Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા ભૂતકાળના ગેર. ૭૫ અને ચંદનબાળા જેવી પવિત્રતાની મૂર્તિઓ આપણાથી કેટલે દૂર છે તેને ખ્યાલ કરો. આપણામાં સાચી શ્રદ્ધાના અંકુર નથી પ્રગટતા, માત્ર ક્ષણિક શ્રદ્ધા અને ક્ષણિક વૈરાગ્યના અંકુરો પ્રગટે છે પાછા વળી ઘડીકમાં આપણે જ કયાંય વીરામપુરમાં શાંતિ લઈએ છીએ કે શોધ્યા હાથ નથી આવતા. આપણે શ્રદ્ધાની વાતો કરીએ છીએ પણ તેની કિયાને અંશે આપણું જીવનમાં નથી ઉતાતા. આપણામાં સાચી શ્રદ્ધાવાળા રત્ન ઘણાય છે, પરંતુ આપણને તેની કીંમત નથી. એ જગજીની વાતોથી રખેને કંટાળતા એમાં તો તમારી જાગૃતિની નેબતે વાગી રહી છે. જ્યારે જ્યારે આપણી પરિસ્થિતિને સુધારવાની અગત્ય જણાય છે ત્યારે ત્યારે એ જગજુની વાત પણ આપણું ઉદ્ધારમાં કામ લાગી છે. મહા તપા શ્રી જગદચંદ્રસુરિ, શ્રી આનંદવિમલ સુરીશ્વર, શ્રી સત્યવિજયગણિ, આદિ મહાત્મા ગીતાર્થો તેનું જવલંત ઉદાહરણ છે. આપણે એવું જ એક જુનું દશ્ય આપણી રાષ્ટ સન્મુખ રજુ કરીએ તો તે અનુચિત નથી. પરમ કૃપાળુ મહાવીર સ્વામી દેશના દઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ હજારો સાધુ મહાત્મા ઓનો સમુહ અવનત મુખે શાંત ચિત્તે સમભાવ પૂર્વક વિનયથી શોભી રહ્યો છે ત્યારે બીજી બાજુ આર્યાઓ-સાધ્વીજીઓનું યુથ-બહેનપણના પ્રેમથી વીર પિતાની દેશના સુણી રહ્યું છે, તેમજ દેવો પણ એ અમૃતથીએ વધુ રસાળ દેશના વિનમ્રભાવે સાંભળી પિતાને પુનિત કરી રહ્યા છે. ત્યારે એક બાજુ તિર્યંચે પણ એટલી જ શાંતિ અને આનંદથી દેશના રૂપી અમૃતનું પાન કરી રહ્યાં છે. આમાં નથી કોઈને ભેદભાવ કે નથી કોઈને અભાવ. તમને આમાં તીર્થકરના અતિશયનો પ્રભાવ લાગશે પરંતુ અતિશયોકિત કહેનારની તો ભૂલ છે. બેશક, પ્રભુને અતિશય તે સાચું પરંતુ અતિશયોકિત તો નહીં જ, તેના જ્વલંત ઉદાહરણ આપણામાંથી મળી આવશે તેને માટે આપણે કેટલાએક આપણા ઈતિહાસનાં સુવર્ણ પાનાં ઉથલાવવાં પડશે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં આપણી શું પરિસ્થિતિ હતી ? જેન કે જેનેતર બધાય તેમના અનુયાયી થવા તલસતા હતા, જેના પ્રતાપથી દે પણ શાસનસેવા કરવા ખડે પગે તૈયાર રહેતા, તેવી જ રીતે જુઓ તાર્કિક શીરામણિ સિદ્ધસેન દિવાકરના સમયની સુંદર પરિસ્થિતિ! તે વખતે આપણુમાં કેટલી બધી એકયતા હશે તે પણ જોવા જેવું છે. પ્રાકતનું સંસ્કૃતના ફેરવવાના મનોરથમાં સંધ બહિષ્કૃતની આજ્ઞા મળી. કેટલા વિજયભાવથી તે આજ્ઞા તેમણે શિરોમાન્ય ગણે છે. આપણે તેવા પ્રખર વિદ્વાનને તેવી આશા ઉઠાવતાં નિહાળીયે છીયે ત્યારે તે વખતના અકયતાનું સુંદર ચિત્ર આપણી દૃષ્ટિ સન્મુખ રજુ થાય છે. અત્યારે આપણે આપણી પરિસ્થિતિ જોઈ જરૂર દુખી થઈશું ૧ આમાં લેખકને આશય એ નથી કે અત્યારે સાચી શ્રદ્ધા અને વૈરાગ્ય કક્ષાંઈ નથી. ક્યાંક ક્યાંક છે ખરા, પરંતુ ઘણે સ્થળે ઉપર્યુક્ત સ્થિતિ છે એ વાત ચોક્કસ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36