Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
છાશવારે ને છાશવારે ‘ઔદિયકી’ ની વાતો કરનારા નવામતી આદિઓને જાહેર પડકાર
વિક્રમ સંવત ૧૯૯૨ ની સાલના શ્રાવણમાસે પોતાના ગુરૂની મનાઇ હોવા છતાં પણ નવો તિથિમત કાઢનાર આ. શ્રી વિજયરામચંદ્ સૂરિજી મહારાજે અને તે નવામતને ખુબ ચગાવનાર ઉ-જંબૂવિ., પં.જનક વિ. પં. કલ્યાણ વિ. આદિએ ૧૯૯૨ના આસોમાસમાં પોતાના મતને સાચો ગણાવવા માટે ઉદયતિથિ ઉદયાત્ આદિની વાતો ચગાવતી નીચે પ્રમાણેની જાહેરાત કરી હતી
કે:
<<
“ (૧) જયાં સુધી શકય હોય ત્યાં સુધી ઉદય અને સમાપ્તિ બંનેથી સહિત એવી તિથિ લેવી, (૨) ઉદય તથા સમાપ્તિ બંનેથી સહિત તિથિ ન જ મળે તેમ હોય તો છેવટ એકલી સમાપ્તિવાળી તિથિ લેવી, (૩) તે તિથિ ન જ લેવી કે જેમાં આવશ્યક તિથિનો ન તો ઉદય હોય કે ન તો સમાપ્તિ હોય’’ આ પ્રમાણે રજુઆત કરીને વિક્રમ સં.૧૯૯૨માં ચંડાશુ ચંડુ પંચાંગની ભાદરવા શુદિ બે પાંચમની બે ચોથ કે બે ત્રીજ કરીને રવિવારે સંવત્સરી કરનાર શાસનપક્ષની સામે ‘‘જૈન શાસ્ત્રના આ ત્રણ નિયમો ખ્યાલમાં હોય તે એમ ન જ કહી શકે કે—ભાદરવા સુદ પહેલી પાંચમને બીજી ચોથ માનીને તે દિવસે શ્રી સંવત્સરી કરવી. કારણ કે તેમ કરવાથી ઉદય અને સમાપ્તિવાળી વાસ્તવિક ચોથની વિરાધના થાય છે અને જે દિવસે
Jain Eas
૩૪
vry.org