર્વો અને તહેવારો નથી હોતા એમ નહિં, પરન્તુ તે અન્યમતો અને અન્ય દર્શનોના પર્વો અને હેવારો માત્ર ઉત્સવનીજ ભાવનાવાલા હોય છે. પરન્તુ તે પર્વો અને હેવારોને ઉજવવામાં સંવર અને નિર્જરાની ભાવના સંબંધી ગંધ પણ તેઓને હોતી નથી. અન્ય મત અને અન્ય
Jain E
૧૮૭
ate & Pers
stry.org