Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
માનરાઓ આજ્ઞા ભંગાદિના દોષમાં ડુબ્યા શિવાય રહેવાના જ નહિ.
તાત્પર્ય તો એ છે કે બીજ આદિકના ક્ષયની વખતે પડવા આદિના દિવસે જે બીજ આદિ તિથિ મનાય છે તે પૂર્વાહણ વ્યાપિની આદિ પક્ષની અપેક્ષાએ નથી અને તેથી તે પડવા આદિને દિવસે બીજ આદિ માનવામાં કોઇ પણ પ્રકારે આજ્ઞાભંગાદિ દોષ, પ્રકરણ પ્રમાણે અર્થ કરનારાને લાગતો નથી. એટલું જ નહિ પરંતુ પ્રકરણ પ્રમાણે અર્થ કરનારો સુજ્ઞમનુષ્ય આરાધનાની અખંડિતતા માટે તિથિની પણ અખંડિતતા કરવાવાળો હોઇને અને ટીપ્પણામાં બીજ વિગેરે પર્વ તિથિનો ક્ષય હોય છે. અને પડવા વિગેરે નો ક્ષય નથી હોતો તો પણ તે ઉદયવાળા પડવા વિગેરેને પડવા વિગેરે તરીકે માનતો જ નથી, પડવા વિગેરેમાં બીજ આદિને ઉદયવગરની હોવા છતાં પણ બીજ વિગેરે તરીકે જ માને છે. અને તે વાત એટલે ‘પર્વતિથિના ક્ષયની વખતે વ્હેલાની તિથિનો ક્ષય કરવો અને તે જગો પર આગળની પર્વતિથિને જ બોલવી અને કરવી’ એવો વ્યવહાર નિયમિત થયેલો છે. અને તેના જ માટે ક્ષયે પૂર્વી તિથિઃ વ્હાર્યા એ વિગેરે પ્રઘોષ સારા સારા ગચ્છવાળાઓએ પણ માન્ય કરેલ છે. અને તેથી જ શ્રી તત્વતરંગિણીની અંદર પણ ચર્તુદશીનો ક્ષય હોય તે વખતે તેરસને દિવસે ‘તેરસ છે.’ એવું કહેવાનો અસંભવજ જણાવ્યો છે. અને તે દિવસે ‘‘ઉદયમાં તેરસ હોવા છતાં પણ ઉદય વિનાની એવી ‘ચૌદશને’ ચૌદશજ છે. એમ કહેવાનું નકકી કરેલું છે. એટલે સ્પષ્ટ થાય છે કે વર્તમાનકાળમાં જે પરંપરા’ પર્વ તિથિના ક્ષયે પૂર્વની તિથિનો ક્ષય કરવાની ચાલે છે તે શાસ્ત્રથી
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org