Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
હોવાથી બીજ આદિ પર્વતિથિના ક્ષયની વખતે તેનાથી પહેલાની જે પડવા વિગેરે અપર્વતિથિ છે તેને જ બીજ આદિ પર્વતિથિપાશે કરવી એટલે પડવા વિગેરે અપર્વતિથિનો ક્ષય કરવો એ જ છે. (સામાન્ય સમજણવાળો મનુષ્ય પણ આ વાકયનો તિથિનેજ કરવાની વાત છે', એમ સમજી શકે તેમ છે.) આ નવો વર્ગ, તિથિના પલટાને ન લેતાં પડવો વિગેરે માની તેમાં બીજ વિગેરેની આરાધના તેવા પ્રસંગે કરે છે, તો તેવી રીતે વર્તનારને શ્રી તત્વતરંગિણીકાર સ્પષ્ટપણે મૃષાવાદી જણાવે છે અને અધિકમાં નવો વર્ગ આરાધનામાં લોપક ન બને તો પણ બીજ આદિ પર્વ તિથિનો ક્ષય માનનાર હોવાથી પર્વતિથિનો લોપક તો બને જ છે.
૩. શ્રી તત્વતરંગિણિમાં મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ કે જેઓ શાસનાનુસાર તપાગચ્છના અનુપમ સ્તંભ સમાન છે તેઓ સ્પષ્ટપણે ફરમાવે છે કે ઉદય અને સમાપ્તિ તેરશની હોય અને ચૌદશનો ઉદય ન હોય તો પણ શાસનને અનુસરનારાઓ તો તે દિવસે ઉદયવાળી એવી તેરશનું નામ પણ લે નહિં, પરંતુ ઉદય વગરની એવી ચૌદશનું જ નામ લે. અર્થાત આરાધનામાં તેરશનો ક્ષય જ કહેવો અને ચૌદશ જ છે એમ કહેવી' એવું સ્પષ્ટ ફરમાન કરે છે.
નવા વર્ગના એક ઉ. એ જાણી જોઈને એ પંકિતનો અર્થ કદાગ્રહથી જુઠો કરેલો છે, અને તે જુઠાણું તેમના મોઢે સમુદાય સમક્ષમાં જણાવવામાં આવેલું છે. છતાં યત્કિંચિત્ સમાધાન તેમણે આપ્યું નથી અને અન્યત્ર પ્રયાગ કરી દીધું છે! તે નવો વર્ગ લિખિત ચર્ચા કરવા કેમ માગે છે અને મૌખિક ચર્ચામાંથી કેમ ખસ્યો છે, અને