________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
પુષ્પનો પરાગ મેળવવા ચારે બાજુ ફરે છે. નિષેક ક્રીયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફલ પાકે છે. વનસ્પતિના મિથુનનો આથી વધુ પુરવે શું હોઈ શકે?
અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓમાં સેંકડો નામ નોંધાયા છે. જેઓ કીડા, કરોળી આ, માખીને પકડી ખાટા રસમાં સડવીને ખાઈ જાય છે તે આ બીનાની શોધમાં તેના વિભાવનું વર્ણન પ્રથમ અમેરીકાના ઉભિજી વેરા કટીસે ઈ. સ. ૧૮૩૪ માં કર્યું હતું. વળી કાનબીએ પણ કર્યું હતું અને ૪૦ વર્ષ પછી હુકરે તે વાતની પુખનું ભાષણ આપ્યું હતું. આખર ડાવીને ૧૫ વર્ષના પ્રયાસથી માંસ ખાનારી વનસ્પતિઓની નામવાર ઓળખાણ આપી હતી. જેમાંની કેટલીક નીચે મુજબ છે.
શેરા (સૂર્યશિશિર ) ઈંગ્લાંડ, આસામ, બર્મા, છોટાનાગપુર, હુબલી, મગરા અને વર્ધમાન આદિ દેશ-પ્રદેશમાં આ વનસ્પતિ થાય છે. જેના પાંદડાં ભૂમિમાં લાગેલા રહે છે તેને પાંચેક ઇંચ ઉંચા આસમાની કૂલ થાય છે. તેના પાંદડા પર ચીકાશવાલા સેંકડો નાના ભાગ હોય છે. તેની પર મચ્છર માખી આવતાં ચિકાશથી લપટી જાય છે. તેને પાંદડાવાળા મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પિતે તેની ઉપર ઉંધા થઈ પિતાનો રસ જતુપર નાખે છે એટલે કે પંદર વીશ મીનીટમાં માખી, મછર વિગેરે મરી જાય છે, અંતે ચારથી દશ કલાકે પાંદડા સંકોચાઈ જાય છે. વળી પંદર વીસ દિવસે ઉઘડે છે અને ફરીવાર કાંટામાં નરસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક ક્રિયા બે વાર થયા પછી તે પાંદડું ખરી જાય છે.
સૂર્યશિશીર–માંસ, કુબી, પનીર પુપરજ નખવાલા વિગેરે હરકે પદા ર્થને પચાવે છે. વળી આશ્ચર્ય છે કે તે ચરબી, તેલ અને જવખારની જાતના પદા થને મુત્રની પેઠે કાઢી નાખે છે. ડાઈવાનીયાનીમાં પણ ઉપર પ્રમાણેજ હિંસકતા છે. તેના વાલને જતુ અડતાં પાંદડા બીડાઈ જઈ જતુને દાબીને મારી નાખે છે. આ વખતે તે પાંદડાને જોરથી જુદા પાડીએ તો પણ તુરત અવાજ કરી બંધ થઈ જાય છે. તે ૩૮ કલાકે કે આઠ દસ દીવસે ઉઘડે છે. અમેરિકન પ્રકૃતિત્વ વિટ્રિટ કહે છે કે આવી ત્રણ ક્રિયા થતાં આ પાન થાકી જાય છે.
આલબ્દો ભાંડા–આ મૂલ વિનાની જલમાં તરતી વનસ્પતિ છે. તે આસ્તે લિયા, યુરોપ અને હિન્દુસ્થાનમાં થાય છે. તેના પાંદડાને ચારે તરફ કાંટા પાંચ કે છે લાગેલા રહે છે અને જેનીશીરા પાસે કોષગ્રંથી હોય છે. પાંદડામાં ફરતું જતુ તે કેશગૂંથીને અડતાં પાંદના બે ભાગ બંધ થઈ જાય છે અને જીવ જતુને કોશષ્ય થીના રસ સાથે જીવી દ્રવીભૂત કરી પિતાના દેહને પોષે છે. આ વનસ્પતિની શોધ છિનકોનને આભારી છે.
પૌગીકલા–આ વનસ્પતિના પાંદડા પર કેરા ગ્રંથિ વાલા કાંટા હોય છે. તેમાં જીવ જતુ ચેટી જતાં પાંદડા બંધ થઈ જતુઓને જીરવી પિતાને પિષે છે. આ પાંદડાને ફરી ઉઘડતાં કલાક ૨૪ લાગે છે.
For Private And Personal Use Only