Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 40
________________ તેલાધર–ગણધરવાદ, ભા. શુ. ૪ બુધવાર (ચંડાશુની બીજી ત્રીજે) શ્રી સંવત્સરી મહાપર્વ” એ પ્રમાણે સ્પષ્ટ જાહેરાત કરી હતી તો તેઓએ ચંડ શુગંડુ પંચાંગની ઉદયાતું બીજી ત્રીજે સંવત્સરી કરી ખરી કે ? શાસનપક્ષ જ્યારે ચોથ કે પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવા પૂર્વક સંવત્સરી પર્વનું આરાધન કરે છે ત્યારે તમો બધા ત્રીજે સંવત્સરી કરી' એવી બાંગો પોકારો છો તો તે વખતે તેવી બાંગ, રામચંદ્રસૂરિજીએ કેમ પોકારી નહિ? અને ઉદયાતુ તિથિ વિરાધીને આજ્ઞાભંગાદિ દોષના ભાગી થતા હોવાનું કેમ ન જણાવ્યું? પ્રશ્ન ૬-એક બાજુથી – “ક્ષયતિથિ ઔદયિકી હોતી જ નથી તેથી તેનું કૃત્ય પૂર્વ તિથિમાં કરવાનો શાસ્ત્રકારોનો આદેશ છે, પણ પૂર્વતિથિને (એટલે કે પૂર્વની અપર્વતિથિને) પર્વતિથિ કહેવાનું કોઈપણ શાસ્ત્રમાં લખ્યું નથી માટે તેમ કરવું તે નિરાધારરૂઢિ જ કહી શકાય” એવો સિદ્ધાંત ઘડનાર પં. કલ્યાણવિ. (સિદ્ધિ સૂ. ના) ૫. રામવિ. તથા જંબુવિ. આદિએ જ બીજી બાજુથી વિક્રમ સંવત ૧૯૯૧ના ચંડાશુ ચંડપંચાંગમાં ફાગણ વદ ૮ના ક્ષયે પોતાના જૈનપંચાંગ” માં સાતમનો ક્ષય, જેઠ વદિ ૨ ના ક્ષયે ૧નો ક્ષય, અશાડ સુદ ૮ ના ક્ષયે ૭નો ક્ષય, વદ પના ક્ષયે જનો ક્ષય તથા ભા. વ. ૨ના ક્ષયે ૧નો ક્ષય' છાપવા–કરવા અને તે અપર્વતિથિને ઉડાવીને તેને સ્થાને પર્વતિથિને સ્થાપીને આરાધના કરી હતી ત્યારે તમારૂં તેનું કૃત્ય પૂર્વતિથિમાં કરી લેવાનો શાસ્ત્રકારોનો આદેશ છે, પણ પૂર્વતિથિને પર્વતિથિ કહેવાનું કોઇપણ શાસ્ત્રમાં લખ્યું નથી” એ ડહાપણ, અને એ જ્ઞાન શું બહારગામ ગયું હતું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44