________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતરાગ પરમાત્માનું શાસન એક વિશ્વવ્યાપી મહાન શાસન છે. એ શાસનમાં છે? સાધુને નિઃસ્પૃહી, નિર્મોહી અને સ્વાશ્રયી દર્શાવવામાં આવ્યો છે. ભગવાન . - મહાવીર કહે છે--
અલોલભિખું ન રસેસુ ગિળે, ઉછું ચરે જીવિય નાભિનંખે, ઈઢિંચ સકારણ - પૂર્ણ ચ,
ચએ ઠિયપ્પા અણિહે જે સ ભિખુ જે સાધુ લોલુપ નથી હોતો, રસલાલચી નથી હોતો, અજ્ઞાત પરિવારો પાસેથી ભિક્ષા માગે છે, જે જીવનની આકાંક્ષા નથી કરતો, જે ઋધ્ધિ, સત્કાર તથા પૂજા-પ્રતિષ્ઠાનો મોહ ત્યાગી ચૂકયો છે, જે સ્થિરાત્મા તથા નિ:સ્પૃહ છે, તે જ સાધુ છે.” પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી જીવનભર નિ:સ્પૃહ રહ્યા. માત્ર વૃત્તિથી જ નહિ, બલ્ક રોજિંદા વ્યવહારમાં પણ અપેક્ષાથી પર રહ્યા. જીવનના છેક અંતિમ સમય સુધી પોતાનું કામ પોતે જાતે જ કર્યું. ગમે તેવી માંદગી હોય, તેમ છતાં કોઈ શિષ્ય કે ગૃહસ્થ પાસે એમણે કદી સેવા કરાવી નથી. લાંબા વિહારનો શ્રમ હોય, આખા દિવસનો થાક હોય, હૃદયની બીમારીની અસર હોય, તેમ છતાં બીજાની પાસે પગ દબાવવાની વાત તો દૂર રહી, પરંતુ પગને સ્પર્શ પણ કરવા ન દે! પાછળના સમયમાં શ્વાસની ઘણી તકલીફ રહેતી. પણ કદી પરાશ્રિત બન્યા નહિ. અંતિમ દિવસોમાં પણ ખૂબ નબળાઈ હોવા છતાં દીવાલને ટેકે ટેકે ઠલે કે માત્રુ જતા. તેઓ આટલા લાંબા દીક્ષાપર્યાયમાં માત્રુની કુંડી ક્વચિત જ કોઈને પારિષ્ઠાપનિકાવિધિ માટે આપતા હતા. બાળપણથી તેઓને વ્યાયામમાં ઊંડો રસ હોવાથી ઘણાં વર્ષો સુધી એમની શારીરિક શકિત ટકી રહી હતી. કોઈ સાધુ ઉપાશ્રયમાં દીવાલોનો ટેકો લઈ અઢેલીને બેસે તો તરત જ આચાર્યશ્રી કહેતા, “જુવાનીમાં ટેકો લો છો, તો બુઢાપામાં સૂવું પડશે.” હૃદય પહોળું થવાથી છેલ્લાં દસેક વર્ષોથી એમને અનેક પ્રકારની તકલીફ થતી હતી. છેલ્લાં વર્ષોમાં વિહારના પ્રસંગે ડોળીનો ઉપયોગ કરવો પડતો હતો, જો કે શ્વાસ ચડી જાય અને અનિવાર્ય બને ત્યારે જ ડોળીમાં બેસતા. ડોળીમાં બેસીને વિહાર કરવાનું એમને પસંદ નહોતું તેથી, અંતરમાં ઊડે ઊડે કોઈ એક સ્થળે સ્થિરવાસ કરવાનું પણ વિચારતા હતા. વળી ડોળીમાં બેસે તો પોતાના કરતાં ડોળીવાળાની વધુ ચિંતા કરતા હતા. થોડે આગળ જાય એટલે ડોળીવાળાને કહેતા કે હવે જરાક થોભી જાવ. તમે થોડો આરામ લઈ લો. આ સમયે પોતે મોડા પહોંચશે અથવા તો તડકો થઈ જશે એની કદી કયારેય ચિંતા કરતા નહિ
For Private And Personal Use Only