Book Title: Audyiki Tithi Vicharana Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar View full book textPage 8
________________ આવે છે. સામાન્ય આર્યજનતાની આ સ્થિતિ છે. તેમાં પણ જૈનેતર આર્યપ્રજાને તે તે પર્વ અને તહેવારોને આરાધવા માટે જે વ્રત નિયમ કરવામાં આવે છે. તે અહોરાત્ર પ્રમાણવાળા નિયમિત હોતા નથી અને તે જૈનેતર આર્યોના વ્રતનિયમો અહોરાત્રની સાથે નિયમિત સંબંધ રાખનારા ન હોવાથી તે જૈનેતર આર્યો પોતાના પર્વ તહેવારોને અનિયમિત રીતે માને છે. અર્થાત કેટલાક પર્વ અને તહેવારોમાં, ઉદયકાળની વખતે તિથિ જોઈએ તેમ માને છે. કેટલાકપર્વતહેવારોમાં પૂર્વાણ વ્યાપિની તિથિ જોઇએ એમ માને છે. કેટલાકમાં મધ્યાહન વ્યાપિની તિથિ જોઇએ, કેટલાકમાં અપરાણ વ્યાપિની તિથિ જોઇએ , કેટલામાં પ્રદોષ વ્યાપિની તિથિ જોઈએ અને કેટલાકમાં મધ્યરાત્ર વ્યાપિની તિથિ જોઇએ. એવી રીતે પર્વતહેવારોની વ્યવસ્થા માટે જૈનેતર આર્યો માટે જયારે જુદી જુદી વ્યાપ્તિ લીધી છે, ત્યારે જૈન આર્ય પ્રજાએ પર્વ અને તહેવારોને આરાધવાની ક્રિયા અહોરાત્ર એટલે દિવસ અને રાત્રિ બન્નેની સાથે વ્યાપક પણે માનેલી અને આચરેલી હોવાથી જૈન આર્યપ્રજાને તિથિનું પૂર્વાણ વ્યાપિપણું આદિ માનવું અને તે આધારે પ્રવર્તવું તે કોઇપણ પ્રકારે પાલવી શકે નહિ. વાચકને સારી પેઠે યાદ હશે કે જેન આર્ય પ્રજાનો ઉપવાસ આદિ અને પોષધ વિગેરે વ્રતો અને નિયમો અહોરાત્રની સાથેજ વ્યાપીને રહેલા છે. અર્થાત જે તિથિએ પૈષધ કરવો હોય છે કે ઉપવાસાદી કરવાહોય છે તે તિથિ ના સૂર્યના ઉદયથી અન્ય તિથિના સૂર્યનો ઉદય થવાના પહેલાના વખત સુધી તે આરાધવાના હોય છે. અર્થાત - - Jain Education international pp lNNN SYNTS For Private & Personal use only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44