Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશે. જીના અનન્ય ભકત અને અધ્યાત્મજ્ઞાનના અનન્ય જીજ્ઞાસુ છે તેમની પ્રેત્સાહનપૂર્ણ પ્રેરણા અને વાત્સલ્યપૂર્ણ સ ડાય વડે જ આ નિબંધ પૂર્ણતયા હું આલેખી શક્યો છું. માટે તેમનો અત્રિ અતિ ભકિતભાવે ઉપકાર માનું છું ને જૈન સાહિત્યના આ નિધિ વિશ્વના હિત ઉપકાર ને સદબોધદ્વારા સાની આત્મકલ્યાણને અર્થે હો એમ ઈછી પૂર્ણ કરી વિરમું છું. આપણુ ભૂતકાળના ગૌરવ અને અત્યારની પરિસ્થિતિ, આજે ઠેર ઠેરથી આપણી પરિસ્થિતિના ભણકાર સંભળાઈ રહ્યા છે–વીર પુત્રોને જગાડવાને ડિમડમ નાદ સ્થળે સ્થળે વાગી રહ્યું છે અને એજ છતાં કોઈ અનેરો સુમધુર ડિડેમ નાદ આજે અમે વગાડીએ છીએ એ વીર પુત્રો! આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે તમારી શું પરિસ્થિતિ હતી ? જાગૃતિ હતી. એ આપણા વીર પિતા પોતાની મેઘસમ ગંભીર દેશનાથી આવતેના પુનિત મનુષ્યોના હૃદયેમાં અમૃતરસ વહેવડાવી રહ્યા હતા. એક વખત પત્થર જેવા નિડુર હૃદયને અમૃત રસનું સિચન કરી–તેના હૃદયને પુનિત કરી હૃદય વિષને દુર કરી રહ્યા હતા, જેમની અમૃતમય દેશનાથી સિંહ વાઘ, વરૂ, હાથી, ઘોડા, ઉંટ, બકરી, એ બધાય પરસ્પર વિલોમ ભાવને ત્યજી અનુલોમ ભાવને ભજતા હતા ત્યારે આજે એજ પિતાના પુત્રો આપણે કઈ સ્થિતિમાં છીએ ? અત્યારે શહેરે શહેર અને ગામે ગામ કુસંપ રાક્ષસ આ પણ ઉપર અગાધ સત્તા ચલાવી રહ્યો છે એ ક્રૂર રાક્ષસના પ્રતાપે અનેક કુટુંબો પાયમાલ થઈ ગયા છે અને હજી પણ થતાં જાય છે. જે વખતે મગધનરેશ શ્રેણિક જેવા શ્રદ્ધાળુઓથી વીર પુત્રો ગર્વાન્વિત રહેતા હતા. આનંદ અને કામદેવ જેવા શ્રાવક, સુલસા જેવી મહાસતી શ્રાવિકાથી આપણુ ગેરવની ગર્જનાઓ ભારતવર્ષમાં ગાજી રહી હતી. ત્યાગની મૂર્તિ પ્રભુ ગતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી જેવા મહાન પુરૂ અને ચંદનબાલા જેવી આર્યા સાથીજીટથી આપણે ત્યાગી વર્ગ ઉન્નતિના કોઈ અનેરા શિખરે હાલી રહ્યો હતો અને જૈન ધર્મની વિજય પતાકા ચોતરફ ફરકી રહી હતી. સ્વર્ગલોકના દેવે પણ પિતાના સુખને તુચ્છ ગણી શ્રી વીર શાસનની વાંચ્છા કરતા હતા અને અત્યારે પણ કરતા હશે એ સુરમ્ય સ્થિતિ તરફ એક તીક્ષણ દષ્ટિપાત નાખો અને અત્યારના આપણું શ્રદ્ધાહીન હૃદયે શાંતિથી તપાસે. એ મગધનરેશ જેવી શ્રદ્ધા, પ્રભુ ગતમસ્વામી જેવી સામ્ય મૂર્તિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36