Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ જૈન આર્યપ્રજાના વ્રત અને નિયમો સૂર્યઉદયથી શરૂ થાય છે. અને તેનો છેડો આગળના સૂર્ય ઉદય થયા વગર આવતો નથી. આ કારણથી જૈન જનતાને એક સરખી રીતે પર્વ અને તહેવારો માનવા માટે એ નિયમ રાખવો પડયો છે કે ચંદ્રને આધારે થવા વાળી તિથિ હોવા છતા પણ સૂર્ય ઉદયને ફરસવાવાળી તિથિ આખા દિવસને માટે કબુલ રાખવી; જો આવી રીતે સૂર્ય ઉદયની સાથે વર્તતી તિથિનું નિયમિતપણું ન રાખવામાં આવે કિન્તુ પૂર્વાણ વ્યાપિની આદિ લેવામાં આવે તો જૈન ધર્મ માં જણાવેલા વ્રત અને નિયમો અખંડિત રીતે બની શકે નહિ અને તિથિને પર્વ અને તહેવાર માટે કરાતાં વ્રત અને નિયમો ખંડિત કરવામાં આવે તો તે મિથ્યાત્વ આદિનું કાર્ય છે એમ કહેવામાં કોઇ પણ જાતનો કઠોર વાકય પ્રયોગ થયેલો ગણાય નહિ. અને તેથી જ શાસ્ત્રકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે યંમિ ના તિન્ની સા વમાનું અર્થાત તિથિનું પ્રર્વતવું અનિયમિત રીતે થાય છે, છતાં સૂર્યના ઉદયની વખતે જે તિથિ હોય તે તિથિને જ આખો દિવસ આરાધવા માટે પ્રમાણભૂત ગણવી. વાચકવર્ગ સૂક્ષ્મદ્રષ્ટિથી જોઇ શકશે કે-આ વાકય પૂર્વાણ વ્યાપિની યાવત્ પ્રદોષ વ્યાપિની, મધ્ય રાત્ર વ્યાપિની આદિ ભેદવાળી તિથિને અપ્રમાણિક ઠરાવવા માટે જ કહેવામાં આવ્યુ છે. એટલે અર્થાપત્તિથી પૂર્વાન્તુ વ્યાપિની આદિતિથિ માનનારાઓ જૈનના વ્રત નિયમોને અખંડિત માની કે આરાધી શકાતા નથી; પરંતુ તેઓ જ જૈનના વ્રત અને નિયમોને અખંડિત પણે આરાધી શકે છે કે Accorary.org Jain Education Int

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44