Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
વખત કાગળ, શાહી કે કલમ એકે નિષેધ કરનારા ન્હોતાં અને તેમનાજ ભકતો પૈસા આપનારા હોઇ છાપવાવાળાને પણ ના કહેવાની જરૂર ન્હોતી, પરંતુ જયારે પ્રત્યક્ષપણાનો પ્રસંગ આવ્યો ત્યારે ન તો જુઠું સાબીત કરવા માટેનો ટાઇમ અપનાવ્યો તેમજ ન તો સાચું સમજવા માટેની વિજ્ઞપ્તિ (હંસા૦) આવ્યા ત્યારે સ્વીકારી ! ન તો બલાત્કારે પોતાના મુકામ ઉપર પણ જુઠું સાબીત કરનારા આવ્યા ત્યારે ઉત્તર આપી શકાયો! છેવટે થાલી પીટીને ભરેલી જાહેર સભામાં જુઠાણું સાબીત કરવામાં આવ્યું તે વખતે પણ ઘણા તેડાં મોકલવા છતાં તે રામટોળીના જબુકથી સભામાં આવી શકાયું નહિ. એટલે જ્યારે ત્યારે પોતાના અંગત જુઠાના ઝરાનો બચાવ ન થઇ શકવાથી સમુદાયનો નિર્દેશ કર્યો અને પોતાના જુઠાણાં ખુલ્લાં પડી જવાની ખાતરી હોવાથી શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ ભરાયેલી સભામાં તેઓ પ્રવેશી શક્યા નહિં.
સત્ય છે કે જબુકો, ગ્રામ અને શહેરથી દુર જ ભાગે. હજી પણ આશાવાદીની અપેક્ષાએ એવી આશા રાખવામાં આવે તો ખોટું નથી કે રામટોળીના જબુકો પોતાના પક્ષનું અને પોતાના લખાણોનું જુકાપણું સાંભળવા અને સમજવા માટે કોઇપણ ગીતાર્થ મહાપુરૂષની સેવામાં હાજર થાય અગર તેવા ગીતાથે મહાપુરૂષો તેઓને સત્ય સમજાવવામાં પ્રભાવ નાખનારા થાય ઉપરનું લખાણ વાચીને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ કુદે નહિં અને રામટોળીના જબુકો અને તેના પક્ષકારો કુટે નહિં તો સારું ! (સં. ૧૯૯૬ ફા. શુ. ૧૫ સિસકાશTYTVરિ જ્ઞાનrfટર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org