________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતા, પરંતુ એમને સનાતન હિંદુ ધર્મમાં પણ એટલી જ રુચિ હતી. કાશીરામના દાદા ગંગારામજીને પૂ. કુંદનલાલજી મહારાજ પાસેથી જૈન ધર્મની પ્રેરણા મળી. ગંગારામજીના કુટુંબમાં બાળમરણનું પ્રમાણ ઘણું હતું. બહુ ઓછાં બાળકો જીવિત રહેતાં. આવે સમયે આ કુટુંબ પર પૂ. કુંદનલાલજી મહારાજની અમીદૃષ્ટિ થઇ. એમની કૃપાને પરિણામે જ બાળમરણ બંધ થયાં એવી સહુની માન્યતા હતી. એ પછી કુટુંબનાં સંતાન જીવતાં રહ્યા. ગંગારામજીને પૂ. કુંદનલાલજી મહારાજનો પરિચય હતો તો રામકશનને પૂ. છોટેલાલજી મહારાજનો પરિચય થયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા ધાર્મિક વાતાવરણમાં વિ. સં. ૧૯૭૧ના માગશર વદ ૬ ના દિવસે કાશીરામનો જન્મ થયો. રામકિશનદાસજીને બિરચંદ નામનો પુત્ર અને દુર્ગાદેવી નામની પુત્રી હતી. કાશીરામ એમનાં છ સંતાનોમાં ત્રીજું સંતાન હતા. કાશીરામની માતા રામરખીદેવી બાળકને ખૂબ પ્યારથી ઉછેરતી હતી. કાશીરામ પણ માતાની આગળ ભારે લાડ કરે. એમાંય ખાસ કરીને ભોજનની બાતમાંતો હંમેશ જીદ કરે. બાળક કાશીરામને અમુક જ શાક ભાવતું અને તેઓ આગ્રહ રાખતા કે રોજ એ જ શાક બનવું જોઇએ. કાશીરામ બાળપણથી જ ઉદાર હૃદયના હતા. શેરીમાં રહેતા ચિમનલાલ અરોરા એમના ખાસ દોસ્ત હતા. તેઓ નાની વયથી જ હમેશાં બીજાના દુ:ખમાં ભાગ પડાવતા અને મદદ કરતા. બીજાને દુ:ખી જોઇ એમનું હૈયું ભરાઇ આવતું. બાળપણથી જ કાશીરામમાં ધાર્મિક વૃત્તિ હતી. જગરાવની બજારમાં કમિટી ગેઇટની નીચે આવેલી અનાજ-કરિયાણાની દુકાનમાં બેસીને બજારની ધમાલનો આનંદ મેળવવામાં કે આવતાજતા લોકોને જોવામાં બાળક કાશીરામને કયારેય રસ પડયો નહિ. એને બદલે એ તો સ્થાનકમાં જાય. ત્યાં જઇને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે. ઘરમાં પણ આ પ્રકારનાં જ પુસ્તકોનું વાંચન થતું હોવાથી ખૂબ ભાવથી સાંભળતાં. એમાં એમને એટલો જ રસ પડતો. તીર્થંકરોનાં ચિરત્રો કે સાધુ-મહાત્માઓની જીવનકથા એમને ખૂબ ગમતી. ‘પુત્રના લક્ષણ પારણામાંથી' એ કહેવત મુજબ બાળપણથી જ કાશીરામ નોખી માટીના માનવી હતા. જે ઉંમરે બીજાં બાળકો ધીંગામસ્તી કરવા જાય એ ઉંમરે કાશીરામ એકલીન બનીને ધર્મગ્રંથોનું વાંચન કરે. તોફાન કે ટીખળમાં પોતાનો સમય પસાર કરવાને બદલે સાધુ-મહારાજના સત્સંગમાં સમય વીતાવતા હતા. ધર્મના પૂર્વ-સંસ્કારોને કારણે જીવનના આરંભથી જ એ બીજાથી જુદા પડતા હતા.
કાશીરામને ધર્મસંસ્કારનાં બીજ સૌ પ્રથમ સ્થાનકવાસી સંપ્રદાયના પૂ. છોટેલાલજી મહારાજ પાસેથી મળ્યાં. એમના પવિત્ર સાનિધ્યના પુણ્યપ્રતાપે કાશીરામ ચોવિહાર કરવાનું અને સામાયિક કરવાનું શીખ્યા. એમણે
૪૦
For Private And Personal Use Only