Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
મુદ્દો નવા વર્ગ તરફથી ‘પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનો ક્ષય ન થાય’ તેવું જણાવનારો આપવામાં આવ્યો નથી’.
૭. ક્ષયે પૂર્વી તિથિ: નાર્યાં એ વાકય જો માન્ય હોય તો તે વાકય પણ વ્ન વિધિ દેખાડનાર હોઇને ‘અપ્રાપ્ત સપ્તમીમાં અષ્ટમીને કરનારૂં છે' આરાધનાને માટે એ વિધિ વાકય બને નહિં કેમ કે અનુદયી અષ્ટમી અને તેને અંગે આરાધના તો સિદ્ધજ હતી, તેમાં તિથિ શબ્દ ચોકખો વિધિને માટે છે. અને આરાધના શબ્દ નથી. માટે તે વાકય આરાધનામાં જોડવું તે નવા મતની નવી કલ્પના સિવાય બીજું કંઇજ નથી. એવી જ રીતે વૃદ્ધિ માટે નવામતનો માર્ગ પણ જુઠો જ છે તે સમજી લેવું.
(સિદ્ધચક્ર પાક્ષિકમાંથી સાભાર ઉધૃત) માર્ગ....દર્શન
(આ સાલ) કાર્તિક માસમાં ચંડાશુચંડુ પંચાંગમાં પુનમો બે છે. એ વાત ખરી છે. અને આપણે એ પંચાગને વ્યાવહારિક રીતિએ આરાધનામાં માન્ય કરીએ છીએ એ વાત પણ ખરી છે; પરન્તુ આરાધના કરનારે માત્ર તિથિના નિર્ણય માટે ચંડાંશુ ચંડુ લેવાનું છે, પરંતુ તેમાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજના ક્ષયે પૂર્વા નિયમને જ અનુસરવાનું છે, આથી જે તત્વતરંગિણી વગેરે શાસ્ત્રોમાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસ ઉદયવાળી હોવા છતાં તેરસના નામનો અસંભવ બતાવી તેને ચૌદશપણે સ્વીકારવા જણાવ્યું છે.
૧૭
Jain Edin
*ry.org