________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
અને શાસનસેવકનું હૃદય રડી ઉઠશે. આપણામાં આટલી બધી અધોગતિ કે જે ધર્મ આખા આર્યવર્તમાં ગાજી રહ્યો હતો તે આજે છેડા શ્રાવકોના હાથમાં રહ્યો છે. જુઓ ! પરમાગીશ્વર શ્રી હેમચંદ્ર સુરીશ્વર અને મહારાજાધિરાજ કુમાર પાળના સમયની આપણી પરિરિથતિ સાંભળી આનંદથી આપણી છાતી વૈત વેંત ઉછાળા મારે છે. અહા ! શું આપણી ઉન્નતિ! શું જેન ધર્મની વિજયપતાકાનો અદુભુત પ્રભાવ, સાતક્ષેત્રમાંથી એક પણ ક્ષેત્ર ડુબતું નહીં, જેના ઉદ્ધાર માટે હેમચંદ્રસુરિ જેવાએ પોતાના દેહને અર્પણ કર્યો હતો અને અંતે એ સેવાયજ્ઞમાં પોતાને દેહ અર્પણ કર્યો હતો, અહા, શું તેમને ત્યાગ! આખી જીંદગી એક ક્ષણ પણ વિસામો લીધા સિવાય શ્રી વીરશાસનને માટે કામ કર્યાજ કર્યું છે. માને કે અપમાનની દરકાર કર્યા સિવાય રાજદ્વારી ઉપદેશ આપી રાજવીઓને પ્રતિબધી કેટલાએ વીરભકત-શ્રાવકને વધારો કર્યો હતો ? તેમજ સરસ્વતી દેવીની આરાધના કરી અનેકાનેક ગ્રંથરને રચી શાસનની સેવા બજાવી છે.
હવે એ કુમારપાળ રાજાના સંઘનું મનોહર દશ્ય જુઓ ! તમારી દષ્ટિ સન્મુખ રજુ કરે, પછી અત્યારની પરિસ્થિતિ તરફ જશે તો જરૂર ખેદ થશે. જે રાજાએ શ્રાવકોના ઉદ્ધાર માટે દરવર્ષે કરોડો રૂપીયા (તે વખતનું ચલણી નાણું) ને વ્યય કર્યો હતે-છે અને જેને તેમાંજ સાચી ભકિત હતી. જેણે સારાં સારાં ગગન ચુંબી ભવ્ય મંદિરો બંધાવ્યાં હતાં તેજ ગુરૂવર્ય હેમચંદ્રસુરીશ્વર અને કુમાર પાળ આજે એ પુનિત આચાર્ય ઉપર અનેક અન્ય દર્શની વગર વિચારે વગર તપાસે નિડર રીતે આક્ષેપોને વરસાદ વરસાવી રહ્યા છે.
આટલું છતાં આપણે શાંતિથી બેસી રહીએ એ આપણી કઈ પરિસ્થિતિજાગૃતિનું સૂચન () કરી રહ્યા છીએ એ નથી સમજાતું. જે વખતે આખા આર્યાવર્તમાં જેનાની સત્તા સર્વોપરી હતી. જેની પાસે જેનેતર સદાય યાચક વૃત્તિ કર્યાજ કરતા અને એ ઉદાર દીલના જૈને તે યા ચક વૃતિને પાપે જ જતા હતા એજ ઉદાર દીલના કુટુંબના વારસદારે હજારે જેનોને એક ટંકના રોટલાન પણ સાંસા છે! અત્યારે આપણું સાચું જૈનત્વ નરી મહેલાતામાં નથી સમાતું, કિન્તુ ગામડાના ઝુંપડામાં પણ જૈનત્વ વસે છે, પછી ભલે તે થેડે અંશે હાય, પણ છે તો ખરૂં, એ આપણા જાતિભાઇઓ માટે આપણે મરી ફીટવું જ રહ્યું. જ્યાં સુધી અત્યા૨ના સમસ્ત જેને (મુઠીભર) ભલે લક્ષાધિપતિ ન બને પણ પુરૂં અર વસ્ત્ર અને પુરતી કેળવણી પામે નહીં ત્યાં સુધી આપણી સ્થિતિ સુધરી ન કહેવાય. આ સ્થિતિ સુધારવાની ઘણી જરૂર છે. ધનિકો મેજમઝા ઉડાવે કે બધાય સુખી છે એમ માનવા લલચાવું એ ખરેખર અનુચિત છે. જ્યાં સુધી આપણાજ ભાઇએ વીરપિતાના પુત્રે સુખી ન હોય ત્યાં સુધી શ્રી વીરશાસનના સેવકે ભુખ અને ઉંઘને ઉચે મુકવી જોઈએ; આવું થાય તેજ આપણી અત્યારની પરિસ્થિતિમાં સુધારો થઈ શકે તેમ છે.
આપણે એક વાત તે તદન ભૂલી જ ગયા. સમ્રા સંપ્રતિ કે જેના સમ
For Private And Personal Use Only