Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
વર્તમાન સમાચાર.
પવિત્ર શ્રી સિદ્ધક્ષેત્રમાં પંન્યાસજી શ્રીભાક્તવિજયજી મહારાજ અને ૫. મહારાજ શ્રીધર્મ - વિજયજી મહારાજ વિગેરે ચાતુર્માસ બિરાજે છે. જેથી આ વખતે ઘણા જૈન બંધુઓ અને બહેનો બહારગામથી ચાતુર્માસ સિદ્ધક્ષેત્રમાં કરવા ઉક્ત મુનિમહારાજના યોગથી આવેલ છે. નિરંતર દેવગુરૂ તીર્થભકિત, પૂજન, સ્વામિવાત્સલ્ય વગેરે જુદા જુદા બંધુઓ વગેરે તરફથી થાય છે. વળી હાલમાં ઉપધાન વહન કરવાનું મહા માંગલ્યકારી કાર્ય જુદે જુદે સ્થળે પણ શરૂ થયું છે. આ શુદ ૧૧ થી આ તપ વહન કરવાનું મુહૂર્ત છે અને પાટડી નિવાસી શેઠ ઘેલાભાઈ ગણેશ, વારા રાજપાળ છગનલાલ અને સાકરચંદ ખીમચંદ તથા રૂગનાથ કેવળદાસ વગેર ૫ ન્યાસજી શ્રી ભક્તોવજયજી મહારાજના ઉપદેશથી પોતાના ખર્ચ શરૂ કરાવે છે. ઉvમહામાની મૂળ જમભૂમિ રાધનપુર હાવાથી રાંધનપુર નિવાસી ધણા બંધુઓ અને બહેનો ચાતુ: મસ કરવા અત્રે આવેલા છે. મુખ્ય શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસી છે. જેઓ પિતાને મળેલ ઉત્તમ લક્ષ્મીને લાભ અત્રે ચાતુર્માસ રહી, અનેક ધાર્મિક કાર્યો કરી તેમાં પિસાને સારો વ્યય કરી લે છે હાલમાં અઠ્ઠાઈ મહેત્સવ શાંતિ સ્નાત્ર વગેરે પણ માંગલિક કાર્યો પણ થયા હતા. તેમાં પોતે પણ તન મન અને ધનથી સારો લાભ લે છે. સાથે ગીરધરલાલ ત્રિકમલાલ કોઠારી કે જેમણે આ મુનિરાજશ્રીની સાથે ત્રણ વર્ષ ઉપર રાંધનપુરથી સંઘ કાઢી અત્રે પધાર્યા હતા અને મોટી રકમ ખર્ચા આત્મસાર્થક કર્યું હતું. તેઓ પણ જવતલાલભાઈની જેમ દેવ, ગુરૂ, તીર્થ સાધર્મિક બંધુ વગેરેની ભક્તિ કરી સારો લાભ લે છે. સુકૃતની કમાઈની નીશાની એજ છે કે આવા સારા ઉતમ કાર્યોમાંજ વપરાઈ આત્મિક લાભ આપે છે. અમો ત્યાં થતાં સવે ધાર્મિક કાર્યોની અનુમોદના કરીયે છીએ અને તેવા ઉત્તમ કાર્યોમાં લક્ષ્મીનો વ્યય કરનાર તેવા બંધુઓને ધન્યવાદ આપી છે એ. સાથે સાથે શેઠ જીવતલાલભાઈ તથા ગિરધરલાલભાઈ વગેરે જેનબંધુઓને નમ્ર સુચના કરીયે છીયે કે વધારામાં વર્તમાન કાળને જરૂરીયાત તેવા સાધર્મિક બંધુઓ કે તેના બાળકને આશ્રય સ્થાન, વિદ્યાદાન, જ્ઞાન કેળવણી, કે તેવી કે જરૂરીયાત પુરી પાડવાને માટે પિતાને ઉદાર હાથ લંબાવી સાર્થક કરશે.
– © – સુધારે.
શ્રાવણ અને ભાદરવા માસના અંકમાં વિશ્વના પ્રબંધવાળા લેખમાં જ્યાં ભૂલ રહી. ગઈ છે ત્યાં સુધારા મુકવા માટે તેના લેખક મહાશય તરફથી આવેલ તે નીચે મુજબ જણાવવવામાં આવે છે તે પ્રમાણે સુધારી વાંચવું.
પા. ૧૯ ૫, ૪ જાતિજૂ ને બદલે પાવથતિ. પા. ૨૨ ૫ ૧ તેમજ પડશે ,, વળી પડધે.
. ૫. ૩ પણ વાયરલેસ ,, વાયરલેસ પણ. , પં. ૧૧ પાનું ૨૨ , ત્યાં પ્ર૦ ૨૨.
, , સાવન , સાધન. પા. ૩૭ પં. ૧૬ વર્તમાન સમયરૂપ એક પ્રદેશવાળું અજીવ દ્રવ્ય છે. તેને બદલે કાળને પ્રદેશ ન હોવાથી પાંચમું વ્યાકાળ વર્તમાન સમયરૂપ અજીવ તત્ત્વ છે એમ વાંચવું.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36