Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ પણ સમાગમ કરવા જેવો નથી. ઉપરના લખાણથી સુજ્ઞમનુષ્ય, રામટોળીના ઉદયના કે એવા બીજા બકવાદને નહિં અનુસરતાં તેવા બકવાદ કરનારાને શાસ્ત્ર અને શુદ્ધપરંપરાને અનુસરવાવાળાઓની પાસે સત્યતત્વનો નિશ્ચય કરવા તથા જગાવવા માટે લાવવાની જરૂર પ્રયત્ન કરશે અને તેજ જગતને હિતાવહ છે એમ માનવામાં તે રામટોળીનો પણ જરૂર સહકાર જ રહેવો ઘટે. લેખાંક – ૨ તિથિ માન્યતાનો પુરાવાઓ. આરાધનામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ નહિં માનવાના પ્રમાણો - હમણા કેટલીક મુદ્દતથી પર્વતિથિની અસ્તવ્યસ્ત સ્થિતિ કેટલાકો તરફથી કરવામાં આવી છે. અને તિથિને અસ્તવ્યસ્ત કરનાર તે વર્ગ પોતાના વીર (!) શાસન, જૈન (?) પ્રવચન અને દુન્દુભિ (!) જેવા વાજીંત્રો દ્વારા પ્રોપેગેન્ડા કરી સત્યમાર્ગને અનુસરવાવાળા ભવ્યજીવોને ભ્રમમાં નાખવાના પ્રયત્નો કરે છે. જો કે તે ભ્રમનો નાશ કરવા માટે તેઓનાં લખાણો તથા તેઓનાં નવીનપુસ્તકોનાં www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44