Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
જુઠાણાં અનેક વખત પેપરોમાં અનેક પ્રકારે આપવામાં આવ્યાં છે
પરંતુ તે વર્ગની પદ્ધતિ એવી છે કે અસત્યપણાના આરોપનો ખુલાસો કરવો નહિ, સુધારવો નહિ અને પોતાનું જ મનાય તેવી રીતે જાણી જોઇને શાસ્ત્રની વિરૂદ્ધ લખાણો કર્યાજ કરવાં. અને આ જ કારણથી તે વર્ગ, મધ્યસ્થ દ્વારા લિખિત ચર્ચા અગર લખાણ કરવા પૂર્વકની મૌખિકચર્ચા કરવા માગતો ન્હોતો અને વર્તમાનમાં પણ માગતો નથી કારણ કે જવાબદારી કે જોખમદારીનું ભાન લિખિત પૂર્વક મૌખિક ચર્ચામાં રાખવું પડે છે અને એકલી લિખિત ચર્ચામાં તો તે ભાનનું નામ નિશાન હોય નહિં, રહે નહિં અને તેઓએ રાખ્યું પણ નથી, પરંતુ તે વર્ગના જુઠા અને કુટિલતા ભર્યા લેખોથી શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ સત્યમાર્ગ પ્રત્યે શંકાવાળો થાય નહિ તેમજ અસત્ય માર્ગની અભિલાષાવાળો ન થાય તે માટે શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાવાળા મહાનુભાવ વર્ગની આગળ પ્રમાણની દિશા દર્શાવવાની જરૂર ધારીને નીચેના પુરાવાઓ જણાવવામાં આવે છે. તે ખરેખર ઉપકારક નીવડશે.
૧. સેંકડો વર્ષોથી શાસન અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ બીજ આદિ છ પર્વ તિથિના ક્ષયે તેનાથી પહેલાની એકમ આદિ અપર્વતિથિનો ક્ષય સતતપણે કરતો હતો અને કરે છે. નવીન વર્ગ પણ ૧૯૯૨ ની પહેલા તો બીજ આદિ છ પર્વ તિથિના ક્ષયે તેની પહેલાંની એકમ આદિ અપર્વતિથિનો ક્ષય કરતો હતો અને એ વાત એમના તે વખતના પંચાગો ઉપરથી સાબીત પાગ થયેલી છે. ૨. શ્રી શ્રાધવિધિ વગેરેમાં ક્ષયે પૂર્વ તિથિ ાય એવું ફરમાન
For Prvater & Personal use only
www.jainelibrary.org