Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
તરીકે માનવી પડે અને અને તેને માટે વૃદ્ધી છે તથોત્તરી એ પ્રઘોષ શુદ્ધ ગચ્છ વાળાઓએ માન્ય કરેલો જ છે.'
આ હકીકત સમજનારો મનુષ્ય બીજ આદિ પર્વના ક્ષયે પડવા આદિની તિથિને ન માનતા બીજ આદિ તિથિને માનવાવાળો થાય છે. તથા બીજ વિગેરે બે હોય ત્યારે બે બીજ વિગેરેમાં બંનેને પર્વ તરીકે માનનારા થઈ જવાય અને તેમ જો થાય તો (બે) બીજ વિગેરે બે પર્વ પણ છે એમ માનનારા થાય તથા બીજ આદિના નિયમને આરાધનારો ન થવાથી મિથ્યાત્વી અને મૃષાવાદી બને. અને તેથી સુજ્ઞો ખેલાની બીજ વિગેરેને પડવા વિગેરેપણે ગમે તે સ્વાભાવિકજ છે. અને તેવી જ રીતે જયારે અમાવાસ્યા જેવી જોડલે રહેલી પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલા રહેલી ચૌદશની વૃદ્ધિ હાનિ થતાં તે પણ પર્વતિથિ હોવાથી તેની પણ ક્ષય વૃદ્ધિના થાય પરંતુ ચૌદશના ક્ષયે તેરશ નહિ માનતાં ચૌદશ માનવાના” દ્રષ્ટાન્ત તેરશનેજ ચૌદશ અને ચૌદશને જ પુનમ અમાવાસ્યા માનવા પડે તથા બીજની વૃદ્ધિએ બે પડવાની વૃદ્ધિની રીતિએ અમાવાસ્યા અને પુનમની વૃદ્ધિએ પહેલાની ચૌદશ એ પર્વતિથિ હોવાને લીધે વૃદ્ધિ ન પામતાં તે ચૌદશની પહેલાંની જે તેરશ તે જ વૃદ્ધિ પામે, આવી રીતે અને પરંપરાથી સિદ્ધ હોવા છતાં જેઓ પોતાની (પર્વ) લોપક એવી પરંપરાની રીતે શાસ્ત્ર અને યોગ્ય પરંપરાને ઉડાવવામાં જ ટેવાયેલા છે તેઓ શાસ્ત્ર અને સત્યપરંપરાને ઉડાવીને પર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ માનવા મનાવવા તૈયાર થાય છે. તેઓનો જનજનતાએ શાસ્ત્ર અને પરંપરાનો કિંચિત્ પાગ રાગ હોય તો સ્વપ્ન
Jain
due
För Private & Personal Use Only
www.jainelibrary.org