Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શ્રી આત્માનંદ પ્રકાશ. ને ઘોદધિમાં જે જીવો હોય છે તેને અપકાય એકેન્દ્રિય જાણવા. તેનું શરીર અતિ સૂક્ષમ હોય છે ને મેટામાં મેટું આયુષ્ય ૭૦૦૦ વર્ષનું હોય છે. પાણીનું સચૈતન્ય સ્પષ્ટ સમજવા ઉદાહરણે તપાસીયે તો હાથીની ગર્ભોત્પતિ સમયે કલલ સ્વરૂપમાં પ્રવાહીમાં પણ ચિતન્યપણું રહેલું છે. પાણી સ્વયં દેડકાની પેઠે ઉતપન્ન થાય છે. વાદલાના વિકાસથી આકાશમાંથી પોતાની મેળે પડે છે. તે ચૈતન્યગુણ સુચવે છે. શીયાળાની સવારમાં થતી ઉષ્ણતારૂપ શ્વાસે શ્વાસ દેખાવાથી તેમજ વરાલ વગેરેની ઉત્પત્તિથી ને કટકા થવારૂપ ક્રિયાથી પાણીમાં પણ જો સમજી શકાય છે. અંગારા, જાલ, ભાઠી, ઉકાપાત, ઘસારાને અગ્નિ, ને વિજલી એ દરેકમાં અગ્નિકાય એકેન્દ્રિય જીવો હોય છે, તેનું શરીર અતિ સૂક્ષમ હોય છે ને વધારેમાં વધારે આયુષ્ય ત્રણ અહોરાત્રીનું છે. જેમ ૧૫આગીયો કીડા પતંગીયો વાગે પ્રકાશવાળે છે, તાવની અંદરની ગરમી જીવ પ્રયોગે છે પણ નિર્જીવ પતંગીયામાં પ્રકાશ કે નિર્જીવ મનુષ્યમાં તાવ નજ હોય તેમ પ્રકાશને ગરમીમાં સમાવે અગ્નિમાં જીવ હોય છે. અગ્નિનો દેહ પરિણામ ઉષ્ણુરૂપ છે સૂર્યાદિની ગરમી પણ આત્મસંગ પૂર્વક છે. પેટની જેમ અગ્નિ પણ આહૂતિથી વૃદ્ધિ–સ કેચવાલે થાય છે. આહૂતિના સવને પચાવે છે ને વિઝાની જેમ છોલાને બહાર કાઢે છે. મતલબ કે અગ્નિમાં પણ જીવ છે. શાન્તવાયુ, શુક્રવાયુ, ગુંજારવ કરતો વાયુ, વંટોલીયા, ઘનવાયુ, પાતલેવાયુ, વગેરેમાં વાઉકાય એકેન્દ્રિય જીવો હોય છે, તેનું દેહમાન ઝીણું ને ઉત્કૃષ્ટાયુ ૩૦૦૦ વર્ષનું જાણવું–આ જીવો સિદ્ધાંજન કે દેવોની પેઠે અદશ્ય દેહી છે. કાષ્ટ પત્થર કે પરમાણુમાં રહેલ અગ્નિની જેમ આ જીવેનું શરીર ચર્મચક્ષુથી દેખાતું નથી. તે ચેતનવંત હોવાથી પરની પ્રેરણું વિના પણ ચરાચરપણે વતે છે. વાયુકાયના દેહને વિકાસ ફેલાવે ને સંકોચ પણ થાય છે. જે આપણે કીટસન લાઈટ, પ્રાઈમસ ચુલા આદિમાં જોઈ શકીયે છીયે. કાંદા, અંકુર, કુંપલા, લીલા ગાજર, માથ, થેગી, કુવાર ગુગ્ગલ ગલેને છેદયા થકાં ઉગે છે તેમાં (ગઢ) સૂફમદેહી ને અંતમુહુર્તના ઉત્કૃષ્ટા યુવાલા સાધારણ–વળી વૃક્ષના પરિપકવ મૂળ, લાકડાં, છાલ, પત્ર, કુલ, ફલ, બીજ એ દરેકમાં એકહજાર એજનથી અધિક દેહમાનવાળે ઉત્કૃષ્ટને ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષના આયુષ્યવાળા પ્રત્યેક વનસ્પતિકાય એકેન્દ્રિય જીવો હોય છે–વનસ્પતિકાય જીના અસ્તિત્ત્વના લક્ષણે ચર્મ ચક્ષુથી ને બુદ્ધિ બલથી પ્રત્યક્ષપણે નીચે પ્રમાણે જોઈ શકાય છે. મનુષ્યની પેઠે ઝાડ છોડને & આગીયો કી રાત્રે પ્રકાશે છે તેના પ્રકાશમાં આજીબની સ્ત્રીઓ ભરત ભરે છે. સંધ્યાકાળે પ્રકાશ કરવા વાળમાં ગુંથે છે. અમેરિકાના ઈનડીયન માર્ગમાં અંજવાળું કરવા જેડામાં બાંધે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36