Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 12
________________ અમો ઘણા વર્ષોથી પૂર્વભારતના ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યા છીએ, ગુજરાત અને ગુજરાતની ભાષાનો ઘણો જ દુરાન્વય ગયો હોય છે, તેથી સ્વભાવિક છે કે ગુજરાતી ભાષાના લઢણમાં ફેર પડી ગયો હોય અને ભાષાની દૃષ્ટિએ કોઈ નાનો-મોટો પ્રમાદ થયો હોય, તો તે બદલ શું ક્ષમાયાચના કરવી પર્યાપ્ત છે? માતૃભાષાની સેવા કરવાનો આ સ્વર્ણ અવસર મળ્યો છે તે બદલ માતૃભાષા રૂપી ભગવતી સ્વયં ક્ષમા કરે, તે સમજાય તેવું છે. માનું છું કે તે ક્ષમા કરતી રહેશે. માતો અંતે માજ છે. કોઈ એવો અહંકાર નથી કે આત્મસિદ્ધિના બહુમૂલ્ય પદોનો અર્થ કરવામાં સોળ આના અમે પ્રમાણભૂત છીએ. કદાચ પ્રમાદવશ કે ચિંતનના કેટલાક દ્રષ્ટિકોણનો અંદાજ ન થવાથી અર્થને પરમાર્થને પૂરો ન્યાય આપી ન શકાય અથવા અર્થની સીમાનું ઉલ્લંઘન થયું હોય, અભિવ્યક્તિમાં આગળપાછળનું અનુસંધાન ન જળવાયું હોય, કેટલાક ઉદ્ભાવિત કરેલા પ્રશ્નો અકથ્ય રહી ગયા હોય, સમાધાન આપવામાં પૂર્ણ સંતોષકારી તર્કનો અભાવ હોય, આ બધો પ્રમાદ સામાન્ય અલ્પગ્રહિતાના આધારે સંભવિત છે. પાઠક વિદ્વાન તત્ત્વવેત્તાઓ તેને ક્ષમ્ય ગણશે, તેમાં શંકા નથી. સાથે સાથે અમો નતમસ્તકે શ્રુતદેવતાની ક્ષમાયાચના કરીએ છીએ. - ઉપકાર – આ મહાભાષ્યમાં ફક્ત લેખક જ આભાર યોગ્ય છે તેવું નથી. વસ્તુતઃ બધા વિચારો જે વાણીમાં ઉતરતા હોય, તેને કલમબદ્ધ કરી વ્યવસ્થિત અક્ષરદેહ આપનાર પણ એટલા જ ઉપકારી છે. અન્યથા ચિંતન બધુ અદ્રશ્ય હવામાં અદૃશ્ય રૂપે રહી જાય છે, માટે આ સ્થળે મહાભાષ્યનું લેખન કરનાર શ્રીમતિ નીરૂબેન પીપળીયા, વૈરાગ્યલીલા આભાબેન ભીમાણી (આભાબેન ભીમાણીને પણ, અમારા માટે સેવાનો સુઅવસર પ્રદાન કરનાર શ્રી બાપજી-શ્રી લલિતાબાઈ મ., ડો. તરૂલતાબાઈ મ., ડો. જશુબાઈ મ. આદિ મહાસતીજીઓનો પણ પરમ ઉપકાર છે.) જો આભાબેન આઘા રહી ગયા હોત, તો આભાના સ્થાને બાધા રહેત, માટે પુનઃ તેને અભિનંદન આપતાહર્ષ થાય છે અને નીરૂબેનનું તો કહેવું જ શું? તેઓ તો આત્મસિદ્ધિમાં રમેલા છે, તે જ રીતે ગુચરણભક્તિનું પણ અનુપમ ઉદાહરણ પૂરું પાડે છે. આ જ રીતે સૌ. પ્રજ્ઞાબેન ઘેલાણીએ શ્રમસાધ્ય એવા આ લખાણની પ્રેસ કોપી તૈયાર કરી ઘણુ સુંદર કામ કર્યું છે. સહુથી પરમ હર્ષની વાત એ છે કે ગોંડલ સંપ્રદાયના નૂર સમા ગચ્છકીર્તિધરા શ્રી લીલમબાઈ મહાસતીજીના સુશિષ્યા શ્રી ડૉ. આરતીબાઈ મહાસતીજીએ આખા લખાણને સુધારીને વ્યાકરણીય કે ભાષાકીય અલનાનું સમીકરણ કરી સુંદર રીતે સંપાદન કર્યું છે. વરના આ મહાભાષ્ય આટલી સુંદર રીતે પ્રકાશિત થવામાં સંદેહ હતો. અમોને સાથે એટલો જ હર્ષ થાય છે કે વિરલપ્રજ્ઞા શ્રી વીરમતિબાઈ મ.ના નેતૃત્વમાંશ્રી બિંદુબાઈ મ., શ્રી આરતીબાઈ મ., શ્રી સુબોધિકાબાઈ મ. ઠા. ૪ આદિ બધા સતિજીઓનો પૂર્ણ સહયોગ રહેવાથી શ્રી આરતીબાઈ મ.ને સંપાદન કાર્યમાં ઘણી જ અનુકૂળતા રહી, તેથી સહુનો ઉપકાર શબ્દાતીત છે. આ બધા ઉપકારોમાં સહુથી મહત્ત્વપૂર્ણ અને પ્રસંશનીય ગાંડલ ગચ્છના નવોદિત ચમકતા સિતારા શાસન અણોદય શ્રી નમ્રમુનિ મ.સા.નો બહુમૂલ્ય ઉપકાર છે. જેને પ્રગટ કરતા અનહદ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 404