________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ શોભી રહ્યા હોય, એવું સુરમ્ય ચિત્ર તે એમના પછી નથીજ ચિત્રાયું. એટલે એ સ્થિતિ છેટલી છે એમ મારા કહેવાનો આશય છે. બાકી એમની પછી શ્રી વિજયજી ઉપાધ્યાયજી જેવા ઘણા મહા પુરૂષે જાગ્યા અને જાગશે તેમ ઉન્નતિ–ઉદય પણ થયા કરશે) એ શાંત યોગીશ્વરની ભવ્ય મુખા. કૃતિ જોઈ àછે પણ જેના ચરણમાં ભકિત ભાવથી મસ્તક નમાવે, જેને અદ્ધિ તીય પ્રભાવ આર્યાવર્તના સમસ્ત સંઘ ઉપર એક સરખે જ પડે, એ ચિત્ર બહુ રમ્ય લાગે છે. અત્યારે આપણે તેની જ જરૂર છે. શું તેમની પ્રભાવશાલી મુદ્રા અને શું જેન શ્રાવકોની અડગ શ્રદ્ધા ને ભકિત. એ બધું જેવું હોય તો તપાસેહીરભાગ્ય મહાકાવ્ય અને ગષભદાસકત હીરવિજયસૂરિરાસ તેમાં તમને પાને પાને અને લીટીયે લીટીયે તમારૂં વ્યક્તિત્વ અને તમારી ભૂતકાળની પરિસ્થિતિનાં સુરમ્ય ચિત્ર મળી આવશે, તેમાં ક્યાંય નથી બેટી કલ્પનાઓ કે અતિશ્યકિત. માત્ર આપણું પરિસ્થિતિનું તે વખતનું સુંદર ખ્યાન તેમાં સુંદર આકારે રજુ થયેલું સુજ્ઞ વાચકને તપાસતાં માલુમ પડી આવશે.
વાંચક? આ બધું અત્યારે શા માટે છે એમ તને લાગશે અને જો તું શાસન સેવક હઈશ તે જરૂર લાગશે–લાગવું જ જોઈએ, એને ઉત્તર આપવા હું પ્રયાસ કરું છું “ મને અત્યારના જેનેની દુ:ખદ સ્થિતિ જોઈ એ વાતો જુની-જગ જુની છતાંય જાણે કાલે સવારે જ બની હોય તેમ તાજી લાગી. આપણે પરિસ્થિતિ સુધારવાની આ એક ચાવી છે. આ બધી આપણી પૂર્વની સ્થિતિ મરણ પટમાં લાવવાથી આપણને જલદી જાગવાનું મન થાય—આપણી પરિસ્થિતિ સુધારવા તૈયાર થઈએ. એટલાજ ખાતર આપણે થોડી જુની પણ પવિત્ર વાતે સંભારી છે.” આપણે માત્ર આપણા ગુરૂ મંદિરમાં મહાલીએ તેના કરતાં એ કાળ જુના મંદિરના ઉદ્ધાર કરીએ તેમાં જ આપણું ઉન્નતિ સમાયેલી છે. આપણામાં કુસંપના ની બહુ ઉંડા રપાઈ ગયા છે, સાચી શ્રદ્ધા દૂર થઈ છે અને પાશ્ચાત્ય સ્વતંત્રતાના બહાના હેઠળ સ્વછંદતા વધી છે, અને છેલ્લે શાસનસેવકોની યોગ્ય કદર કરતા નથી શીખ્યા ત્યાં સુધી આપણી ઉન્નતિ દૂર છે.
હવે છેલે આપણું ઉન્નતિ કઈ રીતે થાય તે સંબંધી કંઈક સુચવી હું વિરમીશ. “આપણે મહારાજા શ્રેણીક, સમ્રાટ સંપ્રતિ અને કુમારપાળી જેવી શ્રદ્ધા અને કામ કરવાનો ઉત્સાહ પ્રાપ્ત કરીએ તે મને લાગે છે કે આપણી ઉન્નતિ તદ્દન નજીક છે.” બીજું “શ્રી સિદ્ધસેન દિવાકર અને દેવધિંગણી ક્ષમાશ્રમણ જેવો સંપ-સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણે ઉદ્ધાર જલદી થાય તેમાં લગારે સંશય જેવું નથી. ” છેવટ આ ત્રણ વસ્તુ આપણે માટે ખાસ જરૂરી છે. સાચી શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સંપ–જ્યારે આ ત્રિપુટી આપણા ઉપર અગાધ સત્તા જમાવશે તે જ વખતે આપણે ઉદ્ધાર છે–જાગૃતિ છે. શાસનદેવ એ સમય નજીક લાવે એમ ઈચ્છી વિરમું છું. શાંતિઃ
લેસુધાકર.
For Private And Personal Use Only