Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
રાજચંદ્રનો પાવન આત્મા જાણે સંચાલન કરી રહ્યો છે, તેથી ભયનો ત્યાગ કરી પ્રાપ્ત થયેલી જ્ઞાનદ્રષ્ટિને નિઃસંકોચભાવે અંકિત કરી છે.
વિવેચન માટે અપનાવેલી દ્રષ્ટિ ઃ આમ તો આત્મસિદ્ધિશાસ્ત્રના વધારે પડતા ગહનભાવોને પ્રગટ કરી શાસ્ત્રાર્થ બુદ્ધિથી તર્ક અને વિતર્કયુકત વિવેચન કરીએ, તો એક ગાથા પર એક ગ્રંથની રચના થઈ શકે તેમ હતું પરંતુ એ શક્ય ન હોવાથી ગાથાના જે મર્મભાવો છે, તેનો સ્પર્શ કરી મીમાંસાની દૃષ્ટિએ તાત્પયાર્થિની તારવણી કરી ગાથાના આવશ્યક આંતરિક કલેવરને ઉદ્ઘાટિત કરવાનો પ્રયાસ કર્યો છે. બીજા ઉપદેશાત્મક ભાવોનો વિસ્તાર ન કરતાં ગાથાના આધ્યાત્મિક સંપૂટને ઉજાગર કરવામાં આવ્યો છે અને વિવેચનમાં એક નિર્ધારિત પ્રમાણનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમાં તુલનાત્મક દ્રષ્ટિ અપનાવવામાં આવી છે. - ખાસ મહત્ત્વપૂર્ણ વાત : દરેક દર્શન અને આધ્યાત્મિક સાહિત્યોમાં લગભગ બાર આની ભાવોનો સમન્વય કરી શકાય તેવી ભારોભાર દૃષ્ટિ ઉપલબ્ધ થાય છે. ફકત અમુક અમુક મૌલિક વાતોમાં થોડું સૈદ્ધાંતિક અસામ્ય તત્ત્વ જોવામાં આવે છે, તેને પણ દ્રષ્ટિ પલટાવાથી સામ્યભાવમાં લાવી શકાય છે. ૧૦૦વાતમાં ૯૮ વાતો મળતી-ઝૂલતી હોય છે, જયારે બે વાતોમાં જ થોડું અંતર દેખાય છે, પરંતુ આપણા સાહિત્યકારો સાંપ્રદાયિક ભાવોથી મુકત ન હોવાના કારણે પરસ્પર આરોપને સ્થાપિત કરી એક પ્રકારના વૈમનસ્યનો જન્મ આપે છે. ભારતીય દર્શનો અને આધ્યાત્મિક સાધનાઓમાંવિરક્તિ, ત્યાગ, વૈરાગ્ય, બ્રહ્મોપાસના અને ધ્યાન સમાધિ ઈત્યાદિ મુખ્યભાવો પ્રધાનપણે અસ્તિત્વ ધરાવે છે. સૈદ્ધાંતિક સામ્યભાવ કે સમન્વયભાવવિશાળપણે અસ્તિત્વ ધરાવે છે પરંતુ પારસ્પરિક અસહયોગ અને થોડી દ્રષાત્મક ભાવનાઓથી સમન્વય પ્રગટ કરી શકતા નથી. દાર્શનિક વિભકતવાદી બુદ્ધિ વ્યવહારમાં ઉતરવાથી બહુવિધ ધાર્મિક સંપ્રદાયોનો જન્મ થયો છે. તેના પરિણામે અખંડ ભારતની રાષ્ટ્રીય ભાવનાને ઠેસ પહોંચી છે. સમાજ પણ ઘણા ભાગોમાં વિભકત થઈ જવાથી સમાજનું એક ઈશ્વરીય રૂપ સામે આવવું જોઈએ, તે પ્રગટ થયું નથી.
કહેતા હર્ષ થાય છે કે આત્મસિદ્ધિગ્રંથ અને તેના રચયિતા કૃપાળુ ગુદેવે બહુ જ ચીવટપૂર્વક ન્યાયોચિત સમતુલાને સાંગોપાંગ જાળવી રાખી છે. દાર્શનિક વૈભિન્ય ઉપર જરા પણ ભાર ન દેતાં મૂળભૂત સિદ્ધાંતનો સ્પર્શ કરી એક પ્રકારે માનસિક અહિંસક ભાવનાઓને અને સમરસતાને ન્યાય આપ્યો છે. જો કે ઈશ્વરવાદના ઉલ્લેખમાં ઈશ્વર પ્રત્યે થોડો વ્યંગ દેખાય છે, તેનો પણ વિવેચનમાં આપણે સમન્વય કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે અને આત્મસિદ્ધિ જેવા મહાન, શુદ્ધ, જ્ઞાનગર્ભિત પવિત્ર ગ્રંથને પારસ્પરિક અસમભાવોથી દૂર રાખી સ્વયંસિદ્ધિકારે જે સૂત્ર અપનાવ્યું છે, તે સૂત્રને બરાબર જાળવી રાખી, તેના ઉપર ઊંડું વિવેચન કરી સાધકને કે પાઠકને અસમભાવ કરતાં સમભાવના દર્શન કરાવ્યા છે. અધ્યાત્મ જેવા તત્ત્વસ્પર્શી ગ્રંથોમાં કે તેના વિવેચનમાં વિવેચન કર્તાઓએ શાસ્ત્રની પવિત્રતાનું ઘણી જગ્યાએ ઉલ્લંઘન કરી ઘણા ગ્રંથોમાં વિભાજક વિષ ઉમેર્યું છે, જે આશ્ચર્યજનક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો સમન્વય અને સંગ્રહનયને વરેલો મહાધાર્મિક અને પૂજનીય ગ્રંથ વિશ્વને