________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. જ્ઞાનાનંદસ છલકાઈ જતો હતો. પેલે વૃદ્ધ બ્રાહાણ પણ આનંદથી ઉલ્લસિત બની ઉઠતો હતે. તે બોલતે નહોતે તથા વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ કયાં જતે તે કોઈ જાણી કે જોઈ શકતું નહતું. એક વખતે રાત્રે તે બ્રાહ્મણ ઉપાશ્રયમાં આવ્યું ને શ્રીમને વંદના કરી બેઠા, તે વખતે અન્ય સાધુઓ પણ જાગતા હતા. વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યુ કે “ હું ધરણેન્દ્ર છું. તમારી આત્મસ્વરૂપની દેશના હે ચાર માસ સુધી સાંભળી છે. આ વખત ભરત ક્ષેત્રમાં આત્મસ્વરૂપની વ્યાખ્યા તમે કરે છે તેથી હું ઘણે પ્રસન્ન થયા છું. ધરણેન્દ્ર શ્રીમદને કાંઈક માગવાનું કહેતાં શ્રીમદે અનંત દુ:ખને નાશ કરનાર અને સુખના પ્રકટાવનાર આત્માના શુદ્ધોપયોગ વિના મારે અન્ય વસ્તુની ચાહના રહી નથી એમ સ્પષ્ટ જણાવ્યું. આ સાંભળી ધરણેન્દ્ર તેમને ધન્યવાદ આપ્યો. ધરણેન્દ્ર સર્વ સાધુને પોતાની પ્રતીતિ થવા માટે એકદમ ઉત્તર વૈકિય શરીર પ્રકટ કરી બતાવતાં સર્વ સાધુની આંખે અંજાઈ ગઈ. આથી સાધુઓને શ્રીમદ્ મહાપુરૂષ છે. અને તેમનાં વચન આરાધ્ય છે એવો નિશ્ચય થયે. મહાત્માએ દેવતાઓને આરાધના નથી તો પણ તેમના જ્ઞાન–ગુણથી ખેંચાઈ તેઓ સ્વયં તેમની પાસે આવે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓમાં અનેક પ્રકારની લબ્ધિઓ ( સિદ્ધિઓ) પ્રકટે છે તેમાં કાંઈ આશ્ચર્ય સરખું નથી. શ્રીમદ એક વખત પંજાબ તરફ વિહાર કરતા હતા. પર્વતની પાસે થઈને
જવાનો રસ્તો હતે. પર્વતની નીચે એક સિંહ બેઠેલો હતો, શ્રીમદને શાંત ને ઘણી વખત ત્યાંથી પસાર થનાર પ્રવાસીઓને તે ખાઈ થઈ પગે લાગેલે જતો. શ્રીમદ્ ત્યાંથી જવા લાગ્યા ત્યારે ઘણા લોકોએ તેમને સિંહ ત્યાં થઈને જવા ના કહી પણ તેઓશ્રી પાછા વળ્યા નહિ અને
જણાવ્યું કે “મહારે સમસ્ત વિશ્વના પ્રાણી માત્ર ઉપર મૈત્રી ભાવ છે, માટે ભય છે ?” તેઓ તત્પશ્ચાત જ્યાં સિંહ બેઠા હતા ત્યાં થઈને જવા લાગ્યા. આ વખતે આ પ્રસંગ જે ઘણું ગૃહસ્થ પણ સાથે જ રહ્યા હતા. પિલા સિંહ પાસે શ્રીમાન આવી પહોંચ્યા ને તેમને જોઈ સિંહ બરાડી ઉઠ્યા અને શ્રીમની પાસે આવી તેમના પગે પડી સામે ઉભો રહ્યો. શ્રી મદે તેને કરૂણ– દષ્ટિએ શાંત કર્યો, તે પછી તે ચાલ્યા ગયે. પાછળ આવનાર ગૃહસ્થ આ દશ્ય જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા, શ્રદ્ધા ધર્મ gિયાં તત્સવિધ વૈરાગ આ મહાન સૂત્ર સત્ય થયું અને ખરેખર જ મહાનુભાવનાં વેર રહિત અને વિરક્ત પણ કરૂણાથી ભરેલાં હૃદયની છાપ તેમનાં પ્રશાંત મુખ પર છવાય છે ને સાત્વિક ભાવભર્યા મહાત્માઓની સાતિવકતા–પવિત્રતાની પાસે આસુરી ભાવવાળાં પ્રાણીઓ પણ સાત્વિક બની શાંત થઈ જાય છે જ.
For Private And Personal Use Only